________________
૨૧૬
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
દેહભાવ ભૂલી આત્મમાં મગ્ન ઊભા મુનિરાયએક દિને ક્ષીરવન વિષે; સુણો, હવે શું થાય. ૪૮
અર્થ :— એક દિવસ ક્ષી૨વન નામના જંગલમાં દેહભાવને ભૂલી આત્મામાં મગ્ન બનીને મુનિયોમાં શ્રેષ્ઠ એવા આનંદમુનિ ધ્યાનમાં ઊભા છે. ત્યાં હવે શું થાય છે તે સાંભળો. ૫૪૮।। કમઠ જીવ મરી નરકથી ક્ષીરવને સિંહ થાય; પૂર્વ-ભવાંતર વેરથી મુનિને ફાડી ખાય. ૪૯
અર્થ :— કમઠનો જીવ નરકભૂમિમાંથી નિકળીને તે જ ક્ષીરવનમાં સિંહ બનીને ભ્રમણ કરે છે. ત્યાં મુનિને ધ્યાનમાં ઊભા જોઈ પૂર્વભવોના વેરભાવથી આનંદમુનિને ફાડીને ખાવા લાગ્યો. ।।૪૯।। પશુકૃત ઉપસર્ગો સહે ક્ષમાશૂર મુનિરાય,
મરણ સુધી ઘી ભાવ શુભ, આનત-સુરેન્દ્ર થાય. ૫૦
અર્થ :– સિંહ જેવા હિંસક પશુના કરેલ ઉપસર્ગોને ક્ષમામાં શૂરવીર એવા આ મુનિ મરણના અંત સુધી શુભભાવોને ધારણ કરીને સહન કરવા લાગ્યા. તેના પરિણામે સમાધિમરણ સાઘી નવમા આનત નામના દેવલોકમાં સુરેન્દ્ર એટલે દેવોના ઇન્દ્રરૂપે અવતર્યા. ॥૫૦।।
અવધિજ્ઞાને જાણિયું : “કર્યું હતું તપ ઘોર,
અશુભ કર્મ દંડ્યા હતાં ધર્મ-ધનિકના ચોર; ૫૧
અર્થ – ત્યાં અવધિજ્ઞાનથી સુરેન્દ્રે જાણ્યું કે મનુષ્યભવમાં ઘણું ઘોર તપ કર્યું હતું, તથા ઘર્મરૂપી ઘનને ઘારણ કરનાર ઘનિકોના ચોર એવા અશુભ કર્મોને ખૂબ દંડ્યા હતા. તેના પરિણામે આ ઇન્દ્રના વૈભવને હું પામ્યો છું. ॥૫॥
કષાય તછેં પાળ્યું હતું સુચારિત્ર નિર્દોષ, સમ્યગ્દર્શન સહ કર્યો જિન-આજ્ઞાનો પોષ. ૫૨
અર્થ :— ક્રોથાદિ કષાયભાવો તજીને નિર્દોષપણે સમ્યક્ચારિત્રની પ્રતિપાલના કરી હતી તથા સમ્યક્દર્શન સાથે જિનેશ્વરની આજ્ઞાને પોષણ આપ્યું હતું, અર્થાત્ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો હતો તેનું આ ફળ છે. ૫૨ા
એમ અનેક પ્રકારથી સેવ્યો ઘર્મ મહાન, દુર્ગતિ-પાત નિવારી તે દે સુરવૈભવ-દાન. ૫૩
અર્થ :– એમ અનેક પ્રકારથી મહાન એવા વીતરાગ પ્રરૂપિત આત્મધર્મને મેં સેવ્યો હતો. તે ધર્મના પ્રભાવે દુર્ગતિના પાપોને નિવારી હું આ દેવતાઈ વૈભવનું દાન પામ્યો છું. ।।૫૩॥
સમ્યગ્દર્શન નિર્મળું, માત્ર એક આધાર; વ્રત-તપ-યોગ્ય ન દેહ આ, જિનવર-ભક્તિ સાર.” ૫૪
અર્થ :— હવે અહીં આ દેવલોકમાં માત્ર મને એક નિર્મળ સમ્યગ્દર્શનનો જ આધાર છે. કેમકે વ્રત કે તપ કરવાને યોગ્ય આ દેહ નથી. દેવતાઓ ગતિ આશ્રિત વ્રત કે તપ કદી કરી શકતા નથી. માટે મારે તો હવે સારરૂપ એવી એક જિનેશ્વરની ભક્તિ જ કર્તવ્ય છે. ।।૫૪।।