________________
૨૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વૃષભ-સ્વપ્નથી શ્રેષ્ઠ તે, સિંહ-સુફળ બળવાન;
*લક્ષ્મી-સ્નાન-ફળ સ્નાત્ર છે, સુરગિરિ પર સન્માન.” ૬૨ અર્થ - બીજા સ્વપ્નમાં વૃષભ એટલે ઉત્તમ બળદના દર્શન થવાથી આ સર્વમાં શ્રેષ્ઠ થશે. ત્રીજા સિંહ સ્વપ્નનું આ સલ્ફળ છે કે તે જંગલના રાજા સિંહ સમાન અતિ બળવાન થશે.
ચોથા સ્વપ્નમાં ઉત્તમ હાથી વડે સ્નાન કરાતી લક્ષ્મીદેવીના દર્શન થવાથી તેના ફળમાં તે પુત્રને જન્મતા જ સુરગિરિ એટલે સુવર્ણમય એવા મેરુપર્વત પર દેવો લઈ જઈ ક્ષીર સમુદ્રના જળવડે અભિષેક કરીને તેમની સ્નાત્રપૂજા કરશે, તથા તેમની ભાવપૂર્વક ભક્તિ કરીને બહુમાન કરશે. કરો
"બે માળા-ફળ સુણ સખી, દ્વિવિઘ ઘર્મ-ઉપદેશ;
શશી-સૂર્ય-દર્શન ફળે, શાંતિ-કાંતિ વિશેષ. ૬૩ અર્થ - બે ફૂલની માળાના પાંચમા સ્વપ્નમાં દર્શન થયા તેનું ફળ હે સુખની સહેલીરૂપ વામાદેવી તમે સાંભળો કે તે દ્વિવિઘ એટલે બે પ્રકારે ઘર્મનો ઉપદેશ કરશે. એક મુનિઘર્મનો અને બીજો શ્રાવક ઘર્મનો. છઠ્ઠા શશી એટલે ચંદ્રમાના સ્વપ્નના ફળમાં તે પુત્ર સર્વ જીવોને શાંતિનો આપનાર થશે. તથા સાતમા સ્વપ્નમાં સૂર્યના દર્શન થવાથી તે પુત્ર વિશેષ કાંતિવાન એટલે પ્રભાવશાળી થશે. I૬૩
મસ્ય-યુગલ-ફળ જાણ આ સકળ સુખની ખાણ;
કળશ-ફળ નિધિ પામશે, ૧૦સરથી લક્ષણવાન. ૬૪ અર્થ - મત્સ્ય યુગલ એટલે માછલાના જોડાના આઠમા સ્વપ્નમાં દર્શન થયા તેના ફળમાં એમ જાણો કે તે પુત્ર સર્વ સુખની ખાણરૂપ થશે.
નવમાં સ્વપ્નમાં ઉત્તમ કલશ દીઠો. તેના ફળમાં તે નિથિ એટલે ઉત્તમ ઘન-વૈભવને પામશે. દશમા સર એટલે સરોવરના સ્વપ્નથી તે ઉત્તમ લક્ષણવાન પુત્ર થશે. ૬૪
૧૧સાગર-ફળ ગંભીરતા, સિંહાસન જગરાય,
વિમાન-ફળ ગણ અમર-જીંવ તુજ કૈંખમાંહી સમાય. ૬૫ અર્થ - અગ્યારમા ક્ષીરસાગર સ્વપ્નના ફળમાં તે સાગર જેવો ગંભીર થશે. બારમા સિંહાસન સ્વપ્નના ફળમાં તે જગરાય એટલે જગતમાં રાજા થશે. તેરમા દેવવિમાન સ્વપ્નના ફળમાં એમ માનવું કે તે કૂખમાં આવેલ જીવ અમર એટલે દેવલોકમાંથી આવીને અવતરેલ છે. I૬પા
wઘરણીન્દ્ર-ગૃહ-દર્શને અવધિજ્ઞાન સહિત,
ઉપરત્નરાશિના સ્વપ્નથી ગુણગણ-રત્નજડિત. ૬૬ અર્થ – ઘરણેન્દ્રના ઘરના દર્શન ચૌદમા સ્વપ્ન થવાથી તે પુત્ર અવધિજ્ઞાન સહિત જન્મ લેશે. તથા પંદરમા રત્નરાશિના સ્વપ્નવડે તે ગુણોના સમૂહરૂપ રત્નોથી જડિત એવો પુત્ર જન્મશે. ૬૬ાા
અંગારા દીઠા થકી કર્મદહન ગુણ માન;
મુખથી ગજ પેઠો દીઠો તે જ પાર્શ્વ-ભગવાન.” ૬૭ અર્થ - સોળમા સ્વપ્નમાં અગ્નિશિખાના દર્શન થવાથી તે પુત્રમાં કમને દહન કરવાનો એટલે બાળવાનો મહાન ગુણ હશે. મુખમાંથી ગજ એટલે હાથીનો પ્રવેશ થતાં જોયો માટે તે જ પાર્શ્વનાથ ભગવાનનો જીવ છે.” I૬ના