________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨ ૨૧
મેરુ-શિખર પાંડુક શિલા અર્થચંદ્ર-આકાર,
હેમ સિંહાસન પર ઘરે પદ્માસન પ્રભુ સાર. ૮૨ અર્થ - મેરુ ગિરીના શિખર ઉપર અર્ધચંદ્રાકારે પાંડુક નામની એક શિલા છે. તે શિલા ઉપર આવેલ હેમ એટલે સોનાના સિંહાસન ઉપર સારભૂત એવા પ્રભુ પદ્માસને બિરાજ્યા. ૮૨ાા
ક્ષીર-સાગર-જળથી ભરી અમર કલશ લઈ જાય,
પ્રથમ ઇન્દ્ર ઘારા કરી ન્દવરાવે જિનરાય. ૮૩ અર્થ :- ક્ષીર સમુદ્રના જળથી ભરેલ કલશાઓને અમર એટલે દેવો લઈ જવા લાગ્યા. તે જળવડે પ્રથમ ઇન્દ્ર પ્રભુના શિર પર અભિષેક કરીને પ્રભુને નવરાવ્યા. ૮૩ના
નીલવર્ણા પ્રભુ-દેહ પર કલશ-નીરની ઘાર;
જાણે નીલગિરિ પર થતી વૃષ્ટિ અપરંપાર. ૮૪ અર્થ - નીલવર્ણ એટલે આસમાની વર્ણ વાલા પ્રભુના દેહ ઉપર પાણીના કલશાઓની પડતી ઘાર જાણે નીલગિરિ પર્વત ઉપર અપરંપાર વરસાદની વૃષ્ટિ થઈ રહી હોય એમ જણાયું. ૮૪
ગંથોદક સ્નાને પૅરી વિધિ કરી લૂછે કાય;
દિવ્ય વસ્ત્ર-ભૂષણ વડે શણગારે જિનરાય. ૮૫ અર્થ - ગંથોદક એટલે સુગંઘવાળા જળવડે પ્રભુની સ્નાનવિધિ પૂરી કરીને તેમની પરમ ઔદારિક કાયાને લૂંછી દિવ્ય વસ્ત્ર તથા આભૂષણવડે તેને શણગારવામાં આવી. II૮પા.
દેખી જન્મ-મહોત્સવ સુરપતિની પ્રભુપ્રીત,
બહુ સુર સત્રદ્ધા કરે, તર્જી શ્રદ્ધા વિપરીત. ૮૬ અર્થ - જન્મ મહોત્સવમાં ઇન્દ્રોની પ્રભુ પ્રત્યેની પ્રીત એટલે ભક્તિ જોઈને ઘણા દેવતાઓ સત્રદ્ધાવંત થયા અર્થાત્ પોતાની વિપરીત શ્રદ્ધાને તજી દઈ વ્યવહાર સમકિતઘારી થયા. ટકા
જય જય શબ્દ દેવ સૌ ગયા બનારસ પુર,
નૃપમંદિર પ્રભુને મેંકી, માતનીંદ કરી દૂર. ૮૭ અર્થ - જય હો, જય હો, પ્રભુ પાર્શ્વનાથની જય હો, એમ શબ્દોચ્ચાર કરતા કરતા સર્વ દેવો બનારસ નગરમાં ગયા. રાજમંદિરમાં પ્રભુને પધરાવી, માતાની અવસ્થાપિની નિદ્રાને હરી લીધી. II૮શા
ઉત્સવ ઊજવી દેવ સૌ જાતા નિજ નિજ સ્થાન;
રાજા પણ આનંદથી દેવા લાગ્યા દાન. ૮૮ અર્થ - ત્યાં પ્રભુનો જન્મોત્સવ ઉજવીને સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. રાજા અશ્વસેન પણ પુત્રના આનંદથી સર્વને દાન દેવા લાગ્યા. ૮૮ાા.
ઇન્દ્ર અમૃત મૂકીયું પ્રભુ-અંગૂઠે સાર,
પોષણ પામે તે ચૂંસી, ઘાવે નહીં કુમાર. ૮૯ અર્થ - ઇન્દ્ર પ્રભુના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. પ્રભુ પણ તે અંગૂઠો ચૂસીને પોષણ પામે