________________
૧ ૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દયા-ઘર્મ હજા વિદ્યમાન છે. “તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંત ઉપકાર છે. -ઉપદેશછાયા (વ.પૃ.૭૩૦)
ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન;
સર્વ પ્રકારે જિનનો બોઘ, દયા દયા નિર્મળ અવિરોઘ!”-મો.શિક્ષાપાઠ-૨ (વ.પૃ.૫૯) આ દયા ઘર્મના બોઘની યાદી સંસારમાં રહેલી એવી જીવની ક્રૂર પાંચ ઇન્દ્રિયોની વાસનાને પણ દૂર કરી દે એવી છે. ભગવાન મહાવીરનું આ શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે.
એઓનું આ ઘર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુથી પ્રવર્તશે એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે.” -મો.શિક્ષાપાઠ ૫૩ (વ.પૃ.૯૬) એકવીસ હજાર વર્ષના અંત સુધી ભગવાનનું આ શાસન મુમુક્ષ જીવને શરણ આપી મુક્તિમાર્ગે વાળશે. //પશા.
બહુ મતમતાંતર પછી થયા તે માર્ગમાં કળિકાળથી: મધ્યસ્થ જન નહિ આગ્રહી, લે સત્યની ખરી કાળજી, વિવેક-
વિચારે ઘરે મૂળ તત્ત્વ પર પ્રીતિ અતિ,
શીલવાન મુનિ પર ભાવ ઘરીને, મન દમે સ્વ-વિચારથી. ૫૮ અર્થ :- ભગવાન મહાવીરના ગયા પછી બહુ મતમતાંતર વીતરાગ માર્ગમાં પડી ગયા, તે આ કળિકાળનો પ્રભાવ છે. તેમાં મધ્યસ્થ આત્માર્થીજનો મતનો આગ્રહ રાખતા નથી. પણ સત્યની શોધ કરી તેની જ ખરી કાળજી રાખે છે, તથા વિવેકપૂર્વક વિચાર કરીને આત્મઘર્મના મૂળ તત્ત્વો ઉપર અત્યંત પ્રેમભાવ રાખે છે, તેમજ શીલવાન એવા આત્મજ્ઞાની મુનિઓ ઉપર સદુભાવ રાખીને, સ્વઆત્મવિચારથી પોતાના મનને દમે છે અર્થાત્ પોતાના મનને વશ કરે છે. //૫ટા.
ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા, તેમ હું પણ મારા શુદ્ધ સહજાન્મસ્વરૂપને પામવા માટે નીચે પ્રમાણે આ ત્રણ મનોરથને સેવું કે જેથી મારા આત્માનું પણ કલ્યાણ થાય.
“પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ઘાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન્ન.” -નિત્યક્રમ (પૃ.૨૭૪)
(૧૨) ત્રણ મનોરથ
| (ઇંદવછંદ) (રાગ-બેઠત રામ હિ, ઊઠત રામ હિ, બોલત રામ હિ, રામ રહ્યા હૈ.)
જે ગુરુ રાજ સમાધિરસે પરિપૂર્ણ સુખી પરમાતમ પોતે, સર્વ વિકલ્પ રહિત થયા, નહિ કોઈ મનોરથ આતમ-જ્યોતે;