________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૬૯
બીજી સ્ત્રીનું નામ ગુણસુંદરી હતું. તેને એક પુત્ર થયો. એક દિવસે ગુણસુંદરીની માતાએ ગુણસુંદરીને પૂછ્યું કે કેમ તને સુખ છે ને? ત્યારે તે બોલી કે શોક્ય ઉપર આપવાથી મને શું સુખ હોય? મારો પતિ તો શોક્યમાં જ આસક્ત છે. જ્યારે જયસેનાએ તો ઘરનો બધો ભાર એને જ સોંપી દીધો હતો. છતાં એના ઉપર એ ખોટો દ્વેષ રાખતી હતી. એક દિવસ ગુણસુંદરીની માતાએ યોગીને વશ કરીને જયસેનાને મારવાનો ઉપાય કર્યો. તેથી યોગીએ રાતના મરદામાં વેતાલનો પ્રવેશ કરાવીને કહ્યું કે જા જયસેનાને મારીને આવ. તે વેતાલ ગયો પણ જયસેના તો નિશ્ચલ ચિત્તે કાયોત્સર્ગમાં હતી. ઘર્મના પ્રભાવથી તે જયસેનાને મારી શક્યો નહીં, પણ તેને પ્રદક્ષિણા દઈને તે પાછો આવ્યો. યોગી ભયને લીઘે ભાગી ગયો. એમ ત્રણ દિવસ કર્યું પણ જયસેના તો ધ્યાનમાં જ સ્થિત હોય. ચોથે દિવસે યોગીએ કહ્યું કે જે દુષ્ટ હોય તેને મારીને આવજે. તેથી પ્રમાદી એવી ગુણસુંદરીને મારી નાખી. જયસેના મરી ગઈ હશે એમ ઘારીને ગુણસુંદરીની માતાએ ત્યાં આવીને જોયું તો પોતાની પુત્રીને જ મરેલી દીઠી. તેની ખબર રાજાને કરી તેથી રાજા જયસેનાને દરબારમાં લઈ ગયા. રાજાએ પૂછ્યું કે તેં ગુણસુંદરીને મારી છે? ત્યારે જયસેના કાંઈ બોલતી નથી. યોગી જ શાસનદેવીની પ્રેરણાથી રાજદરબારમાં આવ્યો અને જે રાતના બન્યું હતું તે કહી દીધું . જયસેના નિર્દોષ ઠરી. તેથી રાજાએ માનપૂર્વક તેને ઘેર મોકલી.
સ્યાદ્વાદઘર્મના વિચારમાં જ ચિત્ત રાખનારી તથા મિથ્યાદર્શન ઉપર કિંચિત પણ રાગ નહીં રાખનારી એવી જયસેના મનની શુદ્ધિથી અનુક્રમે અનંત સુખવાળું મોક્ષપદ પામશે.
આનંદશ્રાવકનું દ્રષ્ટાંત - આનંદ શ્રાવકને મનશુદ્ધિથી અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે ઉપર પહેલા સૌઘર્મ દેવલોક સુઘી અને નીચેની પહેલી નરક સુઘી તથા તિસ્તૃલોકમાં લવણ સમુદ્ર સુઘી તથા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશામાં પાંચસો યોજન સુધી અને ઉત્તર દિશામાં શુદ્ધ હિમાચલ સુધી સર્વ વસ્તુઓ જાએ છે. તે પણ મનશુદ્ધિનું જ કારણ છે.
બીજી વચન શુદ્ધિ. વાણી વડે ભગવાનના ગુણનું કીર્તન કરે. તથા ભગવાને જીવ અજીવાદિ તત્ત્વોનું જે પ્રમાણે સ્વરૂપ જણાવ્યું હોય તે પ્રમાણે જ વાણી વડે કહે, વિપરીત ન કહે તે વાણીની વિશુદ્ધિ છે. તે ઉપર દ્રષ્ટાંત –
કાલિકાચાર્યનું દ્રષ્ટાંત - નિર્ભયપણે સત્ય કહેવું. કાલિકાચાર્યનો ભાણેજ દત્ત નામે હતો. તુરમણિ ગામનો રાજા જિતશત્રુ નામે હતો. દત્તની ચાતુર્યતા જોઈને રાજાએ તેને પ્રઘાનપદ આપ્યું. પછી રાજ્યવર્ગને પોતાના કરી રાજાને પદ ભ્રષ્ટ કરી દીધો, અને પોતે રાજા થઈ બેઠો અને પશુઓને યજ્ઞમાં હોમી યજ્ઞ કરવા લાગ્યો.
એક વખત દત્તના રાજ્યમાં કાલિકાચાર્ય પધાર્યા. માતાના આગ્રહથી તે કાલિકાચાર્ય મામા થાય માટે તેમને વાંદવા આવ્યો. દત્તે સૂરિને પ્રશ્ન કર્યો કે યજ્ઞનું ફળ શું? સૂરિએ રાજાનો ભય રાખ્યા વિના કહી દીધું કે યજ્ઞનું ફળ નરક છે. વળી કહ્યું કે આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભોગવીને તું નરકે જઈશ. આ સાંભળી દત્ત રાજાને ક્રોધ આવવાથી સૂરિને પૂછ્યું કે સાત દિવસ પછી મારું મૃત્યુ છે તેની નિશાની શું? સૂરિએ કહ્યું કે તારા મૃત્યુના સમય પહેલાં તારા મુખમાં મનુષ્યની વિષ્ઠા પેસશે. તે સાંભળીને સૂરિને મારવા માટે વિચાર કર્યો પણ પાછો વિચાર આવ્યો કે સાત દિવસ પછી જીવતો રહીશ ત્યારે મારીશ. એમ વિચારી પોતાના મહેલમાં જઈને રહ્યો. સાત દિવસ પૂરા થયા અને આજે આઠમો દિવસ છે એમ જાણી તે સુરિને મારવા માટે ચાલ્યો. રસ્તામાં માળીએ વિષ્ટા કરેલ હતી. તેના ઉપર