________________ 004 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद હવે સર્વ અંગ-ઉપાંગ અને પ્રકીર્ણકો જેમાંથી ઉદ્દધૃત કરાયા છે તે, સમગ્ર આશ્ચર્યના નિધાનભૂત શાશ્વત એવા આ આગમના અંશમાત્ર અર્થનો વિષય કરીને જ સર્વ પણ સ્વ-પર સિદ્ધાન્તના વચનો રચાયેલા છે એમ પરમ માધ્યસ્થભાવથી માનતા આચાર્યભગવંતે પરમ કરુણામય હિતની ઇચ્છાથી પ્રેરાઇને શ્રોતાને સદનુષ્ઠાનના અવષ્ણકારણસ્વરૂપ, આલોક અને પરલોકમાં સુખને આપનાર, ધર્મનું પ્રથમ નિમિત્ત એવું આત્મીય વિજ્ઞાન સદેશ નિશ્ચયરૂપ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવવાની ઇચ્છાથી આ પ્રાકૃત-પ્રકરણની રચના કરી છે. તે ધર્મના બે પ્રકાર છે. (1) ગૃહસ્થ ધર્મ અને (2) સાધુધર્મ. તેમાં (સાધુધર્મ કરતાં) ગૃહસ્થધર્મમાં ઘણા વધારે જીવોની પ્રવૃત્તિરૂપ પ્રયાસત્તિ હોવાના કારણે તેમજ સાધુધર્મની પહેલા ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં આવતું હોવાના કારણે આચાર્ય ભગવંતે સૌ પ્રથમ દશ પ્રકરણોમાં ગૃહસ્થધર્મનું વર્ણન કર્યું છે. તે ગૃહસ્થધર્મમાં નિષ્ણાત બનેલા અને તેમાંના નિરવદ્ય શુભક્રિયાઓના અભ્યાસી એવા તેઓ ત્યારપછી સુખપૂર્વક જ સાધુધર્મસંબંધી પાલન જ્ઞાનપૂર્વક કરી શકશે માટે ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યા બાદ સાધુધર્મનું વર્ણન કર્યું છે. આ પ્રમાણે બંને ધર્મનો ક્રમ જેમણે વ્યવસ્થિત(= નિશ્ચિત) કર્યો છે તે આચાર્ય ભગવંતશ્રી પ્રથમ ગૃહસ્થ ધર્મનું નિરૂપણ કરવાની ઇચ્છાથી “શ્રાવકધર્મવિધિ’ નામનું પ્રથમ પંચાશક વર્ણવે છે : તેમાં પોતાને ઈષ્ટ વિશિષ્ટ દેવતાને નમસ્કાર કરવાપૂર્વક પ્રયોજન અભિધેય અને સંબંધ એ ત્રણને જણાવનારી આ પ્રથમ ગાથા કહે છે - नमिऊण वद्धमाणं, सावगधम्मं समासओ वोच्छं / सम्मत्ताईभावत्थसंगयं सुत्तणीईए છે ? 1/ છાયા :- નવા વર્ષમાનું શ્રાવથ સમાતો વચ્ચે | सम्यक्त्वादिभावार्थसङ्गतं સૂત્રનત્ય |2 | ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ભાવરૂપી પદાર્થોથી યુક્ત શ્રાવકધર્મને શ્રી ગણધરપ્રણીત સુત્રોના અનુસારે હું સંક્ષેપથી કહીશ. ટીકાર્થ:-“નત્વ'=પ્રણામ કરીને વર્ધમાન'=મહાવીરસ્વામીને શ્રાવધ'=જેનું સ્વરૂપ હવે પછી કહેવાના છે તે શ્રાવકના ધર્મને ‘સમેત્તામાવસ્થાર્થ'= વિશિષ્ટ લક્ષણવાળા સમ્યક્ત આદિ ભાવરૂપી પદાર્થોથી યુક્ત (એવા શ્રાવકધર્મને) ‘કૃત્તનીત્યા'= આગમની નીતિ વડે ‘સમલિત: '= સંક્ષેપથી ‘વફ્ટ'= કહીશ. આ શ્લોકમાં જૈનત્વી વર્ધમાનમ્' આ પદો વડે દેવતાને નમસ્કાર કહેવાયો છે. તેમનામાં અહતુપણું ગુણોના કારણે છે અને દેવતાપણું મોક્ષપદની પ્રાપ્તિના કારણે છે. અર્થાત્ સર્વગુણસંપન્નતાના કારણે તેઓ અષ્ટપ્રાતિહાર્યાદિ પૂજાને અહેતુક યોગ્ય બન્યા છે અને મોક્ષમાં ગયા છે માટે જ તે દેવ છે. સમસતો વચ્ચે' આ પદો વડે સંક્ષેપથી નિરૂપણ કરવાનું જણાવ્યું છે. સૂત્રનીત્યા' આ પદ દ્વારા શિષ્યો માટેનું આ પ્રકરણ રચનાનું પ્રયોજન કહ્યું છે આગમના અનુસારે ધર્મનું વર્ણન કરવાથી શિષ્યોને આ પ્રકરણ દ્વારા આગમનો બોધ કરાવવાનું પ્રયોજન છે. વળી ‘સૂત્રનીતિથી એ શિષ્યો માટે પ્રવૃત્તિનું પ્રયોજન એ રીતે બનશે કે સ્વમતિને અનુસારે જો કહેવામાં આવે તો વ્યભિચારની શંકાથી શિષ્યો આ પ્રકરણના શ્રવણમાં પ્રવૃત્તિ ન કરત પરંતુ આગમના અનુસારે કીધેલું હોવાથી જ શિષ્યો એનું શ્રવણ કરશે.