________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૬૩
મુનિની રક્ષા કરવા ત્યાં જ મંત્રીઓને થંભી દીઘા. રાજાને ખબર પડતાં ચારે મંત્રીઓને પોતાના નગરમાંથી કાઢી મૂક્યાં. હસ્તિનાપુરમાં રાજા પદ્મને ત્યાં જઈને ચારે મંત્રીઓ રહ્યાં. પદ્મ રાજાના રાજ્યમાં એક રાજા જીતાતો નહોતો. મંત્રીએ જીતી લીધો. તેથી વરદાન માંગવા કહ્યું. તેણે કહ્યું માગું ત્યારે આપજો. પછી અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓ સહિત હસ્તિનાપુરમાં આવ્યા જાણી મંત્રીએ ૭ દિવસ માટે રાજ લીધું અને મુનિઓને ઉપસર્ગ કરવા લાગ્યો. ત્યારે મુનિઓ તો ધ્યાનમાં લીન થઈ ગયા.
શ્રતસાગરાચાર્ય મિથિલા નગરીમાં હતા. તેમણે રાત્રિએ અવધિજ્ઞાનથી જાણી કહ્યું કે હસ્તિનાપુરમાં મુનિઓને ઉપસર્ગ થઈ રહ્યાં છે. તેથી એક ક્ષુલ્લક મુનિને કહ્યું કે એક પહાડ ઉપર વિષ્ણુ મુનિ છે તે વિક્રિય ઋદ્ધિવાળા છે એટલે કે તે પોતાના શરીરને મેરૂ પર્વત જેટલું મોટું કરી શકે અને નાનામાં નાનું પણ કરી શકે. તે આ ઉપસર્ગ દૂર કરી શકશે.
તે ક્ષુલ્લક ત્યાં જઈ વિષ્ણુમુનિને બધી વાત કરી. તેથી હસ્તિનાપુરમાં આવી વામનરૂપ લઈ બળી પાસે આવ્યા. બળીએ કહ્યું તને શું આપું? બ્રાહ્મણે કહ્યું મને ત્રણ ડગલાં પૃથ્વી આપો. બળી કહે વધારે માગો. તે કહે ત્રણ ડગલા જ આપો. પછી વિષ્ણુમુનિએ એક પગલું મેરૂ પર્વત ઉપર, બીજો પગ મોનુષોત્તર પર્વત ઉપર મૂક્યો. અને ત્રીજો પગલું બળીના પીઠ ઉપર મૂકી તેને દાબી દીધો. એમ મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો. એ વાત્સલ્ય અંગ છે. ચારે મંત્રીઓએ બઘા મુનિઓની માફી માગી. અને ચારે શ્રાવક બન્યા.
નિશ્ચયથી તો એ અંગસહિત સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે સદા અનુરાગ અર્થાત્ વાત્સલ્યભાવ રાખે છે. ૨૩મા.
જ્ઞાનની વૃદ્ધિૉપી રથ-આપૅઢ સમ્યવ્રુષ્ટિ મનોરથપંથે, આત્મપ્રભાવ વઘાર ફરે, ગુણ તે જ પ્રભાવન અષ્ટમ અંગે; નિશ્ચય સમ્યગ્દર્શનનાં ઘર આઠ સુઅંગ અરે! છંવ, નિત્ય,
તો શિવમાર્ગ સઘાય, ઘૂંટે સહુ કર્મ થકી બનીને કૃતકૃત્ય. અર્થ :- સમ્યજ્ઞાનની વૃદ્ધિ કરવારૂપ રથ ઉપર આરૂઢ થઈને સમ્યવૃષ્ટિ જીવ ત્રણ મનોરથના પંથે આગળ વધે છે. પરિગ્રહની મમતાનો ત્યાગ, પંચ મહાવ્રતને ઘારણ કરવા તથા અંતસમય આલોચના કરી સમાધિમરણ સાઘવાના ત્રણ મનોરથને ઉપાસે છે. એમ પોતાના આત્મગુણોના પ્રભાવને વઘારતા ફરે છે. એ ગુણ નિશ્ચયથી એમનું આઠમું પ્રભાવના અંગ છે. વ્યવહારથી જોતાં ઘર્મના અનુષ્ઠાનો વડે ઘર્મની પ્રભાવના કરવી તે પણ પ્રભાવના અંગ કહેવાય છે. તે પ્રભાવના અંગ ઉપર નીચે પ્રમાણે દ્રષ્ટાંત:
પ્રભાવના અંગ ઉપર ઉર્વિલા રાણીની કથા - મથુરામાં રાજા પૂતિગંઘ અને તેની રાણી ઉર્વિલાદેવી હતી. તે ઉર્વિલા રાણી સમ્યકદ્રષ્ટિ હતી. જિનર્મની પ્રભાવનામાં તે અતિરક્ત હતી. વર્ષમાં ત્રણવાર નંદીશ્વર અઠ્ઠાઈ વખતે જિનેન્દ્ર રથયાત્રા કાઢતી. એ જ નગરમાં એક શેઠની પુત્રી હતી. તેના માતાપિતા મૃત્યુ પામવાથી તે દરિદ્રા ફેંકી દીધેલા અન્ન ખાતી હતી. રસ્તે જતા મુનિએ કહ્યું આ બાપડી બહુ કષ્ટથી જીવે છે. ત્યારે બીજા મુનિએ કહ્યું કે એ તો અહિંના જ રાજાની પ્રિય પટ્ટરાણી થશે. આ વાત ઘર્મશ્રી નામના બૌદ્ધકવંદકે સાંભળી. તેણે વિચાર્યું કે મુનિ વચન અન્યથા હોય નહીં. તેથી તે બાલિકાને પોતાના મઠમાં લઈ ગયો. તેનું આહાર વગેરેથી શરીરનું પોષણ કરવા માંડ્યું. તે યૌવનવયમાં આવી ત્યારે એકવાર રાજાના જોવામાં આવી. રાજા તેના ઉપર મોહિત થયો. તેથી તે બૌદ્ધવંદકને વાત કરવામાં આવી. ત્યારે તેણે કહ્યું કે તમે બૌદ્ધઘર્મ સ્વીકારો તો આ કન્યા તમને પરણાવું, ત્યારે રાજાએ બૌદ્ધ ઘર્મ સ્વીકાર્યો.