________________
(૨૦) મહાત્માઓની અસંગતા
૨૪ ૫.
સત્સંગ-યોગ વિષે આરાઘન અવશ્ય આનું કર્યા જ કરો;
વિયોગમાં તો જવૅર જર્ફેર તે આરાઘન કદ ના વીસરો. અર્થ – તે પ્રવૃત્તિને સંકોચવા માટે મિથ્યાગ્રહને તજવો અને સ્વચ્છંદપણે વર્તવાનું મૂકી દેવું, તથા અનાદિનો શત્રુ એવો પ્રમાદ છે તેને છોડવો, તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવની આસક્તિ છે તેને ત્યાગી ઇન્દ્રિય વિજયી બનવું. પ્રવૃત્તિને સંકોચવા માટેનો ઇન્દ્રિય વિજય એ પ્રથમ મુખ્ય ઉપાય છે એમ સદા ધ્યાનમાં રાખવું. સત્સંગના યોગમાં તો આ ચાર બાબતોનું અવશ્ય આરાઘન કર્યા જ કરવું તથા સત્સંગના વિયોગમાં તો જરૂર જરૂરથી આનું આરાધન કર્યા જ રહેવું. એ વાતને કદી પણ વિસરવી નહીં.
તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાઘન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાઘન કર્યા જ કરવા;” (વ.પૃ.૪૭૦) //વશી
સુસંગ-પ્રસંગે ન્યૂનપણું જીંવનું દૂર થાય સુસંગ-બળે; સ્વાત્મબળ વિણ વિયોગમાં તો સાઘન અન્ય ન કોઈ મળે. નિજબળ પણ સત્સંગે પ્રાપ્ત થયેલા બોઘ ભણી ન વળે,
વર્તે નહિ જો બોઘ પ્રમાણે, તજે પ્રમાદ ન પળે પળે, અર્થ – સત્સંગના પ્રસંગમાં જીવનું પુરુષાર્થબળ ઓછું હોય તો સત્સંગના બળે તે જીવનું જૂનપણું દૂર થવા યોગ્ય છે. પણ સત્સંગના વિયોગમાં તો માત્ર એક પોતાનું સ્વઆત્મબળ જ સાધન છે. તે સિવાય બીજાં કોઈ તેને બળ આપનાર સાઘન નથી.
માટે સત્સંગના વિયોગમાં સત્સંગથી પ્રાપ્ત થયેલા બોઘને વિચારી પોતાનું બળ વાપરીને તે પ્રમાણે વર્તે નહીં, વર્તવામાં થતા પ્રમાદને પળે પળે છોડે નહીં, તો જીવનું કોઈ દિવસે પણ કલ્યાણ થાય નહીં.
કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાઘન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાઘન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોઘને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૪૭૦) //૧૮
તો કલ્યાણ ન કોઈ દિવસે થાય જીવનું કોઈ વડે,” આ શિખામણ અમૃત સરખી જીવ બૅલી ભવમાં રખડે. અસંગતાનો માર્ગ અનુપમ, અતિ સંક્ષેપે આમ કહ્યો;
સમકિત પામ્યા વિણ નહિ કદીયે અસંગતામાં કોઈ રહ્યો. અર્થ :- ઉપર પ્રમાણે સત્સંગના વિયોગમાં આત્મબળ પ્રગટાવે નહીં, તો કોઈ બીજા સાઘન વડે જીવનું કલ્યાણ કોઈ દિવસે પણ થાય નહીં. આ પરમકૃપાળુદેવે આપેલી અમૃત સરખી શિખામણ છે. તેને જો જીવ ભૂલી જશે તો ફરીથી અનંત સંસારમાં જ રખડ્યા કરશે. અસંગતા પ્રાપ્ત કરવાનો આ અનુપમ માર્ગ પરમકૃપાળુદેવે અતિ સંક્ષેપમાં આપણને ઉપર પ્રમાણે જણાવ્યો છે. સમકિત પામ્યા વગર કોઈ પણ જીવ કદીએ અસંગતામાં રહી શક્યો નથી. માટે પ્રથમ સત્પરુષની આજ્ઞાને અનુસરી સમકિત પામી અસંગતા પ્રાપ્ત કરવી એ જ જીવને શ્રેયરૂપ છે. “સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં