________________
(૧૨) ત્રણ મનોરથ
૧ ૨૧
તે પદમાં પ્રણમી મનથી, તઓં સર્વ મનોરથ લૌકિક જે જે,
સર્વ વિકલ્પ જવા ત્રણ સેવીશ શુભ મનોરથ સાઘક તે તે. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ સ્વરૂપ સમાધિરસ વડે પરિપૂર્ણ સુખી છે, પોતે પરમાત્મસ્વરૂપને પામ્યા છે. સર્વ વિકલ્પથી જે રહિત થયા છે. જેની આત્મજ્યોતિમાં કોઈ પ્રકારનો મનોરથ નથી અર્થાત જેને કોઈપણ પદાર્થની ઇચ્છા નથી, એવા સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુદેવના ચરણકમળમાં ભાવથી પ્રણામ કરીને હું પણ જે જે લૌકિક મનોરથ ઘન, કુટુંબ, માનાદિની ઇચ્છાના છે તે સર્વનો ત્યાગ કરું, તથા સર્વ પ્રકારના વિકલ્પોને દૂર કરવા માટે શુભ એવા ત્રણ મનોરથને જ એવું કે જે મને આત્મસાધનામાં પરમ સહાયક છે. તેના
કાળ અનંત ગયો મમતાવશ, ઘારી પરિગ્રહભાર, અરેરે! મોહવશે નહિ દેખી શકે દુઃખ, જન્મ-જરા-મરણે જ ફરે રે! હિંસક વૃત્તિ નહીં છૂટતી હજી, નિર્દયતા સુખકાજ ઘરે રે!
ટાળ હવે મન, ઇન્દ્રિયખની ચાહ ગણી વિષ-દાહ ખરે રે! ૨ અર્થ - હવે પ્રથમ પરિગ્રહની મમતા વિષે વિચારે છે કે –
અરેરે! પૂર્વે મારો અનંતોકાળ મમતાવશ પરિગ્રહનો ભાર વઘારવામાં જ વહી ગયો. દર્શનમોહ એટલે મિથ્યાત્વના ગાઢપણાને લીધે આ જીવ પોતાના આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિના દુઃખને પણ જોઈ શકતો નથી; અને તેના ફળમાં જન્મ, જરા, મરણના અનાદિથી ફેરા જ ફર્યા કરે છે.
હવે પંચ મહાવ્રત ઘારણ કરવામાં બાઘક એવી જીવની પ્રથમ હિંસકવૃતિ વિષે જણાવે છે કે – પાંચ ઇન્દ્રિયોના સુખ સાજ માટે છ કાય જીવોની હિંસા કરવાની વૃત્તિ હજા તારી છૂટતી નથી. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, વનસ્પતિ તથા ત્રસકાયની હિંસામાં નિર્દયતાપૂર્વક વર્તતા તને વિચાર પણ આવતો નથી કે હું આ શું કરું છું. એ વૃત્તિને હે જીવ! હવે તું ટાળ અને ઇન્દ્રિયસુખની ચાહનાને વિષ-દાહ એટલે વિષની બળતરા સમાન જાણી ત્યજી દે, કેમકે તે ખરેખર દુઃખનું જ મૂળ છે. //રા
સત્ય વિષે સુખ-શાંતિ વસે, નહિ એવી પ્રતીતિ ઉરે દ્રઢ ઘારી, સત્ય-કસોટી તકે ટકતો નર તે હરિશ્ચંદ્ર સમો વ્રતધારી; સત્યવ્રતી-ઉરમાં વસશે નિજ સત્ય સ્વરૂપ સદા સુખકારી,
સમ્યગ્રુષ્ટિ જ સત્યવ્રતી પરમારથને નીરખે હિતકારી. ૩ અર્થ :- હવે સત્ય મહાવ્રતનું મહાભ્ય દર્શાવે છે :
જીવની સાચી સુખશાંતિ સત્યમાં વસે છે. એવી દ્રઢ પ્રતીતિ એટલે વિશ્વાસ હજા સુધી જીવમાં આવ્યો નથી. જો આવ્યો હોય તો સત્યની કસોટી સમયે સત્યવ્રતધારી રાજા હરિશ્ચંદ્રની જેમ સર્વસ્વ જાય તો પણ તે ટકી રહેશે.
સત્યવ્રતને દ્રઢપણે ઘારણ કરનારના હૃદયમાં સદા સુખને આપનાર એવું પોતાના આત્માનું સત્ય સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપમાં તેનો વાસ થશે અર્થાતુ તેને તે સ્વરૂપ પ્રાપ્ત થશે. ખરેખર તો સમ્યકુદ્રષ્ટિ જ સત્યવ્રતી છે કેમકે તે પરમાર્થને જ હિતકારી માની પરમાર્થ સત્ય ભાષા બોલે છે અર્થાતુ પ્રથમ આત્મા જોઈને પછી તેના પર્યાયને જુએ છે. ૩ાા