________________
૧૭
ગ્રંથની શરૂઆતમાં પ્રતિજ્ઞા કરે છે કે હું નિજથી એકત્વ અને પરથી વિભક્ત આત્મા મારા નિજ વૈભવથી બતાવીશ.
રુચિવાળા ઉત્તમ શિષ્યોને ઉપયોગી થાય એટલા માટે શુદ્ધ પરમાત્મ તત્ત્વના પ્રતિપાદનને મુખ્ય રાખી આ ગ્રંથની રચના વિસ્તારથી ૪૧૫ ગાથાઓમાં - નવ અધિકારોમાં કરવામાં આવી છે.
જેને સમજ્ઞાન હોય છે તે સમય અર્થાત્ આત્મા છે. એક સાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહેવામાં આવે છે. પ્રાભૂતનો સંબંધ સાર સાથે છે. શુદ્ધ અવસ્થાને સાર કહે છે. એટલે આત્માની શુદ્ધ અવસ્થાને સમય પ્રાભૃત કહે છે. અથવા જે ઉત્કૃષ્ટતાથી બધી બાજુએથી ભરેલો છે, જેમાં પદાર્થોનું પૂર્વાપર વિરોધ રહિત સાંગોપાંગ વર્ણન હોય તેને સમયપ્રાકૃતકહે છે. શુદ્ધ અવસ્થાયુક્ત આત્માનું વર્ણન જ સમયપ્રાભૂત છે અથવા નવ પદાર્થોનું સર્વાગ વિવેચન જ સમયસાર” છે. આ થઈ ગ્રંથના નામની સાર્થકતા. - આ સમયસાર શ્રી કુંકુંદની પોતાની કલ્પના નથી, પણ કેવળી અને શ્રુતકેવળી કથિત તત્ત્વને પ્રસ્તુત કરવાવાળી છે. આ થયું શાસ્ત્રનું પ્રમાણ.
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને આ શાસ્ત્ર રચ્યું છે.
આ ગ્રંથનો મહિમા બતાવતાં અધ્યાત્મિક સત્પરુષ શ્રી કાનજી સ્વામી કહે છે, “આ સમયસાર શાસ્ત્ર આગમોનું આગમ છે. લાખો શાસ્ત્રોનું સાર આમાં છે. જૈન શાસનનું આ સ્થંભ છે; સાધકની આ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. એની પ્રત્યેક ગાથા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનમાં ઝૂલતા મહામુનિના આત્મઅનુભવમાંથી નીકળી છે. ચૌદ પૂર્વનું રહસ્ય તેમાં સમાયેલું છે. આ શાસ્ત્રના કર્તા ભગવાન શ્રી કુંકુંદ આચાર્યદવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવન નિરક્ષર કાર ધ્વનિમાંથી નીકળેલો ઉપદેશ છે.
આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવોને જે કાંઇ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે :- “કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની -પરથી ભિન્ન આત્માની વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજવૈભવથી (આગમ, ગુરુ પરંપરા, યુક્તિ અને અનુભવથી) કહીશ.” આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદવ આ શાસ્ત્રમાં આત્માનું એત્વ-પર દ્રવ્યથી અને પર ભાવોથી ભિન્નતા-સમજાવે છે. તેઓ શ્રી કહે છે કે, જે આત્માને અબદ્ધસ્કૂટ, અનન્ય, નિયત, વિવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે.” વળી તેઓ કહે છે કે “આવું નહિ દેખનર અજ્ઞાનીના