________________
(૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧
૨ ૦ ૫
અર્થ - વિષઘર એટલે સર્પના વિષથી વધારે દુઃખદાયી એવા આ ભોગ છે. વિષ તો એક ભવ મારે પણ આ ભોગો તો ઘણા કાળ સુધી, ઘણા ભવો સુધી જીવને દુ:ખના આપનાર થાય છે. ઘર્મરૂપી રત્નને આ ભોગો હરી જાય છે અને તેની લાલચ-લાળ એટલે ભોગોની લાલસાને વિશેષ તે વધારી દે છે.
“વિષયરૂપ અંકૂરથી, ટળે જ્ઞાનને ધ્યાન;
લેશ મદીરા પાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર ૮૩યા. જેમ જેમ મળતા રહે ભોગ ચોગ જે વ્હાય,
તેમ તેમ તૃષ્ણા વધે, અહિ-વિષ-લહરી વાય. ૮૪ અર્થ - જેમ જેમ જીવને ઇચ્છિત ભોગનો યોગ મળતો રહે તેમ તેમ વિશેષ મેળવવાની તૃષ્ણા પણ વધતી જાય છે. જેમ અહિ એટલે સર્પનું ઝેર શરીરમાં વધતું જાય તેમ તેમ તેના ઘેનની લહેરીઓ પણ વધતી જાય છે. ૮૪.
વંતૂરો પીનારને કંચન સર્વ જણાય,
તેમ મોહવશ જીવને ભોગ ભલા સમજાય. ૮૫ અર્થ - જેમ ઘતૂરો પીનારને બીજાં બધું પીળું સોના જેવું જણાય છે તેમ મોહને આધીન એવા જીવને ભોગ પણ ભલા એટલે સુખકર ભાસે છે. પા.
ચક્રવર્તી-પદ પાર્ટીને ભોગ વિષે ગરકાવ,
રહ્યો, તોય મન ના ઘરે જરાય તૃતિભાવ. ૮૬ અર્થ - હું ચક્રવર્તી પદ પામીને ભોગોમાં ચિરકાળ ગરકાવ થઈને રહ્યો. છતાં મન જરા પણ તૃતિને પામતું નથી. ૮૬ાા.
રાજસાજ બીજ પાપનું, પાય વેરસૃપ ઝેર,
વેશ્યા સમ લક્ષ્મી ચપળ, મોહરિપુનો કેર. ૮૭ અર્થ - આ રાજનો સાજ એટલે ઠાઠમાઠ તે પાપનું બીજ છે. તે બીજા સાથે શત્રુવટ બાંધીને વેરનું ઝેર વઘારે છે. આ લક્ષ્મી પણ વેશ્યા જેવી ચપળ છે, પુણ્યવંતની દાસી છે. પુણ્ય પરવાર્યું કે તે જતી રહે છે. આ બધો કેર એટલે જાલ્મ તે મોહરૂપી શત્રુનો જ છે. II૮૭ના
કેદ સમો ગૃહવાસ ગણ, પગ-બેડી નિજ નાર,
સ્વજન સિપાઈ સાચવે, સંકટરૃપ આહાર.૮૮ અર્થ - હે જીવ! હવે તું ગૃહવાસને કેદ સમાન જાણ. પોતાની સ્ત્રીને પગની બેડી સમાન જાણ. પુત્ર, સગાં, આદિ કુટુમ્બીજનોને સિપાહી સમાન જાણ કે જે તને સાચવીને એ કેદમાંથી બહાર નીકળવા દેતા નથી. અને તે કેદમાં પડ્યો પડ્યો તું ત્રિવિધ તાપરૂપ સંકટને ભોજનરૂપે સદા આરોગે છે. II૮૮ાા
સમ્યગ્દર્શન-જ્ઞાન-વૃત્ત, તપ આદિ છે સાર,
આ ભવ, પરભવ સુખ દે; બાકી સર્વ અસાર.”૮૯ અર્થ - સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આદિ પદાર્થો જ આ જગતમાં સારરૂપ છે. જે આ ભવ તેમજ પરભવમાં પણ સુખ આપનાર છે. તે સિવાય બાકી બધું અસાર છે. ૮૯ll