________________
૨૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘણી સાવઘાનીથી થાળી નૃપ-ચરણે ઍક નમન કરે,
“આપ કૃપાથી રહ્યો જીવતો” કહી શ્વાસ નિરાંતે ભરે. અર્થ - ભયથી ભરેલી શરત હોવા છતાં પણ મરણથી બચવાની બારી મળી ગઈ એમ જાણી તે તેમ કરવા તૈયાર થયો. તેલથી ભરેલા થાળને ઉપાડી આખા નગરના ચોરાશી ચૌટામાં ફરીને રાજા પાસે આવી ઘણી સાવધાનીથી થાળને રાજાના ચરણમાં મૂકીને કહેવા લાગ્યો કે મહારાજ ! આપની કૃપાએ જીવતો રહ્યો છું. એમ કહી નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં સુધી શ્વાસ અદ્ધર હતા કે જો ટીપું પડી ગયું તો મારું માથું કપાઈ જશે. ૨૬ાા
ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે: “આજ નથી મરનાર તમે; પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોઘ કરેલ અમે. નગર વિષે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિષે
કહો બધે ફરતાં શું જોયું? કયી ચીજ સુંદર અતિશે?” અર્થ - હવે ભરત મહારાજા સ્મિત એટલે સહજ મોટું મલકાવીને કહેવા લાગ્યા કે આજ તમે મરનાર નથી એ અમે પ્રથમ અવધિજ્ઞાનથી જાણીને શિખામણ આપવા માટે જ આ કૃત્રિમ ક્રોઘ કરેલ છે. તથા નગરમાં ઉત્સવની આજ્ઞા કરીને સૌ સ્થાનને શણગારવા જણાવેલ, તે બધામાંથી કહો તમે બધે ફરતા તેમાંથી શું શું જોયું? તેમાં કઈ ચીજ અતિ સુંદર છે? તે કહો. ૨શા.
વણિક કહેઃ “નથી મેં કંઈ દીઠું, જીવ હતો મુજ થાળ વિષે; કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાત ન અન્ય દીસે. મરણ તણો ભય ભારે માથે, ઊંચા શ્વાસે નગર ફર્યો,
ગમે તેમ કરી નજર ન ચૂક્યો; આપ કૃપાથી હું ઊગર્યો.” અર્થ - ત્યારે વણિક કહેવા લાગ્યો કે મહારાજ! મેં એમાંથી કંઈ જોયું નથી. મારો જીવ તો થાળમાં હતો. હું કોઈ પ્રકારે પણ જીવતો રહું એ વિના બીજી વાત મારા હૃદયમાં કાંઈપણ હતી નહીં. મારે માથે તો મરણનો ભય હતો, તેથી ઊંચા શ્વાસે હું તો આખું નગર ફર્યો છું. ગમે તેમ કરીને પણ થાળમાંથી હું નજર ચૂક્યો નહીં અને આપની કૃપાથી આજે હું ઊગરી ગયો છું, અર્થાત્ બચી ગયો છું. ૨૮
ભરત ચક્રવર્તી કહે, “ભાઈ, એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ-આનંદે ન ભળે; પણ મારે છે મરણ ટાળવાં ભવો અનંત તણાં હમણાં,
તો કહે કેમ નજર હું ચૂકું? રાજ્ય, રિદ્ધિ ને યુદ્ધ ઘણાં. અર્થ :- હવે ભરત ચક્રવર્તી કહેવા લાગ્યા કે ભાઈ, એક જ ભવનું તારું મરણ ટળે તેના માટે તું નજર ચૂક્યો નહીં અને ઉત્સવમાં થતા આનંદમાં તું ભૂલ્યો નહીં. જ્યારે મારે તો અનંતભવના મરણ આજ ભવમાં ટાળવાં છે. તો કહે હું કેમ નજર ચૂકું ? મારે તો અનેક રાજકાજ, રિદ્ધિ અને યુદ્ધ કરવા પડે છે. તેમાં હું ભાવપૂર્વક આત્મઉપયોગને લગાવું તો મારા જન્મમરણ કેમ ટળે? Il૨૯
2ષભદેવનું વચન નિરંતર મુજ મન માંહી રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે ઉદાસીનતા ઉર ઊભરે;