________________
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ ઓંતતાં જીતિયે, દળ, પુરને અઘિકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મજ્ઞાન વડે કર્મરૂપી શત્રુઓને હણી તે મોક્ષસુખને પામનાર થાય છે.
તે ભવ્યાત્મા રાજ્યભોગ આદિ ઇન્દ્રિયના ક્ષણિક સુખ થકી નિસ્પૃહ થયેલો એવો વીર બ્રહ્મચારી છે અને તે જ જીવ ઘરને કેદ સમાન ગણીને અસંગ અપ્રતિબદ્ધ વિહારી એટલે મુનિ બનવા ચાહે છે.
“વર્થમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળ સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વથતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા,નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્તી; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કાર્યો પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંઘતા થાય, એમ ત્રિકાળમાં બનવાયોગ્ય નથી.” (વ.પૃ.૪૧૫) //૩૮ાા હવે શ્રી વર્ધમાન બાર ભાવનાઓનું ચિંતવન કરે છે. તેમાં પહેલી અનિત્ય ભાવના :
વૈરાગ્યભાવે ભાવના ભાવે વિવિઘ વિચારથી “મૃત્યુ ફરે માથા પરે, યૌવન જરારથ-સારથિ, સામ્રાજ્ય, લક્ષ્મી, ભોગ સૌ વિનાશી વાદળ સમ અહા!
ક્ષણમાં જતો લૂંટાઈ નરભવ દેવને દુર્લભ મહા. ૩૯ અર્થ :- વૈરાગ્યભાવ આવવાથી મુનિ બનવાના લક્ષે વિવિધ પ્રકારના વિચારથી શ્રી વીર જિન બાર ભાવનાઓને ભાવે છે. તેમાં પહેલી અનિત્ય ભાવના આ પ્રકારે વિચારે છે –
આ મરણ તો સદાય માથા ઉપર ફરે છે. વળી યૌવન છે તે જરા એટલે વૃદ્ધાવસ્થારૂપ રથને ચલાવી લાવનાર સારથિ સમાન છે. આ સામ્રાજ્ય, વૈભવ, લક્ષ્મી, પાંચ ઇન્દ્રિયોના ભોગ આદિ સર્વ પૌલિક વસ્તુઓ વાદળ સમાન અહો! વિનાશકારી છે. તથા દેવને દુર્લભ એવો આ મનુષ્યભવ પણ ક્ષણમાં લૂંટાઈ જાય એવો છે; એમાં શું મોહ કરું? એમ પહેલી અનિત્યભાવના ભાવે છે. [૩૯ાા હવે બીજી અશરણભાવના ભાવે છે :
ક્ષણ ક્ષણ વિનાશી વસ્તુ જગની સર્વ વિચારી કરું, ઉદ્યમ મહા, ઝટ મોક્ષનાં સુખ કાજ તત્પરતા ઘરું. વળ મરણ કાળે શરણરૃપ નથી કોઈ સંસારી જનો; સદ્ધર્મ, ઘર્માત્મા સમા ના પ્રબળ કો અવલંબનો. ૪૦