________________
૨૪૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કલ્યાણ સાધવા માટે ગોપવશો નહીં. “પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” (વ.પૃ.૪૭૦) ૧૪
સત્સંગતિ તે સન્દુરુષ છે; થઈ ઓળખ પણ જો ન રહે યોગ નિરંતર, તો સત્સંગે પ્રાપ્ત થયેલો બોઘ ચહે; પ્રત્યક્ષ સગુરુ તુલ્ય જાણ તે બોઘ વિચારે ફરી ફરી.
તે આરાધ્યે સમકિત ઊપજે; અપૂર્વ વાત આ ખરેખરી !” અર્થ :- સતુ એટલે આત્મા. એવો આત્મા જેને પ્રાપ્ત છે એવા પુરુષનો સંગ તે સત્સંગ છે. એવા સત્સંગનું કે એવા સત્પરુષનું ઓળખાણ થયા છતાં પણ તેનો યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી જે બોઘ પ્રાપ્ત થયો છે તે બોઘને પ્રત્યક્ષ સદગુરુ જ મને ઉપદેશ કરી રહ્યા છે એમ જાણીને વારંવાર વિચારવો તથા આરાઘવો અર્થાત્ તે પ્રમાણે વર્તવું. એ પ્રમાણે આરાઘન કરવાથી જીવને પૂર્વે કદી ઊપજ્યું નથી એવું અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે. આ ખરેખરી અદ્ભુત વાત છે, અર્થાત્ સપુરુષના પરોક્ષપણામાં પણ તે સત્પષની વીતરાગ મુદ્રાને કે તેમના વચનામૃતોને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી આરાઘન કરવાથી સમકિત પામી શકાય છે. ૧૨. “સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાઘનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૭૦) ૧૫ના
“જીંવે મુખ્યમાં મુખ્ય રાખવો અવશ્ય નિશ્ચય આ રીતે, માત્ર આત્મહિતાર્થે જીંવવું, કરવું તે પણ તે પ્રીતે; ઉદયબળે ત્રિયોગ-વર્તના થતી હોય તે ભલે થતી.
તો પણ યોગરહિત થવાને કરું ઘીમે ઘીમે કમતી. અર્થ - જીવે મુખ્યમાં મુખ્ય એવો નિશ્ચય અવશ્ય રાખવો કે મારે જે કંઈ પણ કરવું છે તે આત્માના હિત અર્થે જ ભક્તિભાવસહિત કરવું છે, અને તેને માટે જ જીવન જીવવું છે.
તે આત્મકલ્યાણનો લક્ષ ભૂલ્યા વગર કર્યોદયના બળથી મનવચનકાયારૂપ એ ત્રિયોગની પ્રવર્તન જેમ થતી હોય તેમ થવા દઈને પણ તે ત્રણેય યોગથી રહિત એવી અયોગી કેવળીની દશા પ્રાપ્ત કરવા માટે ઘીમે ઘીમે સર્વ પ્રવૃત્તિને ઘટાડતા ઘટાડતા તેનો સર્વથા અંત આણું. કેમકે સર્વ દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય એ જ છે. ૧૩. “જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે.” (વ.પૃ.૪૭૦) /૧૬ાા
તે માટે મિથ્યાગ્રહ તજવો, વળી સ્વચ્છેદ પ્રમાદ તજો, ઇન્દ્રિયના વિષયો જીંતવા, એ મુખ્ય ઉપાય સદા સમજો;