________________
૨ ૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આ ચૌદમા અયોગી ગુણસ્થાનમાં શૈલેશીકરણ એટલે મેરુપર્વત જેવી અડગ સમાધિ હોય છે. જ્યાં મનવચનકાયાના બઘા યોગ સ્થિર થાય છે. કેવળી ભગવંતને દેહ છોડતી વખતે એવી અડગ સમાધિ હોય છે. પાંચ હ્રસ્વ અક્ષર ઉપર કહ્યા તે બોલીએ તેટલો જ વખત તે અડગ સમાધિ રહે છે પછી સંપૂર્ણ કર્મોથી રહિત થયેલ આત્મા સિદ્ધ અવસ્થાને પામી લોકાત્તે જઈ સર્વકાળ સુખમાં બિરાજમાન થાય છે. II૧૦૩
શ્રાવણ સુદ સાતમ દિને, પ્રભુ પામ્યા નિર્વાણ;
શિવકલ્યાણક કાજ સૌ દેવ મળે તે સ્થાન. ૧૦૪ અર્થ –શ્રાવણ સુદ સાતમના દિવસે પ્રભુ પાર્શ્વનાથ સમેતશિખર ઉપર નિર્વાણ એટલે મોક્ષપદને પામ્યા. પ્રભુના મોક્ષકલ્યાણકને ઉજવવા માટે સર્વ દેવો તે સ્થાને આવી મળ્યા. ૧૦૪
દહનનક્રિયા-ભક્તિ કરી નિજ નિજ સ્થાને જાય,
સુદર્શન, મૈત્રી, ક્ષમા, ગ્રહો સાર સુખદાય. ૧૦૫ અર્થ :- પ્રભુની ભક્તિભાવે દહનક્રિયા એટલે અગ્નિસંસ્કારની ક્રિયા કરીને સર્વ દેવો પોતપોતાને સ્થાને ગયા. માટે હે ભવ્યો! તમે પણ આ સંસારને છોડી મોક્ષપદને પામો. તેના અર્થે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરો તથા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો અને જે કર્મ ઉદયમાં આવે તેને સમતાએ ભોગવી લઈ ક્ષમાભાવને ઘારણ કરો. કેમકે જગતમાં આ ઉત્તમ ગુણો જ સારભૂત છે. જે પરિણામે આત્માને અનંત શાશ્વત સુખના આપનાર છે. ૧૦૫.
ભગવાન પાર્શ્વનાથ કેવળજ્ઞાન પામી સર્વથા અસંગ થયા. તે અસંગતા કોને કહેવાય? તો કે સર્વ પરભાવથી છૂટીને આત્માના સહજાત્મસ્વરૂપમાં રમણતા કરવી એ જ “મહાપુરુષોની અસંગતા' છે. તે અસંગતા પરમસુખરૂપ છે. તે કેમ પ્રાપ્ત થાય? તેના ઉપાય જેમાં બતાવવામાં આવ્યા છે તે આ પાઠ છે.
(૨૦) મહાત્માઓની અસંગતા (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ રાગ)
ને
, સહ કર્યા કરું
આ
વિષય-વિરેચરાજચંદ્ર ગુરુ હું
વંદન સદ્ગુરુપાદ-પદ્યમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકોર-ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ હું ય નિરંતર હૃદય ઘરું;
-વિરેચક વચનામૃત તુજ અંતર્ગોળ થવા ઊંચરું, એ
વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ ગુરુ ભગવંતના પાદ પદ્મ એટલે ચરણકમળમાં પુનિત એટલે પવિત્ર, નિર્મળ પ્રેમભાવ સહિત વંદન કર્યા કરું તથા ચકોર પક્ષીના ચિત્તમાં જેમ ચંદ્રમાનો વાસ છે તેમ હું પણ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને સદા મારા હૃદયમાં ઘારણ કરીને રાખું એવી મારી અભિલાષા છે.
પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિરેચન કરાવનાર એવા આપના વચનામૃતોને મારા અંતરઆત્માની