________________
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
૧ ૩ ૫
(૧૪) વ્યાવહારિક જીવોના ભેદ
(અનુષ્ટ્રપ)
કેવળ જ્ઞાન-ભાનુના પ્રકાશે જગ જાણીએ;
ઉપકારી પ્રભુ શ્રીમકૃપાથી સુખ માણીએ. ૧ અર્થ - કેવળજ્ઞાનરૂપી ભાનુ એટલે સૂર્યના પ્રકાશથી આખું જગત જણાય છે. તે કેવળજ્ઞાન પ્રગટવામાં ઉપકારી એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાદ્રષ્ટિથી અમે પણ સુખ માણીએ છીએ. લા.
જાણે જીવ પદાર્થોને લોકોના અભિપ્રાયથી;
પદાર્થ-બોઘ પામ્યો ના જ્ઞાનીના અભિપ્રાયથી. ૨ અર્થ - લોકોના અભિપ્રાય પ્રમાણે જીવ જગતના પદાર્થોનું સ્વરૂપ જાણે છે. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જીવ જગતના પદાર્થોનો બોઘ પામ્યો નથી. રા.
જે જ્ઞાનીના અભિપ્રાયે બોઘ પામે વિચક્ષણો,
સમ્યગ્દષ્ટિ થશે તેઓ; આમાં સંશય ના ગણો. ૩ અર્થ :- જે વિચક્ષણ પુરુષો જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે પદાર્થનો બોઘ પામશે તે જીવો સમ્યકુદ્રષ્ટિ થશે. તેમની દ્રષ્ટિ સમ્યક એટલે સવળી થશે. આમાં કોઈ સંશય એટલે શંકા રાખશો નહીં. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્રદર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) સા.
જીવ-અજીવ ભેદોને એકાગ્ર મનથી સુણી,
મુમુક્ષુ સંયમે વર્તે સમ્યક્ પ્રકારથી ગુણી. ૪ અર્થ - જીવ તથા અજીવ તત્ત્વોના ભેદોને એકાગ્ર મનથી સાંભળીને જે મુમુક્ષ તે જીવોની રક્ષા કરવામાં સમ્યક્ પ્રકારે સંયમમાં પ્રવર્તશે તે જીવ ગુણી થશે અર્થાત્ ગુણનો ભંડાર થશે. જો
ચૈતન્યલક્ષણે સર્વે જીવો એક પ્રકારથી;
સિદ્ધ, સંસારી એવા બે ભેદો છે વ્યવહારથી. પ અર્થ :- સંસારમાં રહેલા સર્વ જીવો ચૈતન્ય લક્ષણે એટલે જ્ઞાનદર્શન ઉપયોગ લક્ષણે જોતાં સર્વ એક પ્રકારના છે. વ્યવહારથી એટલે પર્યાયથી જોતાં તે જીવો સિદ્ધ અને સંસારી એવા બે પ્રકારે છે. આપણા
સિદ્ધોમાં ભેદ ના જાણો, ભેદો સંસારના બહુ;
સિદ્ધો પૂર્ણ ગુણે શોભે, કર્મોવાળા બીજા સહુ. ૬ અર્થ - સિદ્ધ થયેલા જીવોમાં કોઈ ભેદ નથી. સંસારી જીવોના જ ઘણા ભેદ છે. સિદ્ધ ભગવાન તો સંપૂર્ણ ગુણ વડે શોભી રહ્યા છે. જ્યારે બીજા સર્વ જીવ તો કર્મમળથી યુક્ત છે. કાા