________________
૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સેવવાયોગ્ય સર્વેને આ ક્રિયાઓ સહિત જો;
તે વિના ન ક્રિયા-બ્રહ્મ, કુશીલવંત જાણજો. ૬૫ અર્થ :- એવા સાચા બ્રાહ્મણના ગુણોના ઘારક આત્મજ્ઞાની મહાત્માઓ સર્વને સેવવા યોગ્ય છે. પણ જે બ્રહ્મની સતુ ક્રિયા કરતા નથી તે નામધારી બ્રાહ્મણને કુશીલવંત જાણવા. કપાઈ
ક્રિોથી, લોભી, અહંકારી, મમત્વી બ્રાહ્મણો કદી
શીલવાન જનોને તો સેવવાયોગ્ય તે નથી. ૬૬ અર્થ :- ક્રોથી. લોભી, અહંકારી, મમત્વી એવા નામઘારી બ્રાહ્મણો શીલવાનજનોને કદી સેવવા યોગ્ય નથી. II૬૬ાા.
કુલ બ્રાહ્મણ તે જાણો આ ક્રિયાઓ રહિત જે.”
વેદવ્યાસ મુનિ સાચું મહાભારતમાં વિદે. ૬૭ અર્થ :- ઉપર સન્ક્રિયાઓ ઉપદેશી છે, તે ક્રિયાઓથી રહિત એવા બ્રાહ્મણ કુળમાં જન્મેલા તે માત્ર કુલ બ્રાહ્મણો જાણો. એવું વેદવ્યાસ મુનિ મહાભારતમાં સાચું કહે છે. કથા
મનુષ્યજાતિ તો “જાતિ-નામકર્મથી એક છે;
વૃત્તિભેદે થયા ભેદો, ચતુર્વર્ણાદિ ટેક જે. ૬૮ અર્થ – જાતિ-નામકર્મથી જોઈએ તો સર્વ મનુષ્યજાતિ એક છે. છતાં તેમાં પણ મનુષ્યોની જાદી જુદી વૃત્તિઓ હોવાના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણભેદ બન્યા હતા. ૬૮.
તપ કુંત અને જાતિ કારણે બ્રાહ્મણો ગણો;
તપ મૃત વિનાનો તે જાતિ-બ્રાહ્મણ નિર્ગુણો. ૬૯ અર્થ :- તપ અને શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન સહિત બ્રાહ્મણ જાતિમાં જન્મેલાને બ્રાહ્મણ જાણો. પણ તપ અને શ્રુત વિનાનો માત્ર બ્રાહ્મણ જાતિમાં જન્મેલ બ્રાહ્મણ તે નિર્ગુણી છે; તે પૂજવા યોગ્ય નથી. લા.
બ્રાહ્મણ વ્રત-સંસ્કારે, ક્ષત્રિય શસ્ત્ર-ઘારવે,
ન્યાય વ્યાપારથી વૈશ્ય, શુદ્રની નીચ વૃત્તિ છે. ૭૦ અર્થ :- સાચો બ્રાહ્મણ વ્રત અને સંસ્કાર ઘારણ કરવાથી થાય છે. તથા શસ્ત્ર ઘારણ કરવાથી ક્ષત્રિય ગણાય છે. ન્યાયપૂર્વક વ્યાપાર કરનાર તે વૈશ્ય એટલે વણિક કહેવાય છે અને નીચ છે વૃત્તિ જેની અર્થાત્ જેના આચાર વિચાર હલકા છે તે શુદ્રની કોટીમાં આવે છે. //૭૦મા.
જિનસેનસૂરિ ભાખે એવું મહાપુરાણમાં;
સાચી બ્રાહ્મણતા સાથો, માત્ર જન્મ વખાણ મા. ૭૧ અર્થ:- શ્રી જિનસેનસૂરિ મહાપુરાણમાં આવું ભાખી ગયા છે. જેથી હે ભવ્યો!સાચા બ્રાહ્મણપણાને સાધ્ય કરો. માત્ર બ્રાહ્મણકુળમાં જન્મ થવાથી તેના વખાણ કરો મા. કેમકે કુળ બ્રાહ્મણપણાથી કલ્યાણ નથી પણ સાચા બ્રાહ્મણના ગુણો પ્રગટાવવાથી જ જીવનું કલ્યાણ છે. [૭૧ાા