________________
૨૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તેથી હે નાથ! આપ જરૂર મારા મનરૂપી મંદિરમાં પથારી મને આત્મશાંતિના દાતાર થાઓ. સારા
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે પ્રભુ તુજ ઉર રમી,
તુજ ભક્તિ-પ્રસાદે રે મને પણ એહ ગમી. મન૦ ૩ અર્થ - હે પ્રભુ! આત્માની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિ તે તો આપના હૃદયમાં સદાય રમી રહી છે. પણ આપના શુદ્ધ આત્માની ભક્તિરૂપી પ્રસાદી મને મળવાથી મારા મનને પણ એ જ આત્માની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ગમી ગઈ છે કેમકે “ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળજ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. (વ.પૃ.૫૩૦) /ફા.
સમ્યકત્વ દશાથી રે ઋદ્ધિ-સિદ્ધિ જીવ વરે,
સમ્યક તપ-જ્ઞાને રે વળી બહુ લબ્ધિ વરે. મન ૪ અર્થ :- આત્માની શુદ્ધ સ્વરૂપમય નિર્મળ સમ્યક્દશા પ્રાપ્ત થયે જીવ ઋદ્ધિ-સિદ્ધિને પામે છે અર્થાત્ દર્શન પ્રાપ્ત થયા પછી આવી નિર્મળ દશા આત્માની હોય છે તથા સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ તપ વડે વળી તે નિર્મળ આત્મા બહુ લબ્ધિને પામે છે.
જેમ ગૌતમ સ્વામીએ લબ્ધિના બળે ખીરના પાત્રમાં અંગૂઠો રાખી પંદરસો તાપસને જમાડ્યા હતા. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર.” અથવા વિષ્ણુ મુનિએ નમુચિ મંત્રીના મુનિઓ પર થતા ઉપદ્રવને વિક્રિયા ઋદ્ધિ વડે મોટું શરીર કરીને નિવાર્યો હતો.
તેમજ ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ સંદેશર ગામમાં ભક્તિ નિમિત્તે આવેલ ત્રણ હજાર માણસનું અકસ્માત પાંચ હજાર થઈ જવાથી ટૂંક સમયમાં રસોઈ બની શકશે નહીં અને બઘાને જમાડી શકાશે નહીં, એમ મુમુક્ષુઓના કહેવાથી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અક્ષીણ મહાન ઋદ્ધિના બળે ભોજન સામગ્રીને વસ્ત્ર વડે ઢંકાવી બધાને જમાડવાનો આદેશ આપ્યો હતો. જેથી બઘા જમી રહ્યા પછી પણ ભોજન સામગ્રી વધી હતી. તે રિદ્ધિઓના પ્રકાર આ પ્રમાણે છે :
૧. આઠ રિદ્ધિઓ : (૧) બુદ્ધિ ઋદ્ધિ (જ્ઞાન વૃદ્ધિ), (૨) ચારણ ક્રિયા ઋદ્ધિ (જ્યાં ઇચ્છે ત્યાં ગમન કરવાની શક્તિ), (૩) વિક્રિયા ઋદ્ધિ (શરીરનાં નાના પ્રકારનાં રૂપ બનાવી લેવા તે), (૪) તપ ઋદ્ધિ (જેથી કઠિન તપ કરી શકાય તે), (૫) બલ ઋદ્ધિ (જેના વડે મન વચન કાયાનું બળ મનમાન્યું કરી શકાય), (૬) ઔષધિ ઋદ્ધિ (જેનો પરસેવો અથવા શરીરની હવા સ્પર્શવાથી લોકોના રોગ દૂર થઈ જાય તે), (૭) રસ ઋદ્ધિ (જેના બળથી લખું સૂકું ભોજન પણ રસમય અને પૌષ્ટિક થઈ જાય) (૮) અક્ષીણ મહાન ઋદ્ધિ (જેના પ્રભાવથી ભોજન સામગ્રી અથવા સ્થાન વધી જાય.)” નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૬૫)
અષ્ટ મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે છે :૧. મહિમા સિદ્ધિ - કહેતા શરીરાદિકને મેરુપર્વત કરતાં પણ મોટાં કરવાની શક્તિ. ૨. લઘિમા - કહેતા શરીરાદિકને વાયુ કરતાં પણ લઘુ કરવાની શક્તિ. ૩. ગરિમા :- કહેતા શરીરાદિકને ઇન્દ્રના વજ થકી પણ અત્યંત ભારે કરવાની શક્તિ. ૪. પ્રાપ્તિ - કહેતા ભૂમિએ રહ્યાં છતાં અંગુલને મેરૂના શિખરે પહોંચાડવાની શક્તિ. ૫. પ્રાકામ્ય :- કહેતા પાણીને વિષે પણ પૃથ્વીની પેઠે ગમનાદિ કરવાની શક્તિ. ૬. ઈશિતા :- કહેતા રૈલોક્ય રિદ્ધિકરણ તથા તીર્થકર, ચક્રવર્તી, ઇન્દ્રઆદિ રિદ્ધિ વિદુર્વાની શક્તિ.