________________
૨ ૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આત્માના અનુભવરસમાં સદા કેલી કરજો તથા હે ભાવમુનિ! પ્રથમ મેં તમારું જે ચિત્ત દુભાવ્યું તેની તમો મારા પ્રતિ ક્ષમા કરજો. ૩૩
વિકટ કાર્ય છેએક સમય પણ કેવળ અસંગ બની, ટકવું; ત્રિલોકને વશ કરવા કરતાં વધુ વિકટ છે સ્થિર થવું. એવા અસંગપણે ત્રિકાળ રહે પુરુષાર્થ વિશેષ ઘરી,
તે જયવંત મહાત્માઓની ઓળખાણ પડવી અઘરી. અર્થ :- એક સમય પણ કેવળ અસંગ બનીને સ્વરૂપમાં સ્થિર રહેવું તે ત્રણેય લોકને વશ કરવા કરતાં પણ વધુ વિકટ કાર્ય છે. એવા અસંગાણામાં પુરુષાર્થ વિશેષ આદરીને જે ત્રણે કાળ રહે છે, એવા કર્મોને હણી વિજય પામેલા મહાત્માઓની ઓળખાણ જગતમાં પડવી ઘણી દુર્લભ છે.
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવા સત્પરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” (વ.પૃ.૨૬૯) I[૩૪ો.
અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ જેટલો નિજ ભાવે નિવર્તવો તે ત્યાગ ગણે જિન, અસંગતા તેથી આવે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવથી અસંગતા વર્તે જેને,
અટળ અનુભવ સ્વરૃપ-લીનતા થયે મુક્ત દશા તેને. અર્થ - અન્ય પદાર્થ પ્રત્યે અનાદિથી થયેલો તાદાભ્ય અધ્યાસ એટલે એકમેક ભાવે થયેલો ગાઢ અભ્યાસ તે આત્મામાંથી નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તેથી જ અસંગતા જીવમાં આવે છે. “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી નિત્યાગ કહે છે.”(પૃ.૪૫૨)
જગતમાં રહેલા સર્વ દ્રવ્યો એટલે પદાર્થો પ્રત્યે જેને આસક્તિ નથી, કોઈપણ પ્રકારના ક્ષેત્ર પ્રત્યે જેને રાગ નથી, ગમે તેવો કાળ એટલે સમય હોય તો પણ જેને કોઈ બાધ નથી અથવા ગમે તેવા રાગદ્વેષના નિમિત્ત હોવા છતાં પણ જેના ભાવમાં કોઈ અંતર પડતો નથી, એવું અસંગપણું જેને વર્તે છે તેને આત્માનો અટલ અનુભવ થાય છે. અને સ્વસ્વરૂપમાં લીનતા થયે તે મહાત્મા જીવતા છતાં મુક્તદશાને પામે છે. “બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે.” (વ.પૃ.૬૦૪) //૩પા.
અબોલ, અપ્રતિબદ્ધ, અસંગ, વિકલ્પરહિત થઈ મુક્ત થતા; તે ભગવાન સમા સત્પરુષો આમ અસંગપદે ચઢતા; ત્રણે કાળમાં પોતાનો મૈં દેહાદિથી સંબંધ નથી,
એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન-મનથી. અર્થ - એવી મુક્તદશાને પામેલા પુરુષો અબોલ એટલે મૌન થાય છે. તેમને બોલવાનો ભાવ નહીં હોવાથી પરમાર્થે બોલતાં છતાં પણ તેઓ મૌન છે. અપ્રતિબદ્ધ એટલે સર્વ પ્રકારના પ્રતિબંઘથી તેઓ