________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
૧૩૯
બે-ઇન્દ્રી, ત્રીષ્ન, ચોરેન્દ્રી બબ્બે લાખ દરેક જો;
દેવતા, નારકી, તિર્યક-પંચેન્દ્રી લાખ ચાર સૌ. ૨૫ અર્થ – બે ઇન્દ્રિય તથા ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિયવાળા જીવોની દરેકની બબ્બે લાખ જાતિ છે. જ્યારે દેવતા, નારકી તથા તિર્યંચ પંચેન્દ્રિય દરેકની ચાર ચાર લાખ જાતિ છે. આરપા
ચૌદ લાખ મનુષ્યોની યોનિ ચોરાશી લાખ એ.
દયાળું જીવ, જાણી આ, સ્વ-દયા દિલ રાખજે. ૨૬ અર્થ - મનુષ્યોની ચૌદ લાખ જાતિ છે. એમ સંસારમાં બઘા જીવોની મળીને ચોરાશી લાખ જીવ યોનિ થાય છે. દયાળુ જીવે તો આ સર્વ જાણી પોતાના આત્માની સ્વ-દયા દિલમાં લાવી, તેને આ સર્વ દુઃખમાંથી છોડાવવો એ જ યોગ્ય છે. ||રકા
જાતિભેદે ગણો કુલ, સંખ્યા તેની ગણાય છે :
અનુક્રમે ભેમિકાય, અકાય, અગ્નિકાય ને- ૨૭ અર્થ :- જાતિના ભેદને કુલ કહે છે. ભૂમિકાય એટલે પૃથ્વીકાય, અકાય એટલે જળકાય, અગ્નિકાય આદિ જાતિ છે. તે જાતિના ભેદને કુલ કહે છે. જેમકે મનુષ્યમાં ક્ષત્રિય, વૈશ્ય કુલ અથવા તિર્યંચોમાં ગાય, ઘોડા વગેરે કે માકડ, કીડી વગેરે કુલ છે. તેમજ વનસ્પતિમાં વડ, પીંપળ વગેરે કુલ કહેવાય છે. તે કુલોની સંખ્યાની ગણતરી નીચે બતાવે છે. ૨ા
વાયુકાય તણાં કુલ બાવીસ લાખ ક્રોડ જો
સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ કરોડ સૌ. ૨૮ અર્થ – વાયુકાય પણ એક જાતિ છે. તેના અનુક્રમે એટલે પ્રથમ પૃથ્વીકાય જીવોના બાવીસ લાખ કરોડ કુલ છે. પછી જળકાય જીવોના કુલની સંખ્યા સાત લાખ કરોડ છે, અગ્નિકાય જીવોના કુલ ત્રણ લાખ કરોડ છે તથા વાયુકાયિક જીવોના કુલની સંખ્યા સાત લાખ કરોડ છે. [૨૮ાા
બેન્દ્રી, ત્રીન્દી, ચતુરિન્દ્રી હરિત કાયનાં દસે,
ક્રોડ લાખ બથે, સાત, આઠ, નવ, અઠાવશે. ૨૯ અર્થ - બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને હરિતકાય એટલે વનસ્પતિકાય જીવોના ક્રમશઃ સાત, આઠ, નવ અને અઠ્ઠાવીસ લાખ કરોડ કુલ છે. અર્થાત બે ઇન્દ્રિયના સાત લાખ કરોડ, ત્રણ ઇન્દ્રિય જીવોના આઠ લાખ કરોડ, ચાર ઇન્દ્રિય જીવોના નવ લાખ કરોડ અને વનસ્પતિકાયીક જીવોના અઠ્ઠાવીસ લાખ કરોડ કુલ છે. રા.
જળચરો, નભગામી, પશુ, ઘો-સર્પનાં ક્રમે
સાડાબાર તથા બાર, દેશ, નવ યથાગમે. ૩૦ અર્થ - જળચર એટલે જળમાં રહેનાર પંચેન્દ્રિય જીવો માછલા, મગરમચ્છ વગેરે, નભગામી એટલે આકાશમાં ઉડનારા પંચેન્દ્રિય જીવો હંસ, ભારંડ પક્ષી વગેરે તથા ભૂચર પશુ એટલે ભૂમિ ઉપર ચાલનાર સિંહ, વાઘ વગેરે પંચેન્દ્રિય જીવો તથા છાતીને આધારે ચાલનારા ભૂચર ચંદન ઘો તથા સર્પ વગેરે પંચેન્દ્રિય જીવો તેના ક્રમપૂર્વક સાડાબાર લાખ કરોડ, બાર લાખ કરોડ, દશ લાખ કરોડ અને નવ