________________
(૧૦) મહાવીર દેવ ભાગ-૨
તે સર્વને સંતોષવાને ઇન્દ્ર નાટક આદરે, સિદ્ધાર્થ વીરને ગોદમાં લઈ સર્વ દર્શાવ્યા કરે. મેરુ ઉપર અભિષેક કીધો તે બધું નાટક કરી, વળી પૂર્વ ભવ વીરના બતાવ્યા, ઇન્દ્ર-શક્તિ વાપરી. ૨૮
અર્થ :— તે સર્વ લોકોને સંતોષ પમાડતા ઇન્દ્ર નાટકનો આદેશ કરે છે. પિતા સિદ્ધાર્થ રાજા, પુત્ર વીર ભગવાનને ગોદમાં લઈને સર્વ નાટક દર્શાવે છે.
મેરુ શિખર ઉપર પ્રભુનો અભિષેક કર્યો છે તે સર્વ નાટકરૂપે નગરજનોને બતાવ્યું તથા પ્રભુ મહાવીરના પૂર્વ ભવો પણ ઇન્દ્રે પોતાની શક્તિવડે નાટકમાં બતાવી આપ્યા. ॥૨૮॥
તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખી સૌ રાજી થયાં, બહુ દેવદેવી પાર્મી સમ્યદૃષ્ટિ સૌ સ્વર્ગે ગયાં. પછી આઠમે વર્ષે પ્રભુ વ્રત બાર ધરી જનમન હરે, બહુ રાજપુત્રો સહ્ર સુખે વનમાં જઈ ક્રીડા કરે. ૨૯
અર્થ :— તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખીને સર્વ રાજી થયા. તથા ઘણા દેવદેવીઓ તે નાટક જોઈને
=
૯ ૫
સભ્યષ્ટિ પામી સ્વર્ગે ગયા. પછી આઠ વર્ષના પ્રભુ થયા ત્યારે બાર વ્રતને ઘારણ કરી, લોકોના મનને હરણ કરવા લાગ્યા. ઘણા રાજપુત્રો સાથે વનમાં જઈને સુખપૂર્વક ક્રીડા કરવા લાગ્યા. ।।૨૯।।
દિન એક ઇન્દ્રે સુરસભામાં વીરવીર્ય વખાણિયું, પણ સંગમે નિજબળમદે સાચું ન તેને માનિયું. તેથી પરીક્ષા કાજ આવ્યો વીર જે વૃક્ષે હતા.
વિકરાળ નાગ બની ચઢે વીંટાય ગાળા પર જતાં. ૩૦
અર્થ :– એક દિવસે દેવતાઓની સભામાં વી૨ ૫રમાત્માના વીર્ય એટલે બળના ઇન્દ્રે ખૂબ વખાણ કર્યા. પણ સંગમ નામના દેવતાએ પોતાના બળમદથી તે વાતને સાચી ન માની. પ્રભુના બળની પરીક્ષા કરવા માટે જે વૃક્ષ ઉપર પ્રભુ મહાવીર હતા ત્યાં આવ્યો અને નાગનું વિકરાળરૂપ ધારણ કરીને વૃક્ષ ઉપર ચઢવા લાગ્યો. આગળ જતાં થડમાંથી જ્યાં ડાળ જુદી પડે તે ગાળા ઉપર જઈ વીંટાઈ ગયો. ।।૨૯।।
સૌ રાજપુત્રો ડાળ પરથી પડી પડી નાઠા ડરી, પણ વીર જિન નિઃશંક ઊભા સર્પ-શિર પર પગ થરી; ઉપસર્ગ નાનાવિધ દુખદ અતિ આકરા ધ્રુવે કર્યાં, રે! પ્રાણ છૂટે અન્યના તેવા છતાં વીર ના ડર્યા. ૩૧
અર્થ :— સૌ રાજપુત્રો તો ડરીને ડાળ પરથી પડી પડીને નાઠા. પણ મહાવીર જિન તો સર્પના માથા ઉપર પગ દઈને નિશંક થઈ ત્યાં જ ઊભા રહ્યા. નાના પ્રકારના દુઃખને દે એવા અતિ આકરા ઉપસર્ગ દેવે કર્યા, જેથી બીજાના તો પ્રાણ છૂટી જાય; છતાં બળવાન મહાવીર તેથી ડર્યા નહીં. ।।૩૧।।
આશ્ચર્ય પામી પ્રગટ થઈ તે દેવ વીરગુણને સ્તવે— “ઘીર, વીર આપ અહો ! નમું છું જગમહાવીર ગી હવે.