________________
(૧૧) મહાવીર દેવ ભાગ-૩
છે ચંદના નૃપકુંવરી ચેટકતણી અતિ રૂપવતી, વિદ્યાઘરે કુદૃષ્ટિથી ઉપાડી લીધી તે સતી; વિદ્યાધરી પાછળ દીઠી તેથી તજી મહાવન વિષે, સી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવ વિષે દીસે. ૧૩
અર્થ :— ચેટક રાજાની પુત્રી ચંદના અતિ રૂપવતી હતી. તે વનમાં ક્રીડા કરતી હતી. તેને જોઈ વિદ્યાધર કામબાણથી પીડિત થયો. તેથી તે સતીને ત્યાંથી વિદ્યાના બળે ઉપાડી લીધી. પછી પાછળ પોતાની સ્ત્રી વિદ્યાધરીને આવતા જોઈ તે ચંદનાને મહાવન વિષે જ મૂકી દીધી. તે સતી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવમાં જ મગ્ન હોય એમ દેખાતી હતી. ।।૧૩।।
તે ભીલપતિ-હાથે ચઢી, ઘનલોભથી વેચી દીધી, રાખી વૃષભ શેઠે છતાં શેઠાણીએ દુઃખી કોઁઘી; રૂપસંપદાથી શોક્ય બનશે એમ શંકા આણ્ણને, ખોરાકમાં દે કોદરી ને બાંઘી છે પગ તાણીને. ૧૪
૧૦૭
અર્થ :— તે ચંદના સતી જંગલમાં ભીલપતિના હાથે ચઢી. તેણે વૃષભદત્ત શેઠને ઘનના લોભથી વેચી દીઘી. વૃષભશેઠે તેને ઘરમાં રાખી છતાં શેઠાણી સુભદ્રાએ તેને દુઃખી કરી. ચંદના પોતાના રૂપની સંપત્તિ વડે મારી શોક્ય બની જશે એમ મનમાં શંકા લાવીને શેઠાણી તેને ખોરાકમાં કોદરી આપતી હતી. અને તેના પગ સાંકળથી બાંધીને રાખતી હતી. ।।૧૪।।
પ્રભુ તે જ કૌશાંબી પુરીમાં પારણાર્થે નીકળ્યા, દર્શન થતાં બંધન તૂટ્યાં, એ પૂર્વ-પુણ્યન્તરું ફળ્યાં. તે ચંદનાએ ભાવનાએ પ્રાર્થના પ્રભુને કરી,
કે તાવડી બર્ની કનકની સુભાત બી ગઈ કોદરી. ૧૫
અર્થ :– ભગવાન મહાવીર તે જ કૌશાંબી નગરીમાં એક દિવસ તપના પારણા અર્થે આહાર લેવા નીકળ્યા. ભગવાનને જોઈને ચંદના તેમના સામે જવા લાગી. ભગવાનના દર્શન થતાં જ ચંદનાના સાંકળના બંધનો તૂટી ગયા, પૂર્વે કરેલા પુણ્યરૂપી વૃક્ષ ઉપર ફળ આવ્યા. ચંદનાએ ભક્તિભાવથી પ્રભુને આહાર ગ્રહણ કરવાની પ્રાર્થના કરી કે તેના હાથમાં રહેલી માટીની તાવડી તે કનક એટલે સોનાની બની ગઈ અને કોદરી તે ઉત્તમ ભાત બની ગયું. ।૧૫।।
ત્યાં પારણું પ્રભુને કરાવ્યું ચંદનાએ ભક્તિથી, આશ્ચર્ય પાંચે ઊપજ્યાં અદ્ભુત વીરની શક્તિથી. તે પુણ્યયોગે ચંદનાનાં સ્વજન પણ આવી મળ્યાં, સુદાન ઉત્તમ ઉચ્ચ ભાવે આદર્યું દુ:ખો ટળ્યાં. ૧૬
અર્થ :– ચંદનાએ પ્રભુને ભક્તિથી પારણું કરાવ્યું કે ત્યાં ભગવાન મહાવીરની અદ્ભુત શક્તિના પ્રભાવે પંચ આશ્ચર્ય પ્રગટ થયા. (૧) સુગંધી જળ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) આકાશમાં દુંદુભિનો ગંભીર ધ્વનિ, (૪) વસ્ત્રોની વૃષ્ટિ, (૫) દ્રવ્ય (સોનૈયા, રત્નો)ની વૃષ્ટિ. તેમજ ચંદનાનો પુણ્યયોગ વધી જતાં તેના સ્વજન કુટુંબીઓ પણ આવી મળ્યા. આ સર્વ દુઃખો દૂર થવાનું કારણ ઉચ્ચભાવ સહિત ઉત્તમ સુપાત્રદાન