________________
૨૦
સમયસારના નવ અધિકારોનું સંક્ષિપ્ત સાર ઃ
આ ગ્રંથનું મૂળ પ્રતિપાધ નવ તત્ત્વોના નિરૂપણના માધ્યમથી નવ તત્ત્વોમાં છૂપાયેલી પરમ શુદ્ધ નિશ્ચયનયની વિષયભૂત જે આત્મજ્યોતિ છે, જેના આશ્રયથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પૂર્વરંગમાં એકત્વ-વિભક્ત આત્માનું દિગ્દર્શન કરાવતા આચાર્ય કહે છે, જે પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, ન જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, માત્ર અભેદ-અખંડ એક જ્ઞાયકભાવરૂપ છે, પરમ શુદ્ધ છે. પરમ ધ્યાનનું ધ્યેય, એકમાત્ર શ્રદ્ધેય એ ભગવાન આત્મા ન તો કર્મોથી બંધાયેલો છે અને ન કોઇ પરપદાર્થ એને સ્પર્શ કરી શકે છે. એ ધ્રુવ તત્ત્વ પરથી પૂર્ણતઃ અસંયુક્ત, પોતામાં જ સંપૂર્ણ, નિયત, પોતાથી અનન્ય અને સમસ્ત વિશેષોથી રહિત છે. તાત્પર્ય એ છે કે પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન આ ભગવાન આત્મામાં પ્રદેશભેદ, ગુણભેદ અને પર્યાયભેદનો પણ અભાવ છે. ભગવાન આત્માના અભેદ-અખંડ આ પરમભાવને ગ્રહણ કરવાવાળો શુદ્ધ નય છે. અને તે જ ભૂતાર્થ-સત્યાર્થ છે. બાકી બધા વ્યવહારનય અભૂતાર્થ-અસત્યાર્થ છે. સમસ્ત જિનશાસનનું પ્રતિપાદ્ય એક શુદ્ધાત્મા જ છે. એના જ આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે.
(૧) જીવ-અજીવ અધિકારમાં સંપૂર્ણ વિશ્વને સ્વ અને પર આ બે ભાગોમાં વિભક્ત કરી પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન ભગવાન આત્માની ઓળખાણ કરાવી છે
(૨) કર્તા-કર્મ અધિકારમાં કર્તૃત્વ-ભોકતૃત્વનો નિષેધ કરી ભેદજ્ઞાન કરાવ્યું છે. જે આત્મા ભાવકર્મો, દ્રવ્યકર્મો અને નોકર્મોનો કર્તા નથી, માત્ર જાણનાર છે તે જ્ઞાની છે. આત્મામાં ઉત્પન્ન થવાવાળા સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ ભાવોનો કર્તા જ્ઞાની આત્મા છે, મોહ-રાગ-દ્વેષ આદિ અજ્ઞાનભાવોનો કર્તા અન્નાની આત્મા છે અને દ્રવ્યકર્મ, નોકર્મ આદિનો કર્તા પુદ્ગલ દ્રવ્ય જ છે. આત્માનો પરદ્રવ્ય સાથે કોઇ સંબંધ નથી.
(૩) પુણ્ય-પાપ અધિકારમાં શુભ કર્મોને પુણ્ય તથા અશુભ કર્મોને પાપ કહ્યું છે. આ બન્ને કર્મ છે, કર્મબંધનના જ કારણ છે, બન્ને કુશીલ છે, કરવા જેવા નથી.
(૪) પુણ્ય-પાપ ભાવ ભાવાસવ છે. એના નિમિત્તથી થતાં પૌદ્ગલિક કાર્યણવગર્ગાઓનું પરિણમન દ્રવ્યાસવ છે. ભગવાન આત્મા આ બન્ને આસ્રવોથી ભિન્ન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આસવ છે. આ બે પ્રકારના છે. સંજ્ઞ અને અસંજ્ઞ સમ્યગ્દષ્ટિ જ્ઞાની નિરાસવ છે એ જુદી જુદી અપેક્ષાએ સમજાવવામાં આવ્યું છે.
(૫) સંવર અધિકારમાં કહે છે આસવનો નિરોધ સંવર છે; એટલે મિથ્યાત્વાદિ આસવોના નિરોધ થવાથી સંવરની ઉત્પત્તિ થાય છે. સંવરથી સંસારનો અભાવ અને મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે, એટલે સંવર સાક્ષાત્ ધર્મસ્વરૂપ જ છે. સંવર અનંત દુઃખરૂપ સંસારનો અભાવ કરવાવાળો અને અનંત સુખરૂપ મોક્ષનું કારણ છે. સંવરની ઉત્પત્તિનું મૂળ કારણ ભેદજ્ઞાન છે. આ સાક્ષાત્ સંવર શુદ્ધાત્મ તત્ત્વની ઉપલબ્ધિ આત્માનભવથી થાય છે. આજ સધી બધા સિદ્ધ ભેદજ્ઞાનથી જ થયા છે.