________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨૦૯
અર્થ - એકવાર આનંદરાજા વિપુલમતિ નામના મુનિરાજને કહે છે કે મારા મનમાં એક સંશય થયો છે, તે આપની કૃપાથી જાય એમ છે. પા.
પ્રતિમા પથ્થર આદિની, પ્રગટ અચેતન આપ;
પૂજક-નિંદકને મળે કેમ પુણ્ય કે પાપ?” અર્થ - પથ્થર આદિની ભગવાનની પ્રતિમા તે પ્રગટ અચેતન એટલે જડરૂપ જણાય છે તો તેની પૂજા કરનારને કે તેની નિંદા કરનારને પુણ્ય કે પાપનું ફળ કેવી રીતે આપી શકે? Iકા
જ્ઞાની મુનિવર બોલિયાઃ “સમાઘાન સુણ, રાય;
શુંભ અશુભ ભાવો વડે પુણ્ય, પાપ બંઘાય. ૭ અર્થ - મુનિઓમાં શ્રેષ્ઠ એવા વિપુલમતિ જ્ઞાની ભગવંત બોલ્યા કે હે રાજા! તેનું સમાઘાન સાંભળ. શુભ અને અશુભ ભાવો વડે જીવ પુણ્ય કે પાપનો બંઘ પાડે છે. આવા
પુષ્પ-રંગના યોગથી સ્ફટિક કાંતિ બદલાય,
તેમ નિમિત્તાઘીન નિજ ભાવો પણ પલટાય. ૮ અર્થ - જેમ રંગીન ફલનો સંયોગ થવાથી સ્ફટિક રત્નની કાંતિ પણ તે રંગવાળી જણાય છે તેમ નિમિત્તને આધીન પોતાના ભાવ પણ પલટાય છે. દા.
દ્વિવિઘ નિમિત્તો જાણિયે : અંતરંગ, બહિરંગ;
સત્ય વસે તેને ઉરે, જે સમજે સર્વાગ. ૯ અર્થ - નિમિત્તો બે પ્રકારના છે. અંતરંગ અને બહિરંગ. તેના હૃદયમાં સત્ય વસે છે કે જે સર્વાગે આ નિમિત્તાના સ્વરૂપને જાણે છે. તે જીવ બહિર્નિમિત્તો વડે અંતર્માત્માની શુદ્ધિ કરે છે. ગાલા
અંતરંગ-અર્થે ગણો બાહ્ય હેતુ-સમુદાય;
જેવા અંતરભાવ નિજ, તેવો બંઘ સદાય. ૧૦ અર્થ - અંતરના ભાવ સુધારવા માટે જ બાહ્ય નિમિત્તોના સાઘનો છે એમ જાણો. જેવા અંતરના ભાવ છે તેવો જ હમેશાં કર્મનો બંઘ પડે છે. ૧૦ના
વીતરાગ મુદ્રા નીરખ, સાંભરશે ભગવાન;
તે જ ભાવ કારણ સમજ મહા પુણ્યકર જાણ. ૧૧ અર્થ - વીતરાગ ભગવંતની મુદ્રાના દર્શન કરતાં ભગવાનના ગુણોનું સ્મરણ થશે. આવા શુભ નિમિત્તો વડે જે ભાવ થાય છે તે જ મહાપુણ્યના કરનાર જાણ. ||૧૧||
દર્પણવત્ ભગવાન છે, સુખ-દુખ-દાતા નાંહિ,
રાગદ્વેષ નહિ તેમને; સમજો એ ઉર માંહિ. ૧૨ અર્થ - ભગવાન તો દર્પણ સમાન રાગદ્વેષરહિત નિર્મળ છે. તેના જ્ઞાનરૂપી દર્પણમાં આખું વિશ્વ ઝળકે છે. તે ભગવંત કોઈને પણ સુખના કે દુઃખના દેનાર નથી. કારણ તેમનામાં રાગદ્વેષનો સર્વથા અભાવ છે. આ વાતને હૃદયમાં ખૂબ વિચારીને સમજો કે ભગવાન તો વીતરાગ છે. [૧૨ાા