________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨ ૧ ૧
નરકે ગયો. અને કૂતરાને વેશ્યાનું મડદું જોઈ ભૂખનું દુઃખ ઊભું થયું. ./૧૯ો.
સાધુ સ્વર્ગ વિષે ગયા, લહી ભાવ-ફળ જેમ;
તેમ અચેતન બિંબ પણ ફળ દે, ભાવે તેમ. ૨૦ અર્થ - તથા સાઘુ મુનિ મહારાજ ઉત્તમ ભાવ વડે સ્વર્ગના ભોગી થયા. જેમ આ મુનિ, વ્યસની અને કૂતરો, જડ એવા શબવડે ભાવ પ્રમાણે જુદા જુદા ફળના ભોક્તા થયા, તેમ અચેતન એવી પ્રતિમા પણ જીવોને પોતાના ભાવ પ્રમાણે ફળ આપનાર સિદ્ધ થાય છે. સારા
જેમ રત્નચિંતામણિ મનવાંછિત-દાતાર;
તેમ અચેતન બિંબ દે વણ માગ્યે ફળ સાર. ૨૧ અર્થ :- જેમ અચેતન એવો રત્નચિંતામણિ મનવાંછિત ફળનો દાતાર બને છે તેમ અચેતન એવી પ્રભુની પ્રતિમા પણ વગર માગ્યે જ સારરૂપ ફળને આપવામાં નિમિત્તભૂત બને છે. ૨૧
ઘર અભાવ પ્રતિમા પ્રતિ, નિંદા કરે અજાણ;
ત્રિલોકે ત્રિકાળમાં અઘમાઘમ તે જાણ.” ૨૨ અર્થ - મોક્ષના કારણસમી પ્રતિમા પ્રત્યે અભાવ આણીને જે અજ્ઞાની તેની નિંદા કરે તેને તું ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં અઘમમાં પણ અઘમ જાણ. એમ વિપુલમતિ મુનિ ભગવંતે આનંદરાજાને જણાવ્યું. ૨૨ાા.
ઇત્યાદિક ઉપદેશથી આવી ઉર પ્રતીતિ;
જિનપ્રતિમા–પૂજન વિષે રાય ઘરે દૃઢ પ્રીતિ. ૨૩ અર્થ - આવા અનેક ઉપદેશથી આનંદરાજાને પ્રતિમા પ્રત્યે હૃદયમાં સત્ય પ્રતીતિ આવી કે પ્રભુ પ્રતિમાનું વિધાન શાસ્ત્રોક્ત છે. તેથી જિનપ્રતિમાના પૂજન વિષે રાજાને દ્રઢ પ્રીતિ ઉત્પન્ન થઈ. //ર૩ો
એક દિન આનંદ નૃપ દેખે પળિયું એક,
ભોગ-ઉદાસીન ભાવ સહ કરે વિચાર-વિવેક- ૨૪ અર્થ :- એક દિવસ આનંદરાજા માથામાં એક સફેદ વાળ જોઈને પાંચ ઇન્દ્રિયોના ભોગો પ્રત્યે વિરક્તભાવવાળા થયા; અને આત્માના હિત અહિતના વિવેકપૂર્વક વિચાર કરવા લાગ્યા કે – સારા.
બાયકાળ કુંપળ સમી, યૌવન પાન સમાન,
પાકું પાન જરા-સમય, મરણ વાયરો માન. ૨૫ અર્થ - બાળકની કાયા તે તો ઝાડપાનના કુંપળ જેવી છે. યૌવન અવસ્થા પાન સમાન છે અને જરાવસ્થા તે પાકેલા પાન સમાન છે, કે જે ખરી જવાની તૈયારીમાં છે. તથા મરણ છે તે વાયરા સમાન છે. મરણરૂપ વાયરાનો ઝપાટો આવ્યો કે વૃદ્ધાવસ્થારૂપ પાકેલ પાન શીધ્ર ખરીને નીચે પડી જશે. એવી આ દેહની ક્ષણિકતા છે. ગરપા
કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઈ, બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઈ- ૨૬