________________
(૯) મહાવીર દેવ ભાગ-૧
આઠમા પાઠમાં પ્રમાદના વિશેષ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે એ પ્રમાદને કારણે ભગવાન મહાવીર સ્વામીના જીવને લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી આ સંસારમાં રઝળવું પડ્યું. તેમનું કેવી રીતે પરિભ્રમણ થયું તે આ “મહાવીર દેવ' નામના પાઠોમાં વર્ણન કરવામાં આવે છે.
(૯) મહાવીર દેવા
ભાગ ૧ (હરિગીત)
જય! દેવ, અગણિત ગુણ સ્વામી, વીર, મહાવીર સ્વામી જે. સુરવર પૅજે જેને છતાં પોતે સદા નિષ્કામ છે. વળી મળી મહાવીરથી શકે સુખ મોક્ષનું માટે નમું
અતિવીર, મહાવીર, સન્મતિ પ્રભુ-ગુણમાં ભાવે રમું. ૧ E અર્થ – હે અગણિત ગુણના સ્વામી ભગવાન મહાવીર દેવ! આપનો સદા જય હો જય હો. સર્વ કર્મોને હણી નાખવાથી આપ ખરેખરા વીર છો, મહાવીર છો. આપને સુરવર એટલે ઇન્દ્ર પણ પૂજે છે, છતાં આપ તો સદા નિષ્કામી અર્થાત્ નિસ્પૃહ છો. આપને કોઈ માન પૂજાદિકની ઇચ્છા નથી. વળી આપ મહાવીર સ્વામીના ઉપદેશ અનુસાર વર્તવાથી અમને પણ મોક્ષનું સુખ મળી શકે એમ છે. માટે જેના અનેક નામ અતિવીર, મહાવીર અથવા સન્મતિ છે એવા પ્રભુના ગુણમાં હું પણ ભાવપૂર્વક રમણતા કરું. ./૧૫
બળવાન બીજો પાપ હણનારો મહાવરથી નથી, જુગ જુગ જૅની લાંબી કથા સંક્ષેપથી કહીં આ મથી. સંસાર ત્રાસ ભરેલ તેથી છૂટવા જન ઇચ્છશે,
વળી મોક્ષમાર્ગ પમાય શાથી, એમ પોતે પૂછશે. ૨ અર્થ :- જેને બીજા ત્રેવીશ ભગવાન જેટલા કર્મ છે એવા મહાવીર ભગવાન જેવો બીજો કોઈ પાપને હણનાર બળવાન પુરુષ નથી. જેને ભગવાન ઋષભદેવવડે પૂર્વે સમકિતનો સ્પર્શ થયેલ એવા ભગવાન મહાવીરની લગભગ એક કોડાકોડી સાગરોપમથી પણ અધિક જુની કથાને સંક્ષેપમાં અત્રે દહીંને મથી જેમ માખણ કાઢે તેમ સારરૂપે કહી છે. આ સંસાર જન્મ જરા મરણના ત્રાસથી ભરેલો છે. તેથી જે પુરુષ છૂટવાની ભાવના રાખશે તે પુરુષ બીજાને પૂછશે કે મોક્ષમાર્ગ શાથી પમાય? તેને માટે આવા મહાપુરુષોના ચરિત્રો માર્ગદર્શક નીવડશે. રા.
જે ક્ષેત્રમાં મુનિગણ અનંત વિદેહ મુક્ત થયા હતા, ભાવિ વિષે પણ મુક્ત થાશે, હાલ પણ મોક્ષે જતા, તેવા વિદેહ વિષે મનોહર મધુક વન વિલસી રહ્યું
યાત્રા જતાં સાગર મુનિને કર્મયોગે શું થયું? ૩ અર્થ :- જે ક્ષેત્રમાં અનંત મુનિગણ વિદેહ મુક્ત એટલે સંપૂર્ણપણે આ દેહથી મુક્ત થઈ મોક્ષને