________________
(૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧
૨ ૦ ૧
સુખમાં તે ખળી ના રહ્યો, ઘર્મ ઘરે ઉરમાંય,
યાત્રા, કલ્યાણક પૂંજા, ઘર્મ-શ્રવણ પ્રિય ત્યાંય. ૫૭ અર્થ - દેવલોકમાં પણ તે પાર્શ્વનાથ ભગવાનનો જીવ ઇન્દ્રિયસુખમાં મળી રહ્યો નહીં, પણ ઘર્મને હૃદયમાં ઘારી રાખીને તીર્થોની યાત્રા કે ભગવાનના કલ્યાણકમાં જાય છે. ત્યાં પ્રભુની પૂજા કરે છે તથા પ્રભુના મુખે ઘર્મશ્રવણ કરવું એ તેને પ્રિય લાગે છે. પલા
વિદેહમાં વિજયાર્થનો વિદ્યુતગતિ ભૂપાળ,
અગ્નિવેશકુમાર રૃપ થયો દેવ ચવ બાળ. ૫૮ અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાર્થ નામના પર્વત ઉપર વિદ્યાથરોનો રાજા વિદ્યુતગતિ રહે છે. ત્યાં ભગવાન પાર્શ્વનાથનો જીવ જે દેવરૂપે થયેલ છે તે સ્વર્ગમાંથી ચ્યવી અગ્નિવેગકુમાર નામે વિદ્યાઘર રાજાના પુત્રરૂપે જન્મ્યો. પટા.
ઉમ્મર સહ ભક્તિ અને ભલાઈ વઘતી જાય;
જ્ઞાની સાધુ-સંગથી જ્ઞાન-વિરાગી થાય. ૫૯ અર્થ :- તેમની ઉંમરની વૃદ્ધિ સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ તથા ભલાઈ પણ વઘતી ગઈ તથા જ્ઞાની સાધુપુરુષોના સંગથી તેને જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. /પલા
ઘરી મહાવ્રત મુનિ થયા, શાસ્ત્ર-નિપુણ પણ તેહ;
હિમગિરિની ગુફા વિષે ઘરે ધ્યાન વિદેહ. ૬૦ અર્થ – જેથી પંચમહાવ્રત ઘારણ કરીને મુનિ બન્યા. તથા શાસ્ત્રજ્ઞાનમાં પણ નિપુણતા મેળવી. એકવાર હિમગિરિ નામના પર્વતની ગુફામાં વિદેહ એટલે દેહભાન ભૂલીને તે ધ્યાનમાં લીન થયા. ૬૦ના
કમઠ જીવ નરકે જઈ દુઃખ સહી ચિર-કાળ,
અજગર હિમગિરિમાં થયો, દેહ અતિ વિકરાળ. ૬૧ અર્થ :- કમઠનો જીવ નરકે જઈ ચિરકાળ સુધી દુઃખ ભોગવીને આ હિમગિરિ પર અજગર થયો, જેનો દેહ અતિ વિકરાળ એટલે ભયંકર હતો.
પ્રેરિત કુસંસ્કારથી ગયો ગુફામાં કુર,
ગળે મુનિના દેહને; મુનિ સમભાવે શુર. ૬૨ અર્થ -પૂર્વના કુસંસ્કારથી પ્રેરાઈને ક્રુર એવો તે ગુફામાં ગયો. ત્યાં મુનિના શરીરને ગળી ગયો છતાં શૂરવીર એવા મુનિ તો સમભાવમાં જ સ્થિત રહ્યા. //૬રા
સ્વર્ગ સોળમે ઊપજ્યો મુનિર્જીવ પદેવ મહાન,
અવધિજ્ઞાને જાણિયું: સુખ નહિ ઘર્મ સમાન. ૬૩ અર્થ :- મુનિનો જીવ કાળધર્મ પામી સોળમાં દેવલોકમાં મહાન રિદ્ધિઘારી દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ અવધિજ્ઞાનથી જાણ્યું કે ઘર્મ સમાન જગતમાં કોઈ સુખી કરનાર નથી. ૬૩