________________
૨ ૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - કોઈક જીવ ગર્ભમાં આવીને મરી જાય છે, કોઈ જન્મ સમયે મરણ પામે છે. કોઈ બાળપણમાં મરે છે અને વળી કોઈ તો યુવાવસ્થામાં જ મરણ પામી જાય છે. રા.
નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય,
એક નિયમ નક્કી ખરો-જન્મે તે મરી જાય. ૨૭ અર્થ - આટલા વર્ષ ચોક્કસ જીવીશું એવો કોઈ નિયમ નથી. મરણ અચાનક થાય છે. પણ એક નિયમ ચોક્કસ છે કે જે જન્મે છે તે જરૂર મરી જાય છે. રક્ષા
ગિરિ નીચે નદ ઊતરે, તેમ ઍવન વહીં જાય;
ભોગમગ્ન ર્જીવ ઊંઘતો મરણ સમય પસ્તાય. ૨૮ અર્થ - જેમ પાણી પહાડ ઉપરથી નીચે ઊતરી નદીરૂપે સદા વહ્યા કરે છે. તેમ સમયે સમયે મનુષ્યનું જીવન પણ મૃત્યુ તરફ વહી રહ્યું છે, અર્થાત્ સમયે સમયે જીવન ઘટી રહ્યું છે. છતાં ભાગમાં મગ્ન બનેલો જીવ મોહનદ્રામાં ઊંધ્યા કરે છે અને મરણ સમયે પસ્તાય છે કે મેં કંઈ સારું કર્યું નહીં. રિટા.
પાર્ટી પહેલી પાળ જે બાંધે તે જ સુજાણ;
આત્મહિતમાં ઢીલ કરે, તે નર નહિ વિદ્વાન. ૨૯ અર્થ - પાણી આવતા પહેલાં જે પાળ બાંધી લે તે જ સુજાણ એટલે સમ્યક્રરીતે તત્ત્વનો જાણનાર છે. પણ જે આત્મહિતમાં ઢીલ કરે તે મનુષ્ય વિદ્વાન એટલે વિચક્ષણની કોટીમાં ગણાય નહીં. સંતપુરુષોએ કહ્યું છે કે –
“તારે માથે કોપિ રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે, જોતજોતામાં આયુષ્ય જાય રે, ઊંઘ તને કેમ આવે, પાણી પહેલાં બાંથી લે ને પાળ રે, ઊંઘ તને કેમ આવે, તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે” ૨૯ો. જીવન-જળ ઉલેચતી રાતદિવસ-ઘટમાળ,
સૂર્ય-ચંદ્ર બે બળદ જો, કાળરેંટ નિહાળ. ૩૦ અર્થ - જીવનરૂપી પાણીને રાતદિવસરૂપી ઘટમાળ ઉલેચી રહી છે. અર્થાતુ બહાર ફેંકી રહી છે. રેંટને ઘટ એટલે ઘડાની માળ હોય છે. તે કુવામાંથી પાણીને બહાર કાઢી ઉલેચે છે.
સૂર્ય એટલે દિવસ અને ચંદ્ર એટલે રાત. એમ રાતદિવસરૂપી બે બળદ વડે તે કાળરૂપી રેંટ સદા ફર્યા કરે છે અને તે જીવનરૂપી પાણીને રાતદિવસરૂપી ઘડાઓની માળ વડે બહાર ફેંક્યા કરે છે. અર્થાત્ સમયે સમયે જીવન ઓછું થતું જાય છે. માટે સમયસર આ અમૂલ્ય જીવનને તું આત્માર્થે ઉપયોગમાં લઈ લે, નહિં તો આખરે પસ્તાવું પડશે. ૩૦ાા.
ભૂપતિ, ઘનપતિ, સુરપતિ, સુંદર-ઝુંપ-અવતાર;
હાથી હોદ્દા છોડીને, સેનાપતિ મરનાર. ૩૧ અર્થ - હવે આનંદરાજા બાર ભાવનાઓને વિચારે છે :
૧. અનિત્યભાવના:- રાજા હો કે શેઠ હો, ઇન્દ્ર હો કે રૂપના અવતાર સમી સુંદરી હો, હાથી ઉપર સવારી કરનાર હો કે ઉચ્ચ હોદ્દાઓને પામેલા હો કે સેનાપતિ હો, સર્વને પોત પોતાનું આયુષ્ય પૂર્ણ થયે