________________
૧૮
સર્વ ભાવો અજ્ઞાનમય છે.’ આ રીતે જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી ચૂક્યો હોય. જેને શુદ્ધાત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સમકિતી જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી. પરંતુ એમ અનુભવે છે કે, ‘આ, પુદ્ગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું.’ અહીં એક પ્રશ્ન થશે કે રાગાદિક ભાવો થતાં હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઇ શકે ? ઉત્તરમાં સ્ફટિકમણિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ સ્ફટિકમણિ લાલ કપડાંના સંયોગે લાલ દેખાય છે - થાય છે તો પણ સ્ફટિકમણિના સ્વભાવની દૃષ્ટિથી જોતાં સ્ફટિકમણિએ નિર્મળપણું છોડ્યું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના સંયોગે રાગી દેખાય છે - થાય છે તો પણ શુદ્ધનયની દષ્ટિથી જોતાં તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદષ્ટિએ અશુદ્ધત વર્તતા છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દષ્ટિનું પરિણમન જ ફરી ગયું હોય છે. તે ગમે તે ક ર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શકતો નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદા પાડી શકતો નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાને જુદો સ્વાદ લઈ શકે છે તેમ સમ્યગ્દષ્ટિ રાગથી જ્ઞાનને જુદું અનુભવે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ અને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય ? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ - વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ-, અનાદિકાળથી રાગ-દ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઇ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરવાનો પ્રયત્ન સદા કર્તવ્ય છે.
યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદ્દેશને પહોંચી વળવા આ શાસ્ત્રમાં આચાર્ય ભગવાને અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે.
(૧) જીવ અને પુદ્ગલને નિમિત્ત-નૈમિત્તિકપણું હોવા છતાં બન્નેનું તદ્ન સ્વતંત્ર પરિણમન.
(૨) જ્ઞાનીને રાગ-દ્વેષનું અકર્તા-ભોક્તાપણું.
(૩) અજ્ઞાનીને રાગ-દ્વેષનું કર્તા-ભોક્તાપણું.
(૪) ગુણસ્થાન - આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્ત-નૈમિત્તિકપણું.
(૫) વિકારપણે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો જ દોષ.
(૬) મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચૈતન્યપણું.
(૭) પુણ્ય અને પાપ બન્નેનું બંધસ્વરૂપપણું. (૮) મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન.
8