________________
પ્રાવોધ-વિવેચન ભાગ-૧
૨૨૨
છે; પણ કદી માતાનું ધાવણ લેતા નથી. ।।૮।।
વગર શીષ્યે વિદ્યા બધી, કળા અનેક પ્રકાર, જાણે, માર્ગે સુખ મહા, પૂર્વ-કર્મ-અનુસાર, ૯૦
અર્થ – પ્રભુ પાર્શ્વકુમાર વગર શીષ્યે બધી વિદ્યાઓને, અનેક પ્રકારની કળાઓને જાણે છે. તથા પૂર્વકર્માનુસાર મહાન સુખને માણે છે; અર્થાત્ ઇન્દ્રિય સુખોની ભરમારમાં પણ આત્માના મહાન એવા નિર્દોષ સુખને અનુભવે છે. ।।૯।।
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા
ભાગ-૩
(દોહરા)
*
પુર્ણ જુવાની ખીલતાં પ્રભુતન શોભે એમ; શરદ પૂનમની ચાંદની નિર્મળ નભમાં જેમ, ૧
અર્થ :- પ્રભુ પાર્શ્વકુમારની પૂર્ણ યુવાની ખીલતાં પ્રભુના શરીરની શોભા એવી લાગતી હતી કે જાણે આકાશમાં શરદ પૂર્ણિમાના ચંદ્રમાની નિર્મળ ચાંદની ખીલી હોય તેમ જણાતું હતું. IIII
સોળ વર્ષના પ્રભુ થયું, અશ્વસેન ભૂપાળ, સ્ને-સલિલ ભીનાં વચન વડે પિતા પ્રેમાળ, ૨
અર્થ :– પ્રભુ સોળ વર્ષના થયા ત્યારે તેમના પિતાશ્રી અશ્વસેન રાજા સ્નેહરૂપી સલિલ એટલે પાણીથી ભીના એવા પ્રેમાળ વચન કહેવા લાગ્યા. ||૨||
“એક રાજકન્યા વરો, કરો ઉચિત વ્યવહાર;
વંશ-વેલ આગળ વધે, સુખ પામે પરિવાર. ૩
અર્થ :— કે પાર્શ્વકુમાર! એક રાજકન્યા સાથે પાન્નિગ્રહણ કરો અને જગતને ઉચિત એવો આ વ્યવહાર આદરો. જેથી વંશની વેલ આગળ વધે અને પરિવારના બધા સદસ્યો સુખી થાય. II૩ના નાભિરાજની આશ પણ પૂરી પ્રથમ અવતાર; તેમ અમારી કામના પૂરો, પાર્શ્વકુમાર.' ૪
:
અર્થ :– નાભિરાજાની આશને પણ પ્રથમ અવતાર શ્રી ઋષભદેવજી ભગવાને પૂરી કરી હતી. તેમ અમારી કામનાને પણ હે પાર્શ્વકુમાર! તમે પૂરી કરો. ।।૪।।
પિતાવચન સુણી પ્રભુ કહે વિનય સહિત તે વાર,
“ઋષભદેવ સમ હું નહીં આપ જ કરો વિચાર. ૫
અર્થ :– પિતાના વચન સાંભળીને તે સમયે જ વિનયપૂર્વક પ્રભુ કહેવા લાગ્યા કે હે પિતાજી! હું