________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
૭ ૫
અર્થ :— મુનિ મહારાજની એવી વાત સ્વીકારીને તે પ્રમાણે મોક્ષમાર્ગે વર્તતા ભીલનો આખો ભવ ગયો. તેમજ અંતમાં સમાઘિ સહિત મરણ કરી ધર્મના બળે તે દેવ થયો. ત્યાં પણ અવધિજ્ઞાનના બળથી પોતાના પૂર્વભવમાં શ્રી ગુરુની કૃપા જાણી જ્ઞાનીપુરુષની ભક્તિમાં રત રહેવા લાગ્યો. તેથી દેવનો ભવ સુર્ખ પૂરો કરી શ્રી ભરત મહારાજાના પુત્રરૂપે અવતાર પામ્યો. તેનું નામ મરીચિ રાખવામાં આવ્યું. ।।૭।।
દાદા ઋષભ સાથું થયા ત્યારે મરીચિ મુનિ બને, ન ચક્રવર્તી તાતને દાઠા સહિત વસતા વને; દાદા ઊભા ધ્યાને વર્ન સ્થિર માસ પણ્ મેસમા અકળાય ભૂખે મરીચિ આદિ રાખી તેની ના તમા. ૮
અર્થ ઃ— જ્યારે તેમના દાદા શ્રી ઋષભદેવ સાધુ બન્યા ત્યારે મરીચિ પણ મુનિ બન્યો. પોતાના પિતા ચક્રવર્તી ભરત મહારાજાને છોડી ઠાઠા સાથે વનમાં વસવા લાગ્યો. દાદા તો વનમાં મેરુપર્વતની જેમ અડોલ સ્થિર મુદ્રાએ છ માસ સુધી ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યારે આ મરીચિ આદિ મુનિઓ ભૂખથી અકળાવા લાગ્યા. તેની ધ્યાનમાં ઊભેલા પ્રભુએ કંઈ પણ તમા એટલે દરકાર રાખી નહીં. ।।૮।।
થોડા દિનો ખર્મી દુઃખ થાક્યો, ભેખથી ભૂખ ના ટળે,
ઘ૨ સાંભર્યું પણ ચિત્તમાં ભય ભરતનો તે અટકળે;
ખાવા ફળો, પીવું સરોવર-જળ અને વસવું વર્ન, એવા વિચારે વર્તતાં તે નિંદ્ય-આચારી બને. ૯
અર્થ :– મરીચિ થોડા દિવસ સુધી દુઃખ ખમીને થાક્યો અને વિચારવા લાગ્યો કે મુનિવેષ માત્રથી આ ભૂખનું દુઃખ ભાંગી શકાતું નથી. માટે પાછો ઘેર ચાલ્યો જઉં, પણ ચિત્તમાં પિતા ભરત મહારાજાનો ભય ખટકવા લાગ્યો કે એ શું કહેશે કે તું ચારિત્રથી ભ્રષ્ટ થઈ પાછો ઘરમાં આવ્યો. માટે વનમાં જ વાસ કરી ફળો ખાવા, સરોવરનું પાણી પીવું એવા વિચારથી વર્તતા નિંદા કરવા લાયક એવા મુનિના આચારને સેવવા લાગ્યો. હ્યા
તે વેષ મૂકી વર્તવા વનદેવ ધમકાવી કહે, તેથી તપસ્વી-વેશ ધારી વન વિષે ફરતો રહે; શાસ્ત્રો રચે વિપરીત મતનાં શિષ્યને શીખવે વળી, ગ્રહતો નહીં, નિર્દે કહે જે ધર્મ ઋષભ કેવળી. ૧૦
અર્થ :– ત્યારે વનદેવે તેને ધમકાવીને કહ્યું કે જો આ રીતે તારે વર્તવું હોય તો આ ભગવાન ઋષભદેવના મુનિનો વેષ મુકી દે. તેથી તે તપસ્વીનો વૈષ ધારણ કરી વનમાં જ ફરતો રહે છે. ભગવાનથી વિપરીત મતના શાસ્ત્રો રચે છે અને પોતાના શિષ્યોને પણ તે શીખવે છે. વળી ભગવાન ઋષભદેવ કેવળી થઈ જે ધર્મનો ઉપદેશ આપે છે તેને ગ્રહતો નથી; પણ તે વચનોની નિંદા કર્યા કરે છે. ।।૧૦।।
જે ધર્મના આધારથી ભીલ સુરસુખો પામ્યો અતિ, તે, ચક્રવર્તી-કુમા૨પદ પામી, તત્ત્વે શું થઈ ગતિ? અજ્ઞાતતપથી દેવ૧ થઈ બ્રાહ્મણ જટિલ નામે થયો, ઊછરી અયોધ્યામાં હવે તે વેદશાસ્ત્રો ભી ગયો. ૧૧