________________
(૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧
૨૦ ૩
અર્થ - ક્ષેમકર નામના મુનિ ભગવંતનું આગમન સાંભળીને રાજાનું મન ઘણું હર્ષિત થયું. સગુરુક્તિના વેગથી એટલે અતિ ઉત્સાહથી તે રાજા મુનિ ભગવંતને વંદન કરવા ચાલ્યા. //૭૦ના
પ્રદક્ષિણા ત્રણ દઈ નમે ગુરુ-ચરણે ઘરી ભાવ,
વિનય સહિત બેસે સમીપ, ગણી સફળતા-દાવ. ૭૧ અર્થ – શ્રીગુરુને ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવપૂર્વક ગુરુના ચરણમાં નમન કર્યું. અને મારા જીવનને સફળ બનાવવાનો દાવ આવ્યો છે એમ જાણી વિનયસહિત તેમના સમીપમાં બેઠો. II૭૧ાા
ગુરુ-ઉપદેશ સુણી વધ્યો વજનાભિ-વૈરાગ્ય;
રમણી, રાજ્ય બઘાં નીરસ માને ભૂપ સુભાગ્ય. ૭૨ અર્થ - શ્રી ગુરુનો ઉપદેશ સાંભળી વજનાભિ ચક્રવર્તીનો વૈરાગ્યભાવ ઘણો વધી ગયો. તેથી સુભાગ્યવાન એવો રાજા તે રમણી, રાજ્ય આદિ સર્વને નીરસ માનવા લાગ્યો. ૧૭૨ાા
ભવ-તન-ભોગ-સ્વરૂપનો નરવર કરે વિચારઃ
“ભવાટવીમાં બહુ ભમ્યો, તોય ન પામ્યો પાર. ૭૩ અર્થ - હવે નરવર એટલે નરોમાં શ્રેષ્ઠ એવો ચક્રવર્તી રાજા ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને પાંચ ઇન્દ્રિયના ભોગના સ્વરૂપનો વિચાર કરવા લાગ્યો, કે અહો! હું સંસારરૂપી અટવી એટલે જંગલમાં ઘણો ભમ્યો તો પણ આ સંસારના પારને પામ્યો નહીં.
ત્રાહિ ત્રાહિ પોકારતો નરક વિષે બહુ વાર;
પશું પરાથી મૂઢ થઈ પામ્યો દુઃખ અપાર. ૭૪ અર્થ - ચક્રવર્તી રાજા ચારગતિરૂપ સંસારના દુઃખોનો હવે વિચાર કરે છે :
જ્યારે નરકગતિમાં જન્મ્યો ત્યારે દુઃખનો માર્યો ઘણીવાર “ત્રાહિ ત્રાહિ' એટલે મારી કોઈ રક્ષા કરો, રક્ષા કરો એમ પોકાર કરતો હતો. પશુયોનિમાં પણ જન્મ લઈ પરાધીન અવસ્થા ભોગવી મૂઢ થઈને અપાર દુઃખને હું પામ્યો. ૭૪
પરસંપત્તિ પેખીને ઝૂર્યા સુરગતિમાંય,
નરગતિનાં દુખ તો પ્રગટઃ ભવમાં સુખ નહિ ક્યાંય. ૭૫ અર્થ - દેવગતિમાં પણ પરની સંપત્તિ જોઈને ઈર્ષ્યા વડે ઘણો ઝુર્યો. તથા મનુષ્યગતિમાં ગર્ભ જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, રોગ, મરણાદિ દુઃખે તો પ્રત્યક્ષ જણાય છે. માટે ચારગતિરૂપ સંસારમાં ક્યાંય સુખ નથી. ૭૫ા.
પુણ્યાદ્રિ તીર્થકરો તજતા સુખસંયોગ,
ભવવાસે સુખ હોત તો સાઘત નહિ શિવયોગ. ૭૬ અર્થ - પુણ્યાદ્રિ એટલે પુણ્યના પર્વત જેવા તીર્થકર ભગવંતો પણ આ સંસારમાં મળેલ દેવતાઈ સુખસંયોગનો ત્યાગ કરે છે. જો આ સંસારવારમાં સુખ હોત તો તે પણ મોક્ષની સાથે જોડાણ થાય એવા શિવયોગની સાધના કરતા નહીં. ૭૬ાા
તન અસ્થિર વૃણાજનક, તેમાં સાર ન કોય; સાગરભર જળથી શુઓ તોય પવિત્ર ન હોય. ૭૭