________________
૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મોટા પુરુષ એવા શ્રી સદગુરુ ભગવંતની પ્રથમ શોઘ કરીને તેની સેવા કરવી અર્થાતુ તેમની આજ્ઞા ઉપાસવી. અને અજ્ઞાની એવા કુગુરુના સંગથી સદા દૂર રહેવું, તથા પ્રતિદિન સન્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. ||૧૨ાા
ને સ્વસ્થતાથી પરમાર્થ ખોજો, એકાન્તમાં ઘર્મરહસ્ય જોજો.
સાધુ, તપસ્વી સુસમાધિ પોષે, પામી મિતાહાર રહિત-દોષ. ૧૩ અર્થ – ચિત્તની સ્થિરતા કરીને પરમાર્થ એટલે આત્માને હિતરૂપ એવા તત્ત્વની ખોજ કરવી અને એકાન્તમાં બેસી ઘર્મનું રહસ્ય શું છે તે જાણવા પ્રયત્ન કરવો.
સાધુ અને તપસ્વી પુરુષો પણ દેહને ટકાવવા ૪૬ દોષરહિત મિતાહાર એટલે માપસર આહાર કરીને સુસમાધિને પોષે છે અર્થાત્ આત્મપરિણામની સ્વસ્થતાને જાળવવાનો પ્રયાસ કરે છે. ૧૩.
એકાન્ત શોથે સ્થળ નિરુપાધિ; નિપુણ તત્ત્વજ્ઞ સુસાથી સાથી,
વિશેષ ગુણી ન સુસાથી હોય, તો શોઘવાનો સમગુણી કોય. ૧૪ અર્થ - વળી નિરુપાથિમય એકાંત સ્થળને શોધે છે. તથા તત્ત્વમાં નિપુણ એટલે તત્ત્વને સારી રીતે જાણનારા એવા સાથીદારને શોધી તેની સાથે રહે છે. વિશેષ ગુણવાન એવો સાથીદાર ન મળે તો પોતાના સમાન ગુણવાલા સાથીદારની શોધ કરી તેની સાથે રહે છે. ૧૪
જો જોગ તેવો ય મળે ન સારો, એકાકી વિહાર-વિધિ વિચારો,
નિષ્પાપ વર્તે તાઁ ભોગ-ઇચ્છા, વૈરાગ્યવૃદ્ધિ સહ શાંતિ-વાંછા. ૧૫ અર્થ :- જો સમાન ગુણવાળા સાથીદારનો પણ સારો જોગ ન મળે તો એકાકી વિહાર-વિધિ એટલે એકલાને વિચરવાનો જે વિધિ ભગવાને કહ્યો હોય તે જાણીને વિચરવું. પણ પાંચ ઇન્દ્રિયના ભોગોની ઇચ્છાને સદા તજીને નિષ્પાપ ભાવે વર્તવું તથા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય તે સદા લક્ષ રાખવો. અને આત્મશાંતિની વાંછા એટલે ઇચ્છાને કદી ભૂલવી નહીં. “પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વ સમ્મત ઘર્મ છે અને તે ઇચ્છામાને ઇચ્છામાં મળી જશે.” (વ.પૃ.૧૭૦) /(૧૫ા.
ઇંડાથી પક્ષી, વળી તેથી ઇંડું, તૃષ્ણા અને મોહ સમાન જોડુ;
તૃષ્ણાથી જો મોહ થતો જણાય, ને મોહ તૃષ્ણા-બીજ એ જ જાય. ૧૬ અર્થ - જેમ ઇંડાથી પક્ષીનો જન્મ થાય અને પક્ષીથી ઇંડુ જન્મે, તેમ તૃષ્ણા અને મોહનો એક સાથે સંબંઘ છે. તૃષ્ણા હોવાથી પરપદાર્થમાં જીવને મોહ થતો જણાય છે અને પરપદાર્થનો મોહ એ જ નવી તૃષ્ણાના બીજને રોપનાર છે, અર્થાત્ પરપદાર્થના ભોગથી નવી નવી તૃષ્ણા વૃદ્ધિ પામે છે. એ જ ન્યાય છે, અર્થાત્ તૃષ્ણાથી મોહ અને મોહથી વળી તૃષ્ણા એ પ્રકારે થયા કરે છે. /૧૬ાા
છે રાગને વેષ વડે જ કર્મ, કર્મો થતાં મોહથી, તે અઘર્મ,
કમેં ફરે જીવ ભવે અનાદિ, જન્માદિ દુઃખો અતિ ઘોર સાદિ. ૧૭ અર્થ :- રાગ અને દ્વેષ વડે જ નવા કર્મનો બંઘ થાય છે.
“રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર રાગદ્વેષ અને અજ્ઞાન એ મોહનીય કર્મના જ ભેદ છે, મોહનીય કર્મથી નવા કર્મોનો બંધ થાય છે