________________
૧૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- પોતાના ભાઈ કમઠ તાપસ થયો છે એવા સમાચાર સાંભળીને મંત્રી મરુભૂતિ રાજા પાસે જઈ વિનવવા લાગ્યો કે આપની આજ્ઞા હોય તો મારા ભાઈ તાપસના દર્શન કરવાની ઇચ્છા છે. મારા
રાજા કહે, “કરવો નહીં દુરાચારીનો સંગ;
દુષ્ટ તજે નહિ દુષ્ટતા, વેશ માત્ર બહિરંગ.” ૨૧ અર્થ - ત્યારે રાજાએ કહ્યું કે હે મરુભૂતિ! દુરાચારીનો કદી સંગ કરવો નહીં. કેમકે દુષ્ટ લોક કદી પણ દુષ્ટતાને છોડતા નથી. તેનો તાપસ વગેરેનો વેષ ઘરવો એ તો માત્ર બહારના રંગ છે; અંતરમાં એવો તપનો તેને કોઈ ભાવ નથી. ૨૧
ભ્રાત-મોહવશ ના ખળ્યો, વીનવે વારંવાર;
સજ્જન સરળ સ્વભાવથી કરે સ્નેહ, ઉપકાર. ૨૨ અર્થ - ભાઈના મોહવશ મરુભૂતિ રોક્યો રહ્યો નહીં, અને વારંવાર રાજાને વિનવવા લાગ્યો. કેમકે સરળ સ્વભાવી સજ્જનો હમેશાં સર્વ પ્રત્યે સ્નેહ અને ઉપકાર જ કરે છે. સારા
ચંદન છેદ ખમે છતાં કરે સુવાસિત ઘાર,
વળી દર્પણ ઉજ્વળ બને રાખ ઘસ્ય નિર્ધાર. ૨૩ અર્થ – જેમ ચંદનનું વૃક્ષ પોતાના ઉપર કરેલ ઘાને સહન કરી છેદનાર એવા કુહાડાને સુવાસિત જ કરે. અથવા દર્પણ ઉપર રાખ ઘસવાથી તે પણ પોતાની ઉજ્વળતાને જ પ્રગટ કરે છે. ૨૩ાા
હઠ કરી મંત્રી એકલો ગયો સહોદર પાસ;
કહે: “ક્ષમા કરજો, મુનિ, અપરાથી હું દાસ. ૨૪ અર્થ - તેમ હઠ કરીને મંત્રી અરુભૂતિ પોતાના સહોદર એટલે ભાઈ કમઠ પાસે એકલો ગયો. ત્યાં કમઠને કહેવા લાગ્યો કે હે મુનિ! મને ક્ષમા કરજો. હું અપરાથી છું, હું તમારો દાસ છું. રજા
રાયે મુજ માન્યું નહીં, તમને દીઘો ત્રાસ;
થનાર તે સૌ થઈ ગયું, તુમ વિણ રહું ઉદાસ. ૨૫ અર્થ - રાજાએ મારી વાત માની નહીં અને તમને રાજ્યમાંથી બહાર કાઢી ત્રાસ આપ્યો. જે થવાનું હતું તે થઈ ગયું. પણ હવે હું આપના વિના ઉદાસ રહું છું. //રપા
એમ કહી ચરણે નમે; દુષ્ટ લહી એ લાગ,
શિર પર શિલા ફેંકતો; થાય પ્રાણનો ત્યાગ. ૨૬ અર્થ - એમ કહીને મરુભૂતિ કમઠના ચરણમાં પડ્યો કે દુષ્ટ એવા કમઠે લાગ જોઈને તેના મસ્તક ઉપર હાથમાં રહેલી શિલા ફેંકી દીધી. તેથી મરુભૂતિના પ્રાણ ચાલ્યા ગયા. રજા
તાપસ મળી કાઢી મૂકે, થયો ચોર ભીલ-સંગ,
પકડાતાં પૂરો થયો, માર ખમી અત્યંત. ૨૭ અર્થ - તાપસે પણ મળીને અહીંથી કમઠને કાઢી મૂક્યો. તેથી તે હવે ભીલોનો સંગ કરીને ચોર થયો. તે એકવાર પકડાતાં અત્યંત માર ખમીને મરી ગયો. રશા