________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
૪ ૧
ગુણો છે યોગ્ય પૂજાને, વેશ કે વય કોઈ ના;
આત્મગુણો વિના જાગ્યે દુર્ગુણો ગુણને ગમ્યા. ૭૨ અર્થ - ગુણી પુરુષોના ગુણો પૂજાને યોગ્ય છે. વેષ કે વય કોઈ પૂજાના કારણ નથી. આત્માના વાસ્તવિક મૂળ ગુણો જ્ઞાન દર્શનાદિને જાણ્યા વિના તો બીજા ગુણોને પણ દુર્ગુણો ગણ્યા છે. રા.
સુજ્ઞ તો સાનમાં ચેતી આત્મભાવ સુધારતા,
ઝવેરી રત્નને જાણે પરીક્ષાબુદ્ધિ ઘારતા. ૭૩ અર્થ :- સુજ્ઞ પુરુષો તો સાનમાં એટલે ઈશારામાં સમજીને ચેતી જઈ પોતાના આત્મભાવોને સુઘારી લે છે. જેમ ઝવેરી પોતાની પરિક્ષકબુદ્ધિ વડે રત્નને શીધ્ર ઓળખી લે છે તેમ. I૭૩ાા
કાયાની શુદ્ધિ પાણીથી જળ-જીવો હણાય જ્યાં;
બ્રહ્મચર્ય-સુતીર્થે જા, ઘર્મસ્નાન ગણાય ત્યાં. ૭૪ અર્થ - કાયાની શુદ્ધિ પાણીથી થાય પણ ત્યાં જળકાયના જીવો હણાય છે. માટે બ્રહ્મચર્યરૂપી સાચા તીર્થમાં જા કે જ્યાં ઘર્મરૂપી જળમાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. II૭૪
અગ્નિથી જીવહિંસા છે, યજ્ઞ તો નામમાત્ર તે;
તપ-અગ્નિ ખરો યજ્ઞ, કરે આત્મા પવિત્ર જે. ૭૫ અર્થ :- યજ્ઞમાં અગ્નિ સળગાવવાથી જીવોની હિંસા થાય છે, તેથી તે નામમાત્ર યજ્ઞ છે. પણ બાર પ્રકારના તપરૂપી અગ્નિને સળગાવવો એ ખરો યજ્ઞ છે. કે જેમાં બધા કમોં બળીને ભસ્મીભૂત થઈ આત્મા પરમ પવિત્ર બની ઝળકી ઊઠે છે. એવા તારૂપી અગ્નિવડે સર્વ કર્મને ભસ્મીભૂત કરનાર સાધકને જ સાચો બ્રાહ્મણ જાણવો. કેવળ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થવા માત્રથી સાચો બ્રાહ્મણ કહેવાય નહીં. ૭૫
પાંચમાં પાઠમાં સાચું બ્રાહ્મણપણું એટલે સાચા મુનિપણા વિષે બોઘ કરવામાં આવ્યો. તે મુનિપણું આત્મજ્ઞાન સહિત હોય. આત્મજ્ઞાનને મેળવવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એવી ચાર ભાવનાઓ ભાવવી જોઈએ. એ ભાવનાઓ ભાવવાથી આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. માટે આ પાઠમાં ચાર ભાવનાઓનું વર્ણન કરવામાં આવે છે :
(૬) મૈત્રી આદિ ચાર ભાવના (રાગ –ચામર-નારાજ ને સમાની-પ્રમાણીને મળતો, કૂચ ગીતની ઢબ)
મૈત્રી ભાવના મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે, વૈરભાવ ઘારનાર મૈત્રીનો અજાણ છે.