________________
૨ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કરનાર નથી. ત્યાં જીવ ક્ષણે ક્ષણે મરણને ઇચ્છે છે. પણ અકાલે ત્યાં મરણ થઈ શકતું નથી; આયુષ્ય પૂરું થયે જ મરણ નીપજે છે. ૧૦૪
દુઃખ નિરંતર ભોગવે, નહિ નિદ્રા નિરાંત;
તેનો લવ સ્વ-વશ સહે તો ર્જીવ લહે ભવાંત. ૧૦૫ અર્થ :- ત્યાં નરકમાં જીવ નિરંતર દુઃખ ભોગવે છે. તે દુઃખમાં તેને નિદ્રા નથી તેમજ ક્ષણ માત્ર પણ નિરાંત નથી. તે દુઃખનો લવ એટલે અંશ માત્ર પણ આ જીવ સ્વાધીનપણે આ ભવમાં સમભાવે ભોગવી લે તો તે જીવ આ દુઃખરૂપ સંસારના અંતને પામી જાય, અર્થાત્ મોક્ષને મેળવી લે. /૧૦૫/
(૧૮) પાર્ટ્સનાથ પરમાત્મા
ભાગ-૨ (દોહરા)
અયોધ્યા ઉત્તમ નગર ભરત ખંડમાં જાણ;
વજબાહુ નરપતિ મહા ઈક્વાકું-કુલ-ભાણ. ૧ અર્થ - ભરતખંડમાં ઉત્તમ એવી અયોધ્યાનગરી છે તેમાં ઈક્વાકું કુલમાં ભાણ એટલે સૂર્યસમાન વજબાહુ નામનો રાજા રાજ્ય કરતો હતો. લા.
પ્રભાકરી રાણી-ખે કુંવર યશનો કંદ,
રૈવેયક-સુર અવતરે, નામ ઘરે ‘આનંદ. ૨ અર્થ - તે રાજાની પ્રભાકરી નામની રાણીના કુખે યશનો કંદ એવો દેવ જે રૈવેયક વિમાનમાં હતો. તે ત્યાંથી ચવીને અવતર્યો. અહીં તેનું નામ આનંદ રાખવામાં આવ્યું. આ ભગવાન પાર્શ્વનાથનો જીવ છે. રા
યૌવનવય-સંપ વથી, મળ્યો સકળ સુખજોગ;
મહા-મંડળીક પદ ઘરે, પૂર્વ પુણ્યસંયોગ. ૩ અર્થ – તે કુમારની યૌવનવય અને સંપત્તિ વૃદ્ધિ પામી તથા ભૌતિક સર્વ સુખ સામગ્રીનો તેને યોગ મળી આવ્યો. હવે પૂર્વ પુણ્યના સંયોગથી તે મહા-મંડળીક રાજાની પદવીને પામ્યા. ૧૩
નૃપ આનંદ-પદે નમે રાજા આઠ હજાર,
નક્ષત્રો સમ નરપતિ શર્શ આનંદ વિચાર. ૪ અર્થ - આનંદરાજાના ચરણમાં આઠ હજાર રાજાઓ નમવા લાગ્યા. તારા નક્ષત્ર સમાન બીજા રાજાઓ મધ્યે આનંદ રાજા શશી એટલે ચંદ્રમા સમાન શોભાને પામ્યા. ૪
વિપુલમતિ મુનિને પૂંછે વંદી આનંદરાયઃ “સંશય મુજ મનમાં થયો, આપ-કૃપાથી જાય. ૫