________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
ઊંચી અને આઠ ચક્રવાળી હોય છે. આ નવ નિશાન જ્યાં ગંગા નદી સમુદ્રમાં ભળે છે ત્યાં રહે છે. ચક્રવર્તી એને સાથે પછી એની પગની નીચે ચાલે છે. આ નવ નિદાનમાંથી દ્રવિક વસ્તુ તો સાક્ષાત્ નીકળે છે અને કર્મીક વસ્તુ બનાવવાની વિધિના પુસ્તક નીકળે છે. એને વાંચીને ઇચ્છિત કાર્ય સિદ્ધ કરે છે.
આ નવ નિદાન, ચૌદ રત્નના એકેક હજાર દેવ અધિષ્ઠાયક હોય છે. તે કાર્ય કરે છે.
ફટકર રિદ્ધિ :- આત્મરક્ષક દેવ બે હજાર, છ ખંડનું રાજ, બત્રીસ હજાર દેશ, તેટલા જ મુકુટબંઘ રાજા, ચોસઠ હજાર રાણી (દિગંબરમાં છન્ન હજાર રાણી હોય છે એમ કહે છે) હાથી, ઘોડા અને રથ ચોરાશી ચોરાશી લાખ, પાયદળ છન્નુ ક્રોડ, નાટક કરવાવાળા બત્રીસ હજાર, રાજસ્થાની સોળ હજાર, દ્વીપ સોળ હજાર, બંદર નવાણુ હજાર, ગ્રામ છન્ન કરોડ, બગીચા ઓગણપચાસ હજાર, મોટા મંત્રી ચૌદ હજાર, મ્લેચ્છ રાજા સોળ હજાર, રત્નોની ખાણ સોળ હજાર, સોના ચાંદીની ખાણ વીસ હજાર, પાટણ (નગર) અડતાલીસ હજાર, ગોકુલ ત્રણ ક્રોડ, (દશ હજાર ગાયનું એક ગોકુલ હોય છે.) આયુઘ શાળા ત્રણ કરોડ, હકીમ (વૈદ) ત્રણ કરોડ, પંડિત આઠ હજાર, બેંતાલીસ માળવાળા મહેલ ચૌસઠ હજાર, ચાર કરોડ મણ અન્ન નિત્ય વપરાય. દસ લાખ મણ મીઠું નિત્ય વપરાય. બોત્તેર મણ હીંગ નિત્ય વપરાય ઇત્યાદિ ઘણી રિદ્ધિ જાણવી. આ સર્વ રિદ્ધિ સંપૂર્ણ ભરતક્ષેત્ર (છ ખંડ)માં હોય છે. ત્રણસો ત્રેસઠ રસોઈઆ તો માત્ર તેમની સેવા કરે છે. આ સર્વને છોડી સંયમ લે તો સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થાય. અને તે ન છોડે તો સાતમી નરકે જાય. -જૈન તત્તપ્રકાશ (પૃ.૭૬)
ચક્રવર્તી બનીને છએ ખંડોને જીતી ઇન્દ્રની સમાન દેવ, મનુષ્ય આદિની સેવાના ઉપભોગી થયા એક દિવસ ક્ષેમંકર નામના જિનેશ્વર પ્રભુના દર્શન કરી, પ્રભુને ભાવથી પૂજી તેમના દ્વારા ઉપદિષ્ટ આત્મહિતકારી ઘણા વચનોને તે સ્થિરતાપૂર્વક સાંભળવા લાગ્યા. //પા.
ભગવાન બારે ભાવનાનો બોઘ દઈ અંતે કહે: સુખી સુખવૃદ્ધિ સાઘવા, દુખી દુઃખ દળવા જો ચહે, તો ઘર્મસેવન જર્ફેરનું ગણી તે જ કાર્ય કર્યા કરે;
આયુષ્ય ને સંસાર સૌ ક્ષણ ક્ષણ વિનાશિક છે, અરે! ૬ અર્થ :- ભગવાન ક્ષેમંકર પ્રભુ બારે ભાવનાનો બોઘ આપી અંતમાં કહેવા લાગ્યા કે સુખી પુરુષો સુખની વૃદ્ધિ કરવા માટે, તેમજ દુઃખીજનો પોતાના દુઃખને દળવા ઇચ્છતા હો તો ઘર્મનું સેવન કરવું જરૂરનું છે. એમ જાણી તે જ કાર્ય કર્યા કરવું. કેમકે આયુષ્ય અને સંસારના સર્વ પૌદ્ગલિક પદાર્થો અહો! ક્ષણ ક્ષણમાં વિનાશ પામી રહ્યા છે. કા
ઘર સાપના દર રૂપ જાણી બુદ્ધિમાને ત્યાગવું, તૃષ્ણા તજી સઘર્મ-સેવનમાં અહોનિશ જાગવું.” પછી ચક્રવર્તી ચિંતવે આ દિવ્ય ધ્વનિના મર્મને
નહિ તૃપ્તિ મન માને કદી અવલંબતાં આ કર્મને. ૭ અર્થ - ઘરને તો સાપના દર સમાન જાણી બુદ્ધિમાન પુરુષે તેનો ત્યાગ કરવો. પરપદાર્થ મેળવવાની તૃષ્ણાને તજી દઈ સધ્ધર્મ એટલે આત્મધર્મનું સેવન કરવામાં રાતદિવસ જાગૃત રહેવું.