________________
૧ ૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વીર બનીને જો સહે સર્વ પ્રકારે દુઃખ,
કાળે કરી દુઃખ સૌ ટળેસમતા અંતર્મુખ. ૩૪ અર્થ - વીર બની આવેલ સર્વ પ્રકારના દુઃખને ઘીરજ રાખી જે સમભાવે સહન કરે તેના સર્વ પ્રકારના દુઃખ કાળે કરી નાશ પામે છે. કેમકે અંતર્માત્માને સુખ આપનાર સાચી સમતા જ છે. [૩૪
ભૂખ-રોગ-દુખ બહુ સહે નહિ શત્રુ દેખાય,
દુખ દેનારા જો દીસે તો નહિ દુઃખ ખમાય.” ૩૫ અર્થ:- ભૂખ અને રોગના દુઃખને આ જીવ બહુ સહન કરે છે, પણ તે દુઃખ આપનાર કર્મરૂપી શત્રુ તેને નજર સમક્ષ દેખાતાં નથી, તેથી શું કરે? પણ જો તે દુઃખ આપનાર શત્રુ નજર સમક્ષ દેખાય તો તે દુઃખ તેનાથી ખમાય નહીં; અને ઘીરજ મૂકી શત્રની સામે થાય. ૩પા
બાહ્ય નિમિત્ત જ માનતાં કર્મ તરફ નહિ લક્ષ;
લડે બાહ્ય નિમિત્ત સહ, દુખ વેદે પ્રત્યક્ષ. ૩૬ અર્થ :- આ જીવ બાહ્ય નિમિત્તને જ દુઃખનું કારણ માને છે. પણ તેનું મૂળ કારણ તો કર્મ છે. છતાં તેના તરફ જીવનો લક્ષ નથી. બાહ્ય નિમિત્તકારણ સાથે આ જીવ લડવા મંડી પડે છે અને તેનું પ્રત્યક્ષ ફળ દુઃખ વેદે છે. ૩૬ાા
વિરલા સહન કરે વચન, ઊંડું ઊતરી જાય;
ઘા ઝુંઝાયે શસ્ત્રનો વચન-ઘા ન રુઝાય. ૩૭ અર્થ :- વીરલા જીવો જ કડવું વચન સહન કરે છે. “ઘીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે.” (ઉ.પૃ.૧૦૭)
જેને ઘીરજ નથી તેને કડવું વચન હૃદયમાં ઊંડું ઊતરી જાય છે. શાસ્ત્રનો ઘા રુઝાય પણ કડવા વચનનો પડેલ ઘા તે હદયમાં રુઝાતો નથી. ૩શા.
મન, મોતી ને કાચ એ તૂટ્યાં નહિ સંથાય;
સંત-સમજ સવળું કરે, અરિ પણ મિત્ર મનાય. ૩૮ અર્થ - મન, મોતી ને કાચ એ જો તૂટી ગયા તો ફરી સંઘાય નહીં. માટે ઘીરજ રાખી આવેલ દુઃખને સહન કરવાની ટેવ પાડવી. પણ કોઈને પોતાનો શત્રુ માનવો નહીં.
સંતપુરુષોની સમજ સાચી હોવાથી તે સદા અવળાનું પણ સવળું કરે છે, જેથી તેમનાથી શત્રુભાવ રાખનાર પ્રત્યે પણ તેમને તો મિત્ર ભાવ જ છે. (૩૮
અંતર લાખો ગાઉનું નભનયાને ય કપાય,
ગાન વિલાયતમાં થતાં અહીં બેઠાં ય સુણાય. ૩૯ અર્થ - વર્તમાનકાળમાં લાખો ગાઉનું અંતર હોય તો પણ નભચાન એટલે આકાશમાં ઉડતા વિમાન વડે કપાઈ જાય છે અથવા વિલાયતમાં થતાં ગાયન પણ અહીં બેઠા સાંભળી શકાય છે. પુદ્ગલની એવી શક્તિઓને બહાર લાવવામાં જીવનો તે વિજય ગણાય છે. એ બધા કામ ઘીરજ રાખવાથી થાય છે. ૩૯ાા