________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૬૫
દર્શનભ્રષ્ટની સંગતિ ત્યાગવી એ મનમાં ગણ ત્રીજીં સુશ્રદ્ધા,
*અન્ય-મતાગ્રહીં-સંગતિ ત્યાગવી ચોથ સુરક્ષક શુદ્ધ પ્રસિદ્ધી. અર્થ - સમકિત એટલે સમ્યગ્દર્શનના ૬૭ બોલ અર્થાત્ તેના ભેદ છે, તેમાંથી પ્રથમ સદુહણા એટલે શ્રદ્ધાના ચાર ભેદનું સ્વરૂપ જણાવે છે :
જીવ અજીવ વગેરે તત્ત્વોને ગુરુગમપૂર્વક સમજીને ચિત્તમાં તેનું નિરંતર ચિંતવન કરવું તે પ્રથમ સતુ શ્રદ્ધા નામનો ભેદ છે. એ વિષે અભયકુમારનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે :
અભયકુમારનું દ્રષ્ટાંત – જીવાદિ તત્ત્વો ઉપર દ્રઢ શ્રદ્ધા. અભયકુમારને પરમાર્થ સંસ્તવ એટલે ઘર્મ પ્રત્યે બહુમાન નામની પ્રથમ શ્રદ્ધા હતી. મહાવીર ભગવાન રાજગૃહમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે અભયકુમાર ગયા. ત્યાં અત્યંત કૃશ થયેલા મહર્ષિને જોઈને અભયકુમારે ભગવાનને પૂછ્યું કે આ મહાત્મા કોણ છે? ત્યારે ભગવાને કહ્યું કે વીતભયપતનના રાજા ઉદયન છે. તેમણે અમારા ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી છે. આ છેલ્લા રાજર્ષિ છે. તે સાંભળી અભયકુમારને થયું કે જો હું રાજા થઈશ, તો દીક્ષા નહીં લઈ શકું. માટે મારે તો હવે શીધ્ર દીક્ષા લેવી છે. તેથી પિતાશ્રી શ્રેણિકને પૂછવા ગયા. ત્યારે શ્રેણિકે કહ્યું હું તને કહ્યું કે તું અહીંથી જતો રહે ત્યારે દીક્ષા લેજે. એ પહેલા નહીં.
એક વખત શ્રેણિકરાજા કોઈ કારણસર અંતઃપુરને સળગાવાનું અભયકુમારને કહી ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. ત્યાં ભગવાનને પૂછે છે કે ચેલણા સતી છે ત્યારે ભગવાને કહ્યું કે તારી બધી રાણીઓ સતી છે. તેથી અભયકુમારને પાછો ના પાડવા આવતા હતા, ત્યાં સામે જ અભયકુમાર મળ્યા. રાજાએ પૂછ્યું કે અંતઃપુર સળગાવી દીધું? અભયકુમારે કહ્યું હતું, મહારાજ. એ સાંભળીને શ્રેણિકે કહ્યું કે જા મારી નજર આગળથી જતો રહે, તેં એવું કામ વિચાર્યા વગર કેમ કર્યું? અભયકુમારે ઝટ જઈને ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. એમના અંતરમાં ભગવાને કહેલા જીવાદિ તત્ત્વો ઉપર નિરંતર ચિંતન અને દ્રઢ શ્રદ્ધા છે જેથી તેમને સંસાર દુઃખરૂપ જ લાગે છે. અંતરમાં કેવો વૈરાગ્ય ઝળહળી રહ્યો હશે કે તરત જ જઈને તેમણે દીક્ષા લઈ લીધી. એ પરમાર્થ સંસ્તવ નામનો શ્રદ્ધાનો પહેલો ભેદ ગણાય છે. અભયકુમાર સમાધિમરણ સાથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતારૂપે અવતર્યા.
ગુણના રત્નરૂપ સમકિતી મુનિઓ છે એમ વિચારી તેમની શુશ્રષા એટલે સેવા કરવી તે બીજો શ્રદ્ધાનો ભેદ છે. તે સેવા તત્ત્વજ્ઞાનમાં પુષ્ટિ આપનારી છે. એ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે –
પુષ્પચૂલા સાધ્વીનું દ્રષ્ટાંત -- ગુરુ સેવાથી કેવળજ્ઞાન. જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીપુર નામના નગરમાં પુષ્પકેતુ નામે રાજા અને પુષ્પાવતી નામે રાણી હતી. તેણે પુષ્પચૂલ નામનો પુત્ર અને પુષ્પચૂલા નામની પુત્રીને એક સાથે જન્મ આપ્યો. બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ હોવાથી રાજાએ ભાઈબેનના જ લગ્ન કરી દીઘા. તે જોઈને રાણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તપશ્ચર્યા કરીને દેવલોકે ગઈ. ત્યાં પોતાના પુત્ર અને પુત્રીનો આવો વ્યવહાર જોઈને પુત્રીને વૈરાગ્ય પમાડવા માટે સ્વપ્નમાં નરકના દુઃખો તથા સ્વર્ગના સુખો બતાવ્યા. તેણીએ ભય પામીને રાજાને એની વાત કરી. રાજાએ અન્ય દર્શનીયોને પૂછવાથી તેનો સરખો ઉત્તર ન મળ્યો. તેથી અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેણે નરક તથા સ્વર્ગનું આબેહૂબ વર્ણન કર્યું. તેથી રાણીએ વૈરાગ્ય પામી પોતાના પતિ રાજાની આજ્ઞા લઈને આચાર્ય ભગવંત પાસે દીક્ષા લઈ લીધી. એકવાર દુષ્કાળને કારણે આચાર્ય ભગવંતે સર્વ શિષ્યોને બીજા દેશમાં