________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
૧૪૧
(૧૧) ભવ્ય બે - ભવ્ય અને અભવ્ય. (૧૨) સમ્યકત્વ છ :- ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર. (૧૩) સંજ્ઞી બે :- મન સહિત તે સંજ્ઞી, મન રહિત તે અસંજ્ઞી. (૧૪) આહાર બે - આહાર, અનાહાર. સામાન્ય દ્રષ્ટિથી આ ચૌદ માર્ગણાઓ એક સાથે દરેક પ્રાણીમાં મળી આવે છે.
જાણને વિરતિ સાથે, અસંસારી થવા મથે,
તેને સુજ્ઞ, સુપંડિત સર્વ જ્ઞાનીજનો કર્થ. ૩૪ અર્થ - ઉપર પ્રમાણે ચોરાશી લાખ જીવ યોનિમાં ઘણું દુઃખ છે એમ જાણીને જે વિરતિ સાથે છે અર્થાત્ સંસાર ત્યાગ કરવા પ્રયત્નશીલ છે, તેમજ ભાવથી અસંસારી થવા જે મથે છે તેને સર્વ જ્ઞાની પુરુષો સુજ્ઞ એટલે સમ્યકતત્ત્વને જાણવાવાળો અને સુપંડિત એટલે ખરો વિદ્વાન કહે છે. ૩૪
સત્સંગે સવિચારે જે આજ્ઞા સદ્ગુરુની વહે,
સુખે સુખે સદા આત્મા ઉન્નતિપથને લહે. ૩૫ અર્થ :- સત્સંગમાં રહી સર્વિચાર કરીને જે સદ્ગુરુની આજ્ઞાને ઉઠાવે છે, તેનો આત્મા સુખે સુખે સદા ઉન્નતિપથ પર આરુઢ થઈ આગળ વધ્યા કરે છે. (૩૫ા.
વાંચી સન્શાસ્ત્ર અભ્યાસે વૈરાગ્ય, ત્યાગ કેળવે,
દેહ-મોહ મટાડે તે મોક્ષનાં સુખ મેળવે. ૩૬ અર્થ :- જે અભ્યાસપૂર્વક સાસ્ત્રને વાંચી, વૈરાગ્ય અને અંતરત્યાગના લક્ષપૂર્વક બાહ્યત્યાગને કેળવે છે તથા દેહ પ્રત્યેના મોહને મટાડે છે તે ભવ્યાત્મા મોક્ષના શાશ્વત સુખને પામે છે. ૩૬
આત્મલક્ષ-અપેક્ષાએ ભેદ છે ત્રણ જીવના:
આત્મહિતતણું કાંઈ એકને કશું ભાન ના. ૩૭ અર્થ - આત્મલક્ષની અપેક્ષાએ જોતાં જગતમાં જીવોના ત્રણ ભેદ છે. તેમાં પહેલા પ્રકારના જીવોને તો આત્મહિત કરવાનું કાંઈ પણ ભાન નથી. તે તો સ્ત્રી, પુત્ર, ઘનાદિમાં તદાકાર થઈને જીવન વ્યતીત કરે છે. “દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. (૧) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોઘથી દોષ કરે છે, તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાથીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપનો સાક્ષી છે એવો બોઘસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે.” (વ.પૃ.૨૯૪) ૩ળા
મન વિના શું વિચારે? મનવાળા ય મોહમાં તણાતા કર્મના પૂરે, તલ્લીન દેહ-મોહમાં. ૩૮