________________
(૧૩) ચાર સુખશપ્યા
૧ ૨૯
દોડતી ફરે છે. તે સર્વનું મૂળ કારણ લોભ છે. પર પદાર્થની ઇચ્છા માત્ર કરવી તે સર્વ લોભ કષાયનું કારણ છે. જેમ જેમ ભૌતિક વસ્તુની જીવને પ્રાપ્તિ થાય છે તેમ તેમ અપાર એવો લોભ પણ વધતો જાય છે. II૧૬ાા
કીર્તિ-કનક-કાન્તા વિષે લોભતણો નિવાસ;
મોહ ઘટે જો તેહનો તો સંતોષ-વિકાસ. ૧૭ અર્થ :- જીવને અનાદિથી કીર્તિ, ઘન કે સ્ત્રી મેળવવાનો લોભ વિશેષ છે. આ ત્રણ વસ્તુનો જો મોહ ઓછો થાય તો સંતોષભાવ વૃદ્ધિ પામે એમ છે. ||૧ળા.
વારંવાર વિચારથી લોભ-લૂંટ સમજાય;
તુચ્છ લોભના યોગથી આત્મા પામર થાય. ૧૮ અર્થ:- વારંવાર વિચાર કરવાથી આ લોભ કષાય મારા આત્મઘનને લૂંટી રહ્યો છે એમ સમજાય છે. સંસારની નાશવંત એવી તુચ્છ વસ્તુઓનો લોભ કરવાથી આત્મા પામરપણું ભજે છે, અર્થાત્ તુચ્છ વસ્તુઓ મેળવવા માટે ગમે તેવા કામ કરવા તે તૈયાર થઈ જાય છે. ૧૮
વા-વંટોળ તૃણ ઊંડે, તેમ જ જીવ તણાય;
લોભ-થોભ જેણે કર્યો તે સૌ સુખી જણાય. ૧૯ અર્થ - હવાનો વંટોળો આવે તેમ તણખલા ઉડે તેમજ જીવ પણ લોભ કષાયમાં તણાઈ જાય છે. જેણે લોભનો થોભ કર્યો તે સૌ જીવ જગતમાં સુખી જણાય છે. “સંતોષી નર સદા સુખી.” II૧૯ના
નિલભી સદગુરુતણા સેવો પ્રેમે પાય;
તો સંતોષ ઉરે વસે એ જ અચૂક ઉપાય. ૨૦. અર્થ - નિલભી એવા સદગુરુ ભગવંતના ચરણકમળની પ્રેમપૂર્વક સેવા કરો અર્થાત તેમની આજ્ઞા ઉપાસો તો સંતોષભાવ જરૂર હૃદયમાં આવી વસશે. લોભ કષાયને દૂર કરવાનો એ જ અચૂક ઉપાય છે. ૨૦ણા
(૩) વિષય વિષે વૃત્તિ ફરે એ જ અસંયમ જાણ,
બાહ્ય ત્યાગ પણ નટ-દશા, શું સાથે કલ્યાણ? ૨૧ અર્થ - હવે ત્રીજી સુખશય્યા સંયમ છે. તેના વિષે સમજાવે છે –
પાંચ ઇન્દ્રિયના શબ્દ, રૂપ, રસ, ગંઘ, સ્પર્શ વિષયોમાં જીવની વૃત્તિ ફર્યા કરે એ જ અસંયમ છે એમ તું જાણ. મનના એવા અસંયમ પરિણામ હોવા છતાં બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી જગતને સાઘુ કહેવરાવવું તે નાટક કરનાર નટની સ્થિતિ જેવું છે. જેમ નટ રાજા બને પણ તે રૂપ તે નથી તેમ “વેષ ઘર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય.” અથવા “ઉપર વેષ અચ્છો બન્યો, માંહે મોહ ભરપૂરજી.” એવા જીવો આત્માનું કલ્યાણ શું સાધી શકે?
“ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી,
ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના.” -નિષ્કુલાનંદ૨૧ાા