________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
મરીને ઘાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં કનકપુંખ નામના વિદ્યાઘર રાજાના પુત્રણે ઉત્પન્ન થયો. ।।૪૭।। ઘી નામ ૨૦કનકોજ્વલ સુશાસ્ત્રો ભી સુમેરુ ગિરિ ગયો; ત્યાં મુનિ અવધિજ્ઞાનીનો તેને સમાગમ શુભ થયો. તે ઘર્મની પ્રાપ્તિ થવા વંદન કરીને પૂછતો ઃ— “મુનિરાજ, ધર્મસ્વરૂપ શું, જીવ જેથી મોક્ષે હોંચતો?'' ૪૮
અર્થ :— તેનું નામ કનકોજ્જવલ રાખવામાં આવ્યું. તે સત્શાસ્ત્રો ભણ્યો. એકવાર તે સુમેરુ પર્વત પર ગયો હતો ત્યાં પુણ્યયોગે અવધિજ્ઞાની મુનિનો પવિત્ર સમાગમ થયો. ત્યાં ધર્મની પ્રાપ્તિ થવા અર્થે વંદન કરી મુનિને પૂછવા લાગ્યો કે હે મુનિરાજ ! ઘર્મનું સ્વરૂપ શું? કે જેથી જીવ મોક્ષને પામે છે. ।।૪૮।। હિતકારી વાણી જ્ઞાની મુનિ કરુણા કરીને ઉચ્ચરે :
“સુણ બુદ્ધિમાન, સુધર્મ તે છે તૃણ સમા જે રંક તે આ લોકમાં પણ સંપદા
જે ભવ-જળેથી ઉત્તરે, ત્રિલોકપતિ તેથી બને, પામી પ્રસારે કીર્તિને. ૪૯
૮૫
અર્થ ઃ— જ્ઞાનીમુનિ પણ કરુણા કરીને આત્માને હિતકારી એવી વાણી કહેવા લાગ્યા કે હે બુદ્ધિમાન!
=
સાંભળ. સાચો ધર્મ તે છે કે જે સંસારરૂપી જળમાં ડૂબતા પ્રાણીનો ઉદ્ઘાર કરે, અથવા તૃણ સમાન રંક જીવો પણ તે ધર્મના પ્રભાવથી ત્રણે લોકના અધિપતિ બની જાય, તેમજ આ લોકમાં પણ ભૌતિક એવં આત્મિક સંપત્તિ પામીને પોતાની કીર્તિને જગતમાં પ્રસરાવે છે. એવો એ ધર્મનો મહિમા છે. ૫૪૯।।
ઉત્તમ પદો જગનાં બધાં સુધર્મ પાળ્યાનાં ફળો, તે ઘર્મ કેવીએ અહિંસામય કહ્યો છે નિર્મળો; યતિધર્મ મોક્ષ-ઉપાયરૂપ સર્વાંગ યૌવનમાં ઘરો, ને ક્રોથ-કામાદિ અરિ નિર્મૂળ તપ-શસ્ત્ર કરો.’” ૫૦
અર્થ ઃ— જગતમાં જે જે જિનેન્દ્ર, ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે નરેન્દ્ર વગેરેની ઉત્તમ પદવીઓ છે તે બઘા સદ્ઘર્મ પાળ્યાનાં જ ફળો છે. તે ધર્મ શ્રી કેવળી ભગવંતે નિર્મળ એવો અહિંસામય કહ્યો છે. શીઘ્ર મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ યતિધર્મ એટલે ક્ષમા આદિ દસ લક્ષણરૂપ મુનિધર્મ ભગવાને ભાખ્યો છે. તે સર્વાંગપણે એટલે સંપૂર્ણપણે યૌવન અવસ્થામાં ઘારણ કરવા યોગ્ય છે. તથા તપરૂપ શસ્ત્ર વડે ક્રોઘ કામાદિ શત્રુઓને જડમૂળથી નષ્ટ કરવા યોગ્ય છે. પગા
સુણીવાણી એ ગુણખાર્ડી વિદ્યાધર વિચારે છે : “અરે! મૃત્યુ ફરે માથા પરે, બહુ બાળને પણ તે હરે! જે ઘર્મ ભૂલે તે બઘા કરી પાપ મૃત્યુમુખ પૅરે” તğ સંગ સૌ દીક્ષા ઘરી; ઉલ્લાસ બહુ તેના ઉરે. ૫૧
અર્થ :– એવી મુનિ ભગવંતની ગુણની ખાણરૂપ વાણી સાંભળીને વિદ્યાધર કનકોજ્જવલ રાજા વિચારવા લાગ્યો કે અરે! આ મૃત્યુ તો માથા ઉપર જ ફરે છે. તે તો ઘણા બાળકોને પણ હરી લે છે. જે ધર્મને ભૂલે છે, તે બધા પાપના પોટલાં બાંધીને મૃત્યુના મુખમાં પેસી દુર્ગતિને સાથે છે. એમ વિચારી સર્વ