________________
૧૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- સૌ સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવો બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે. એમ જો ગણીએ તો પાંચ સ્થાવરના જ દસ ભેદ થાય છે. અને સાથે બીજા બઘા ત્રાસ જીવોને ગણતા કુલ અગિયાર ભેદ સર્વ જીવોના થાય છે. સુજ્ઞ પુરુષો આ પ્રમાણે પણ જીવોના ભેદ જાણે છે. ૧૯
દશ સ્થાવર, પંચેન્દ્રી, વિકસેન્દ્રિય બાર એ;
સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રી જુદા જોતાં જ તેર તે. ૨૦ અર્થ – ઉપર પ્રમાણે સ્થાવર જીવોના બાદર અને સૂક્ષ્મ મળી દશ ભેદ તથા એક પંચેન્દ્રિયનો ભેદ તથા બીજો વિકલેન્દ્રિયનો ભેદ ગણતાં કુલ બાર ભેદ પણ જીવોના થાય છે. હવે ઉપર જણાવેલ પંચેન્દ્રિય જીવોના પણ બે ભેદ છે. તે સંજ્ઞી એટલે મન સહિત અને અસંજ્ઞી એટલે મનરહિત પંચેન્દ્રિય તે બે ભેદોને જુદા પાડતા, જીવોના બાર ભેદને બદલે તેર ભેદ થાય છે. સારા
સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિ, વિકલેન્દ્રી ત્રણે વળી,
સૂક્ષ્મ, બાદર એકેન્દ્રી : ભેદો સાત બઘા મળી. ૨૧ અર્થ :- હવે જીવોના ચૌદ ભેદ બતાવે છે :- સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ બે ભેદ તથા બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા વિકલેન્દ્રિયના ત્રણ ભેદ તેમજ એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર મળી બે ભેદ, એમ બધા મળીને કુલ સાત ભેદ થયા. ૨૧ાા
સૌ પર્યા, અપર્યાપ્ત ચૌદે જીવ-સમાસ એ;
ચોરાશી લાખ જાતિના સંસારી જીવ-વાસ છે - ૨૨ અર્થ - તે સાતેય ભેદના જીવોમાં કેટલાક પર્યાપ્ત છે. અને કેટલાક અપર્યાપ્ત જીવો પણ છે. માટે સાતેય પ્રકારના જીવોને બમણા કરતાં કુલ જીવોના ચૌદ ભેદ થયા. એમ ચૌદ પ્રકારે જીવ સમાસ અર્થાતુ સમૂહ ગણાય છે. હવે સંસારી જીવોના બધા મળીને કુલ ચોરાશી લાખ જાતિના વાસ છે. અર્થાત્ રહેવાના સ્થાન છે. તેના પ્રકાર નીચે જણાવે છે. |રરા
પૃથ્વીકાય, જળકાય, અગ્નિ ને વાયુકાયની,
નિત્ય, ઇતર નિગોદે, સાઘારણ હરિતની- ૨૩ અર્થ :- પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વાયુકાયના તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદમાં રહેલ સાઘારણ હરિત એટલે સાધારણ વનસ્પતિકાયના જીવોની હવે વાત કરે છે. રિયા
જાતિ દરેકની સાત લાખ, આગમમાં ગણી;
ને દશ લાખ પ્રત્યેક વનસ્પતિ-તને ભણી. ૨૪ અર્થ :- ઉપરોક્ત દરેક પ્રકારના જીવોની સાત સાત લાખ જાતિ છે. અર્થાત્ પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદમાં રહેલ સાઘારણ વનસ્પતિકાયના જીવો, એ દરેકની સાત સાત લાખ જાતિ આગમમાં કહેલી છે. તેમાંથી નિત્યનિગોદની સાત લાખ જાતિ અને ઇતરનિગોદની સાત લાખ જાતિ મળીને ચૌદ લાખ સાઘારણ વનસ્પતિકાય પણ તેને કહેવાય છે.
તથા પ્રત્યેક વનસ્પતિકાયના જીવોની દશ લાખ જાતિ આગમમાં જણાવી છે. ૨૪