________________
૧ ૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘારી પ્રતિમાયોગ નિશ્ચલ ગિરિસમાં ઊભા રહે,
ત્યાં સ્થાણુ નામે રુદ્ર અંતિમ વીરબળ જોવા ચહે. ૯ અર્થ - હવે પ્રભુ ઉજ્જયની નગરીના પિતૃવન એટલે સ્મશાનમાં આવ્યા. ત્યાં કાયાની મમતા મૂકી દઈ યોગી એવા પ્રભુ મહાવીર પ્રતિમાયોગ ઘારણ કરીને નિશ્ચલપણે પર્વત સમાન અડોલ સ્થિર થઈ ધ્યાનમાં ઊભા રહ્યા હતા, ત્યાં સ્થાણું નામનો રૂદ્ર આવ્યો. તે પણ અંતમાં ભગવાન મહાવીરનું બળ જોવા ઇચ્છા કરે છે. લા.
તે આંખ ફાડી, રૌદ્ર રીતે, દાંત કાઢીને હસે પિશાચરૂપે બહુ ડરાવે, તોય પ્રભુ તો ના ખસે; હથિયાર સહ બૂમ પાડી, ઘસતાં ઉપસર્ગો બહુ કરે,
વીર-ઉર નિશ્ચલ દેખી, હજીં તે સિંહ-સર્પ-રૂપો ઘરે. ૧૦ અર્થ :- રુદ્ર આંખો ફાડીને રૌદ્ર એટલે ભયંકર રીતે દાંત કાઢીને અટ્ટહાસ્ય કરવા લાગ્યો. પિશાચ એટલે રાક્ષસનું રૂપ ઘરી બહુ ડરાવવા લાગ્યો છતાં પ્રભુ તો ત્યાંથી ખસ્યા નહીં. હથિયાર સાથે બૂમ પાડીને ઘસી આવી અનેક ઉપસર્ગો કર્યા. તો પણ વીર ભગવંતનું હૃદય નિશ્ચલ જાણીને હજી તે સિંહ, સર્પ વગેરેના રૂપ ધારણ કરવા લાગ્યો. ૧૦ના
વળી પવન, અગ્નિ આદિથી, દુર્વચનથી દે ત્રાસ તે; તો યે મહાવીર ના ચળે, બળવાન આત્મવિકાસ છે. નિશ્ચલ રહ્યા વીર જાણીને તે રુદ્ર લજ્જા પામિયો,
સ્તુતિ કરે, “હે!દેવ, જગગુરુ આપ વરવર-સ્વામી છો. ૧૧ અર્થ - વળી, તીવ્ર પવન વડે, કે અગ્નિ આદિના ઉપસર્ગો કરી કે દુર્વચન કહીને અનેક પ્રકારે ત્રાસ આપ્યા તો પણ મહાવીર પ્રભુ ચલાયમાન નહીં થયા; કેમકે જેમના આત્માનો વિકાસ ઘણો જ બળવાન છે. પ્રભુને એવા નિશ્ચલ જાણી તે રુદ્ર અંતે લજ્જા પામી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો, કે હે! દેવ, આપ જ જગગુરુ છો, આપ જ વીરોમાં શ્રેષ્ઠ એવા સ્વામી છો. ૧૧ાા.
નિઃખેદ પૃથ્વી સમ મહાવીર નામ શબ્દ યથાર્થથી, જગમાં ગવાશો સન્મતિ, અતિવીર ફેંપ પરમાર્થથી.” તે પાર્વતી સહ નાચ કરી આનંદ ઘર ચાલ્યો ગયો;
શું યોગબળ સાચા પુરુષનું! શત્રુ પણ રાજી થયો. ૧૨ અર્થ - તમે નિમ્મદ એટલે અંતરમાં ખેદ રહિત છો, પૃથ્વી સમાન ઘીરજના ઘરનાર છો. આપનું મહાવીર નામ યથાર્થ છે. જગતમાં તમે સન્મતિના નામે પણ ગવાશો. તેમજ પરમાર્થથી જોતાં પણ તમે અતિવીર છો કેમકે અનાદિના મહામોહરૂપી શત્રુને આપે હણ્યો છે. તે રુદ્ર પાર્વતી સાથે ભગવાન સમક્ષ નાચ કરીને આનંદ સહિત સ્વર્ગે ગયો. અહો! સાચા પુરુષનું યોગબળ કેવું છે કે જેથી શત્રુ પણ રાજી થઈને ગયો. ૧૨ાા