________________
૨૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સર્વ સલ્ફાસ્ત્રના વચનરૂપી ઉદધિ એટલે સમુદ્રનું જળ તે માત્ર અસંગતારૂપી હાથની અંજલિમાં જ સમાઈ જાય છે. માટે હે વિદ્વાનો આ અસંગતાના સ્વરૂપનો વિચાર કરો. કેમકે સર્વ શાસ્ત્રોનો સાર તે માત્ર અસંગપણું પામવું એ જ જણાય છે. ૫. “સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે.” (વ.પૃ.૪૬૯) જા.
વર્ણન પરમાણુથી માંડી ચૌદ રજુભર લોકતણું વળી શૈલેશીકરણ સુઘીની સર્વ ક્રિયાનું સફળપણું ગણાય, અસંગપણું જો આવે. તે અર્થે સૌ કોઈ કરો;
અસંગ લક્ષ ચૂંકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાં ન ફરો. અર્થ:- એક પરમાણુથી માંડીને ચૌદ રજુપ્રમાણ આ લોકનું વર્ણન કર્યું છે. તે તથા મેષોન્મેષથી માંડીને એટલે આંખના પલકારાના અસંખ્યાતમાં ભાગ માત્ર સમયની ક્રિયાથી માંડીને છેક ચૌદમાં ગુણસ્થાનની અંતિમ શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુઘીની સર્વ ક્રિયાનું વર્ણન ભગવંતે કર્યું છે. તે માત્ર આ અસંગતા પ્રાપ્ત કરવા અર્થે કર્યું છે. સર્વ ક્રિયાનું સફળપણું પણ આ અસંગતા આવે તો જ ગણાય છે. તે અસંગપણું પ્રાપ્ત કરવા અર્થે જ સર્વ ક્રિયા કરો. પણ અસંગતા પ્રાપ્ત કરવાનો લક્ષ ચૂકી જઈ જ્ઞાનાદિ કે તપાદિ ક્રિયા માત્ર કરી તેના ફળમાં ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ ન કરો. “એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.” (વ.પૃ.૪૬૯) //પા.
સર્વ ભાવથી અસંગતા થવી દુષ્કરમાં દુષ્કર કરણી, આલંબન વણ તેની સિદ્ધિ થવી દુષ્કર અત્યંત ગણી, શ્રી તીર્થકર તેથી બોઘે સત્સંગતિ ભવજળ તરવા,
અનુપમ આલંબન જગજીંવને સહજસ્વરૂપ-અસંગ થવા. અર્થ - સર્વ પરભાવથી છૂટવારૂપ અસંગપણું પામવું તે દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. માટે આલંબને એટલે કોઈ આઘાર વિના તેની સિદ્ધિ થવી તે અત્યંત દુષ્કર ગણી છે.
તેથી શ્રી તીર્થકર ભગવંતો ભવજળ તરવા માટે સત્સંગનો આશ્રય કરવા બોઘ આપે છે. તે જગતવાસી જીવને સહજસ્વરૂપમય અસંગદશા પ્રાપ્ત કરવામાં અનુપમ આલંબન છે. કેમકે તે સત્સંગ પણ એક પ્રકારનો સંગ હોવા છતાં આત્માને અસંગ બનાવે છે.
૬. “સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાઘન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આઘાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૬૯) ૬ાા.
સત્સંગતિ પણ ઘણી વાર ભવ ભમતાં જીંવને મળી ગઈ, એમ વદે વીતરાગ પ્રભુ, સત્સંગ-સફળતા નથી થઈ; કારણ કે સત્સંગ ઓળખી જાણ્યો નથી અતિ હિતકારી, પરમ સ્નેહથી નથી ઉપાસ્યો, પ્રાસ તકે મૂંઢતા ઘારી.