________________
૧ થી ૩૮
(૯) સાંખ્યદર્શનની એકાંતિકતા. (૧૦) ક્રમબદ્ધ પર્યાય. (૧૧) નિશ્ચય-વ્યવહાર.
એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આવા દુષમકાળમાં પણ આવું અભૂત અનન્ય-શરણભૂત શાસ્ત્ર વિદ્યમાન છે તે આપણું સદ્ભાગ્ય છે. નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. અધિકારનો ક્રમ
ગાથા, પૂર્વ રંગ (૧) જીવ-અજીવ અધિકાર
૩૯ થી ૬૮ (૨) કર્તા-કર્મ અધિકાર
૬૯ થી ૧૪૪ (૩) પુણ્ય-પાપ અધિકાર
૧૪૫ થી ૧૬૩ (૪) આસ્રવ અધિકાર
૧૬૪ થી ૧૮૦ (૫) સંવર અધિકાર
૧૮૧ થી ૧૯૨ (૬) નિર્જરા અધિકાર
૧૯૩ થી ૨૩૬ (૭) બંધ અધિકાર
૨૩૭ થી ૨૮૭ (૮) મોક્ષ અધિકાર
૨૮૮ થી ૩૦૭ (૯) સર્વ વિશુદ્ધ અધિકાર
૩૦૮ થી ૪૧૫ આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદિવની પ્રાકૃત ગાથાઓ પર “આત્મખ્યાતિ' નામની સંસ્કૃત ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦મા સૈકામાં થઈ ગયેલા) શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી
શાસન સામાન્ય ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદિને આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થકર જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદિવ જાણે કે તેઓ શ્રી કુંદકુંદ ભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને ગણધર જેવું કામ કર્યું છે. | શ્રી જયસેન આચાર્યે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. પંડિત જયચંદ્રજી એ હિંદીમાં ભાષાંતર કર્યું અને તેમાં પોતે થોડો ભાવાર્થ પણ લખ્યો.