________________
(૭) સત્શાસ્ત્રનો ઉપકાર
માટે તે અમુક કાળ સુધી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનક સુધી તે સૌ સાધક જીવોના મનને ગમે છે. અહોહો ! સર્વ સુખના કારણભૂત શાસ્ત્રોનો ઉપકાર મહાન છે. ભવિજીવોને કલ્યાણ કરવામાં શ્રુત ! પરમ આધાર છે. સારા
*
પદ્મનંદી મુનિ ભાવે ભાવનાઃ ‘‘કદી ક્લેશ નહિ ઘારું, ગુરુવચન જો ઉરે જાગતું નિત્ય સૌખ્ય દેનારું.
અહોહો ૨૩
અર્થ :— વગડાઉ એવા પદ્મનંદી મુનિ ભાવના ભાવે છે કે હું કદી પણ મનમાં ક્લેશને ઘારણ કરીશ નહીં. કેમકે શ્રી ગુરુના સૌષ્ય એટલે સુખને આપનારા એવા વચન મારા હૃદયમાં સદા જાગૃત છે. ।।૨૩।। ભિક્ષા ભલે ગૃહી ના આપે, મુનિજન સ્નેહ ન રાખે,
નિર્ધનતામાં ભલે રિબાઉં, રોગ શરીરે આખે. અહોહો૦૨૪
અર્થ – મને ભલે ગૃહીજનો ભિક્ષા ન આપે, મુનિજનો પણ મારા પ્રત્યે સ્નેહ ન રાખે, બાહ્ય સામગ્રી ન મળવારૂપ નિર્ધનતામાં ભલે રિબાઉ, અથવા આખા શરીરે રોગ વ્યાપે તો પણ મને ગુરુ વચનો વડે સદા શાંતિ જ રહેશે. ।।૨૪।।
નગ્ન દેખી મુજને જન નિંદે, હાંસી કરે, ધિક્કારે,
મુક્તિદાયક ગુરુ-વચનોથી શાંતિ સર્વ પ્રકારે.” અહોહો॰૨૫
--
અર્થ :— મને નગ્ન જોઈ કોઈ મારી નિંદા કરે, હાંસી કરે કે ધિક્કાર આપે તો પણ મુક્તિને દેવાવાળા એવા શ્રી ગુરુના વચનામૃતના પાન થકી મારા હૃદયમાં સર્વ પ્રકારે શાંતિ જ રહેશે. ।।૨૫।।
જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષોની વાણી
ગ્રહશે તે તો સત્ય પામશે’, ‘કહે રાજગુરુજ્ઞાની. અહોહો૦૨૬
૫ ૩
જે કોઈ સાચા હૃદયથી સત્પુરુષોની વાણીને ગ્રહણ કરશે તે જરૂર સત્યને પામશે એમ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની ગુરુ ભગવંત ઉપદેશે છે. “જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં સંશય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૦૦૪) ||૨||
રાગદ્વેષનાં પ્રબળ નિમિત્તો પ્રગટ્ય ક્ષોભ ન વ્યાપે,
તે જ્ઞાનીના આત્મજ્ઞાનનો વિચાર નિર્જરા આપે. અહોહો૦૨૭
અર્થ ::- રાગદ્વેષના પ્રબળ નિમિત્તો મળવા છતાં પણ જેના મનમાં ક્ષોભ ઉત્પન્ન થતો નથી. તેવા જ્ઞાનીપુરુષના આત્મજ્ઞાનનો વિચાર કરવા માત્રથી પણ જીવના ઘણા કર્મોની નિર્જરા થાય છે. ।।૨૭।।
કેળ-થડે અંદર પડ જે સત્યંતના અર્થો પણ તેવા,
ચમત્કૃતિરૂપ ભાસે, નિર્મળ જ્ઞાન પ્રકાશે. અહોહો૦૨૮
અર્થ :– કેળના થડને અંદરથી તપાસતા પડ ઉપર પડ જામેલા જોઈ ચમત્કારરૂપ ભાસે છે; અર્થાત્ એક પડને ઉખેડતાં બીજું પડ નિકળે, તેને ઉખેડતા વળી ત્રીજું નિકળે, એમ ઠેઠ સુધી પડ ઉપર પડ નીકળ્યા કરે છે. તેમ નિર્મળજ્ઞાનના પ્રકાશ વડે સમ્રુતના અર્થોને વિચારતાં તેમાંથી પણ જુદા જુદા અર્થો નીકળ્યા કરે છે. ।।૨૮।।