________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
૧ ૧૯
છત્રીસ હજાર સુસાઘવી, ત્રણ લાખ શ્રાવિકા ભલી,
વ્રતવંત શ્રાવક લાખ પૂજે પ્રભુચરણકમલાવલી. ૫૪ અર્થ - ભગવાન મહાવીર પ્રભુના કુલ અગ્યાર ગણધર હતા, સાત સો કેવળી હતા તથા ચૌદ હજાર મુનિવરો હતા. તે સર્વને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. વળી છત્રીસ હજાર સત્સાધ્વીઓ હતી, તથા ત્રણ લાખ ભલી એવી શ્રાવિકાઓ હતી તેમજ બાર વ્રતના ઘારક એવા એક લાખ શ્રાવક હતા. જે હમેશાં પ્રભુના ચરણકમળની પૂજા કરતા હતા. ૫૪
વળી દેવદેવી છે અસંખ્યાતા, પશું સંખ્યાત છે, માને પ્રભુ મહાવીરને સૌ આત્મશ્રદ્ધાવંત એ; નિર્વાણ કલ્યાણક તણો ઉત્સવ કરે ઇન્દ્રાદિ જ્યાં,
ગૌતમગણીને જ્ઞાન કેવળ તે દિને પ્રગટેલ ત્યાં. ૫૫ અર્થ - વળી ભગવંત પાસે અસંખ્યાત દેવદેવીઓ આવે છે અને સંખ્યાત એવા પશુઓ પણ આવે છે, જે પ્રભુ મહાવીરને માને છે અને સર્વ આત્મશ્રદ્ધાવંત છે અર્થાતુ સૌને આત્મા નામના તત્ત્વની શ્રદ્ધા છે. પ્રભુ મોક્ષે પધાર્યા માટે નિર્વાણ કલ્યાણકનો ઉત્સવ ઇન્દ્રાદિ દેવો આદિ કરતા હતા. તે જ દિવસે ગૌતમગણી એટલે ગૌતમ સ્વામી એવા ગણઘરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પપા
ઉપસંહાર “સંયમ હજારો વર્ષનો મોટા મુનિજન સંઘરે, તેથી વધુ વૈરાગ્ય વર જિન ગૃહવાસ વિષે ઘરે. જે વીરને મતિ, ધૃત, અવધિ જ્ઞાન જન્મ થકી હતાં
તે પુરુષનાં ગુણગાન કરતાં કર્મ કોટી છૂટતાં.”૫૬ અર્થ - હજારો વર્ષના સંયમી એવા મોટા મુનિજન જે વૈરાગ્યને સંઘરે છે, તેથી પણ વધુ વૈરાગ્યભાવ શ્રી મહાવીર જિન જ્યારે ગૃહસ્થાવાસમાં હતા ત્યારે તેમનામાં હતો.
જે મહાવીર જિનને મતિ, શ્રુત, અવધિજ્ઞાન તો જન્મ થકી જ હતા. તે પુરુષના ગુણગ્રામ કરતાં કોટી કર્મોની નિર્જરા થાય છે.
“શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બથા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે.” -ઉપદેશછાયા (વ.પૃ.૭૩૦) //પકા
વર્ષો પચીસસો તો થવા આવ્યાં છતાં તેની દયા, સંસારની ક્રૂર વાસનાને દૂર કરી દે યાદ આ. આ એકવીશ હજાર વર્ષો વીર-શાસન ચાલશે,
ત્યાં સુધી જીંવને શરણ આપી મુક્તિ માર્ગે વાળશે. ૫૭ અર્થ :- ભગવાન મહાવીરને થયાને પચીસસો વર્ષ થવા આવ્યા છતાં પણ તેમના દ્વારા ઉપદેશેલ