________________
૨૧
(૬) સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માના આસવના અભાવરૂપ સંવરપૂર્વક નિજ ભગવાન આત્માનું ઉગ્ર આશ્રય થાય
છે, એના બળથી આત્મામાં ઉત્પન્ન થતી શુદ્ધિથી બુદ્ધિપૂર્વક જે કર્મ ખરી જાય છે તેને નિર્જરા કહે છે. શુદ્ધિની વૃદ્ધિ જ ભાવનિર્જરા છે અને કર્મોનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને
ક્રિયા કરતાં થકા અને એનું ફળ ભોગવતા છતાં નિર્જરા થાય છે, કર્મબંધ થતું નથી. (૭) બંધ અધિકારમાં કહે છે જેમ ધૂળવાળા સ્થાનમાં તેલ લગાવી વિભિન્ન શસ્ત્રોથી વ્યાયામ કરતો પુરુષ પર
જે ધૂળ ચોટે છે તેનું કારણ તેલનું ચિકણાપણું છે. ધૂળ કે શારીરિક ચેષ્ટાઓ નથી. એ પ્રકારે હિંસાદિ પાપોમાં પ્રવર્તિત મિથ્યાદષ્ટિ જીવને થવાવાળા પાપબંધનું કારણ રાગાદિભાવ જ છે, અન્ય ચેષ્ટા કે
કર્મર જ નથી. બંધનું મૂળ કારણ રાગાદિભાવરૂપ અશુદ્ધોપયોગ જ છે. બંધ અધ્યવસાયથી જ થાય છે. (૮) મોક્ષ અધિકારમાં કહે છે જે રીતે બંધનોથી જકડાયેલો પુરુષ બંધનનો વિચાર કરવાથી બંધનોથી મુક્ત
થતો નથી; એ જ પ્રમાણે બંધનોને છેદીને બંધથી મુક્ત થાય છે. જે આત્મા બંધ અને આત્માનો સ્વભાવ જાણીને બંધથી વિરક્ત થાય છે એ જ કર્મબંધનથી મુક્ત થાય છે. આ કાર્ય પ્રજ્ઞારૂપી છીણીથી ભેદજ્ઞાન
કરવાથી થાય છે. આત્માની આરાધના કરવાવાળા નિરપરાધી આત્માને કર્મબંધ નથી, શંકા નથી થતી. (૯) સર્વ વિશુદ્ધ અધિકારમાં કહે છે કે જેમ આંખ પરપદાર્થને માત્ર જોતી નથી, એને કરતી, ભોગવતી નથી,
તે પ્રકારે જ્ઞાન પણ પુણ્ય-પાપરૂપ અનેક કર્મોને, તેના ફળને, એના બંધને નિર્જરા તથા મોક્ષને જાણે છે, કરતો નથી. ભગવાન આત્માનો પરદ્રવ્યો સાથે કોઈ સંબંધ નથી, તો પછી તે પરદ્રવ્યોનો કર્તા-ભોક્તા કેવી રીતે થઈ શકે? નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા-ભોક્તા નથી. હે આત્મન ! તું નિજ આત્માના અનુભવરૂપ તને મોક્ષમાર્ગમાં સ્થાપિત કર. અધિકાર સંબંધી વિશેષ સમજણ (ગાથાના ક્રમ પ્રમાણે)
પૂર્વરંગઃ ૧. પૂર્વરંગમાં મંગલાચરણપૂર્વક ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરવાની સાથે સાથે ગ્રંથનો મૂળ પ્રતિપાદન વિષય અને
પ્રતિપાદનની શૈલીનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ૨. હવે કહે છે ‘સમય’ શું છે? દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત જીવ સ્વસમય છે અને પુલકર્મના પ્રદેશોમાં
સ્થિત જીવ પરસમય છે. ૩. એકત્વ નિશ્ચયગત સમય જ લોકમાં સર્વત્ર સુંદર છે. આ જ કારણ છે કે એકત્વમાં બંધની વાત વિસંવાદ
પેદા કરવાવાળી છે. ૪. વિસંવાદઉત્પાદકકામ-ભોગ અને બંધની કથાથી તો સંપૂર્ણ જગત પરિચિત છે, એવો કોઇનથી જેણે એ
સાંભળી ન હોય, એનાથી પરિચિત ન હોય અને એનો અનુભવ ન કર્યો હોય. પરંતુ એકત્વ-વિભક્ત આત્માની વાત તો ન તો આજ સુધી સાંભળી છે, ન તેનો પરિચય પ્રાપ્ત કર્યો છે, ન તેનો અનુભવ કર્યો છે.