________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
ઉત્સાહપૂર્વક આરાધના કર અર્થાત્ ભગવાનની વાણીને સાંભળી, શ્રદ્ધી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરી તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. I॥૧૬॥
૫૨
આ ભવ પર ભવ બન્ને સુધરે તેવો ઘર્મ બતાવે,
તેવા વક્તા, શ્રોતા મળતા પૂર્વે સહજ સ્વભાવે અહોહો॰૧૭
અર્થ :– ભગવાનની વાણી, આપણને આ ભવ, પરભવ બન્ને સુધરે તેવો આત્મધર્મ બતાવે છે. તેવા વક્તા એટલે જ્ઞાનીપુરુષો તથા શ્રોતા એટલે તેમના બોઘને સાંભળનાર પુરુષો પૂર્વે અર્થાત્ ચોથા આરામાં સહજ સ્વભાવે મળી આવતા હતા. ।।૧૭મા
તો પણ તેવા યુગમાં દુર્લભ અંગીકાર કરનારા,
વર્તમાનમાં વર્તન તે શું? ક્યાં વક્તા, સુણનારા?અહોહો૰૧૮
અર્થ :— તો પણ તેવા સત્યુગમાં તે ભગવાનના વચનોને અંગીકાર કરનારા તો દુર્લભ જ હતા.
=
પણ વર્તમાનમાં તો વર્તનની વાત દૂર રહો પણ તેવા વક્તા એટલે સાચા આત્મજ્ઞાની મહાપુરુષો કે તેના ઉપદેશને ભાવપૂર્વક સાંભળનારા પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે. ।।૧૮।
ગફલત-નીંદ કરી દૂર જનની વિવેકનેત્ર ઉઘાડે,
હિત વિષે વર્તાવી સર્વે કષાય શાંત પમાડે. અહોહો-૧૯
અર્થ :– જ્ઞાનીપુરુષના વિરહમાં પણ મોહની ગફલત નિદ્રાને દૂર કરી જે વિવેકરૂપ નેત્ર ઉઘાડે તથા જીવને પોતાના આત્મતિમાં લગાડી સર્વ કષાયભાવોને શાંત પમાડે, એવી જ્ઞાનીપુરુષોની વાણી છે તે સદ્ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. ।।૧૯।
સમ્યક્ તત્ત્વરૂપી આત્માનો નિર્ણય જેહ કરાવે,
એવી સંત પુરુષની વાણી ક્યાંથી શ્રવણે આવે?–અહોહો૦૨૦
અર્થ :– સાત તત્ત્વોમાં મુખ્ય એવું આત્મતત્ત્વ તેનો નિર્ણય કરાવી શકે એવા સંતપુરુષોની વાણી ભાગ્ય વિના ક્યાંથી સાંભળવામાં આવે. અહોહો ! આ શાસ્ત્રો તો અમારા ઉપર પરમ ઉપકાર કરનાર છે; પણ તે ઉપકારને પામવા માટે જીવની યોગ્યતા જોઈએ. ।।૨૦।।
સત્શાસ્ત્રો સદ્ગુરુકૃપાથૅ યોગ્ય થવા ભણવાનાં,
સત્પ્રદ્ઘા ને સદાચરણની દૃઢતા પછી દેવાનાં. “અહોહો॰૨૧
અર્થ :– સત્શાસ્ત્રો સદ્ગુરુ ભગવંતની કૃપાદૃષ્ટિને પાત્ર થવા માટે ભણવાના છે. કેમકે 'સત્પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.' શ્રીમદ્ રાજચંદ્ર
સત્શાસ્ત્રોનો અભ્યાસ થયે તે પ્રત્યે પ્રથમ સાચી શ્રદ્ધા પ્રગટશે, પછી સદાચરણમાં દૃઢતા એટલે સભ્યશ્ચારિત્રમાં પણ સ્થિરતા આવશે. એમ સશ્રુત વડે જીવને પરમ ઉપકાર થાય છે. ।।૨૧।। વિધિ-નિષેધો, બંઘ-મોક્ષની સમજણ શાસ્ત્ર કરાવે;
અમુક કાળ સુધી તેથી તે સૌ સાધકને ભાવે. અહોહો ૨૨
અર્થ ઃ– વિધિ-નિષો એટલે આ પ્રમાણે કરવા યોગ્ય છે અને આ પ્રમાણે કરવાયોગ્ય નથી, તેમજ કર્મબંધનો માર્ગ શું? અને સર્વ દુઃખથી મુક્ત થવાનો માર્ગ શું? તેની સમજણ પણ શાસ્ત્ર આપે છે.
–